LPG Gas Cylinder Rules : એક એડ્રેસ પર LPG-PNG બંને રાખવા પર પ્રતિબંધ, 1 જૂનથી બદલાશે આ કડક નિયમો!
LPG Gas Cylinder Rules : દેશમાં આગામી 1 જૂનથી રસોઈ ગેસ સિલિન્ડરને લઈને ખૂબ જ મોટા અને કડક નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. એશિયા સંકટ (Asia Crisis) અને ગેસ સપ્લાયની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે આ મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. જો તમે પણ ઘરમાં એલપીજી સિલિન્ડર (LPG Cylinder) અને પાઇપલાઇન ગેસ બંનેનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. નવા નિયમ હેઠળ જો તમે બેદરકારી દાખવી તો તમારું ઘરગથ્થુ ગેસ કનેક્શન કાયમી ધોરણે કેન્સલ થઈ શકે છે.
LPG Gas Cylinder Rules : એક પરિવાર, એક કનેક્શનનો નવો નિયમ
સરકારના ધ્યાને આવ્યું છે કે દેશમાં પીએનજી કનેક્શન (PNG Connection) નો વ્યાપ સતત વધી રહ્યો છે, તેમ છતાં લોકો એલપીજી સિલિન્ડરનો ઉપયોગ ઓછો નથી કરી રહ્યા. માર્ચ મહિના સુધીમાં જ 6.5 લાખ નવા પીએનજી કનેક્શન વધ્યા છે, પરંતુ સપ્લાયમાં 18 ટકાનો ઘટાડો નોંધાયો છે. આનો સીધો અર્થ એ છે કે લોકોએ પાઇપલાઇન ગેસ લીધા પછી પણ સિલિન્ડર સરેન્ડર કર્યા નથી.
આ સ્થિતિને નિયંત્રિત કરવા માટે ઓઈલ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ (OMCs) દ્વારા મોટું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે:
ડેટાબેઝ યુનિફિકેશન: હવે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન અને ઓઈલ કંપનીઓએ પોતાના ડિજિટલ ડેટાબેઝને લિંક કરી દીધા છે.
સિલિન્ડર સરેન્ડર: જે ઘરોમાં પીએનજી લાઈન પહોંચી ગઈ છે, તેમણે ફરજિયાતપણે પોતાનું એલપીજી કનેક્શન સરેન્ડર (LPG Surrender) કરવું પડશે. એક જ એડ્રેસ પર બંને કનેક્શન રાખવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ છે.
બુકિંગ બ્લોક: પીએનજી સુવિધા ધરાવતા વિસ્તારોમાં 1 જૂનથી ઓનલાઈન સિલિન્ડર બુકિંગ કે રિફિલિંગ આપોઆપ બ્લોક કરી દેવામાં આવશે.
ગેસ રિફિલિંગ અને સબસિડીના નવા નિયમો
ગેસ સિલિન્ડરની સંગ્રહખોરી અને કાળાબજારી રોકવા માટે સરકારે બુકિંગની સમયમર્યાદા એટલે કે લોક-ઈન પિરિયડ (Lock-in Period) માં ફેરફાર કર્યો છે:
શહેરી વિસ્તાર: શહેરી યુઝર્સ માટે સિલિન્ડર રિફિલિંગનો ગેપ 21 દિવસથી વધારીને 25 દિવસ કરવામાં આવ્યો છે.
ગ્રામીણ વિસ્તાર: ગ્રામીણ ગ્રાહકો હવે 45 દિવસ પહેલાં બીજો સિલિન્ડર બુક નહીં કરાવી શકે.
નિયમિત સબસિડી: દરેક પરિવારને વર્ષમાં માત્ર 12 સબસિડી વાળા સિલિન્ડર (Subsidized Cylinder) મળવાનું ચાલુ રહેશે. વધારાના સિલિન્ડર માટે માર્કેટ રેટ ચૂકવવો પડશે. તેમજ નવું કનેક્શન લેવા માટે સુધારેલી ડિપોઝિટ અને ઇન્સ્ટોલેશન ચાર્જ લાગુ થશે.
જો ગ્રાહકો પીએનજી લીધાના 30 દિવસમાં એલપીજી બંધ કરાવશે, તો ભવિષ્યમાં પીએનજી ન હોય તેવા વિસ્તારમાં શિફ્ટ થતી વખતે આ કનેક્શન ફરીથી એક્ટિવ (LPG Connection Transfer) કરવાની પણ સુવિધા મળશે. પીએનજી કનેક્શનના વિસ્તરણ માટે સરકારે ૩૦ જૂન સુધીનો સમય આપ્યો છે.
આ પણ વાંચો : NFHS 6 Report : દેશમાં ઘરેલું હિંસા ઘટી અને સુવિધાઓ વધી, પણ મહિલાઓની હેલ્થ પર કેમ મંડરાયું મોટું સંકટ?


