Lucknow : માતા-પિતા પાસે સૂતેલી 3 વર્ષીય બાળકીના અપહરણ બાદ દુષ્કર્મ આચર્યુ
- માતા-પિતા પાસે સૂતેલી બાળકીનું સીફતપૂર્વક અપહરણ કરાયું
- અપહરણ બાદ બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું
- પોલીસે આરોપીઓને પકડવા 5 ટીમો બનાવી
Lucknow : ચંદન નગર મેટ્રો સ્ટેશન પાસે એક પરિવાર સૂતો હતો ત્યારે આરોપીઓ 3 વર્ષની માસૂમ બાળકી (3 Years Old Girl) ને ઉપાડી ગયા હતા. તેમણે બાળકીને દૂર લઈ જઈ તેના પર દુષ્કર્મ આચર્યુ હતું. બાળકીને લોહીથી ખરડાયેલ હાલતમાં છોડીને આરોપીઓ ભાગી છુટ્યા હતા. વહેલી સવારે પરિવારે બાળકીની શોધ ખોળ કરતા નજીકના સ્થળે ઘાયલ અવસ્થામાં બાળકી મળી આવી હતી.
સમગ્ર ઘટનાક્રમ
લખનઉમાં આલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તાર (Alambaug Police Station) ના ચંદન નગર મેટ્રો સ્ટેશન નજીક એક દંપતી સાથે 3 વર્ષની માસૂમ પુત્રી સૂતી હતી. મોડી રાત્રે એક અજાણ્યો વ્યક્તિ 3 વર્ષની માસૂમ બાળકીને ઉપાડી ગયો અને તેના પર દુષ્કર્મ આચર્યુ હતું. ત્યારબાદ આ આરોપી માસૂમને ઘાયલ હાલતમાં છોડીને ભાગી ગયો હતો. વહેલી સવારે બાળકીની શોધ ખોળ કરતા માતા-પિતાને નજીકના સ્થળે ઘવાયેલ અને લોહીથી ખરડાયેલ હાલતમાં બાળકી મળી આવી હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
આ પણ વાંચોઃ Uttar Pradesh : અયોધ્યામાં રામ દરબારની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા, CM યોગીને તેમના જન્મદિવસે મળી પવિત્ર ભેટ
પોલીસ કાર્યવાહી
વહેલી સવારે જ્યારે માતા-પિતાને પોતાની બાળકી ગૂમ થઈ હોવાની જાણ થઈ ત્યારે તેમણે આસપાસ શોધ ખોળ શરુ કરી હતી. નજીકના વિસ્તારમાં ઘાયલ અવસ્થામાં બાળકી મળી આવતા પરિવારે સ્થાનિક પોલીસ સ્ટેશન તેમજ વન સ્ટોપ સેન્ટરને જાણ કરી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે વન સ્ટોપ સેન્ટરની ટીમની મદદથી બાળકીને સારવાર માટે લોકબંધુ હોસ્પિટલ (Lokbandhu Hospital) માં દાખલ કરી. જ્યાં બાળકીની ગંભીર સ્થિતિ હોવાથી ઉચ્ચ કેન્દ્રમાં રિફર કરવામાં આવી હતી.આરોપીને પકડવા માટે 5 ટીમો બનાવવામાં આવી છે, ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ TMC સાંસદ મહુઆ મોઇત્રાએ 50 વર્ષની ઉંમરે કર્યા લગ્ન, જાણો કોણ છે તેમના જીવનસાથી