Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Lucknow : અંગત અદાવાતમાં BJP ના નેતા પર જાહેરમાં ફાયરિંગ, પોલીસે એક આરોપીને દબોચ્યો

Lucknow : લખનૌમાં ભાજપ નેતા પર ગોળીબાર કરવામાં આવ્યો છે અને તેમની હાલત ગંભીર બની છે. ઘટનાના ભયાનક સીસીટીવી સામે આવ્યા છે. લખનૌના મહેંદીગંજમાં ગઈકાલે મોડી રાત્રે જૂની અદાવતને કારણે ગોળીબાર કરવામાં આવતા ભાજપ યુવા મોરચાના શ્યામ ચેતન તિવારીને ગંભીર ઈજા થઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપી વૈભવ વાજપેયીની અટકાયત કરી છે. ઈજાગ્રસ્ત નેતાની ટ્રોમા સેન્ટરમાં સારવાર ચાલી રહી છે.
lucknow   અંગત અદાવાતમાં bjp ના નેતા પર જાહેરમાં ફાયરિંગ  પોલીસે એક આરોપીને દબોચ્યો
Advertisement
  • Lucknow મા મધરાતે ફાયરિંગના અવાજથી ખળભળાટ મચ્યો
  • BJP નેતા પર જીવલેણ હુમલો
  • ગોળી વાગ્યા બાદ રસ્તા પર તડપતા રહ્યા નેતા
  • આરોપી CCTVના આધારે ઝડપાયો
  • ભાજપના નેતાને નજીકથી મારી ગોળી

Lucknow : લખનૌના મહેંદીગંજમાં ભાજપ (bjp) યુવા મોરચાના એક કાર્યકર પર જૂની અદાવતને કારણે ગોળીબાર (firing) કરવામાં આવ્યો હતો. આરોપી વૈભવ વાજપેયીએ શ્યામ ચેતન પર બે ગોળીઓ ચલાવી હતી. ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ધરપકડ કરી હતી.

Lucknow ના મહેંદીગંજ વિસ્તારમાં બની ઘટના

ઉત્તર પ્રદેશના લખનૌના મહેંદીગંજ વિસ્તારમાં, ભાજપ યુવા મોરચાના કાર્યકર શ્યામ ચેતન તિવારીને શનિવારે મોડી રાત્રે જૂની અદાવત કારણે એક શખ્સે ગોળી મારી હતી. આરોપી વૈભવ વાજપેયીએ તેમના પર બે ગોળીઓ ચલાવી હતી, જેમાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ ગોળીબારની ઘટના બાદ, પોલીસે ઝડપથી કાર્યવાહી કરી અને સીસીટીવી ફૂટેજનો ઉપયોગ કરીને આરોપીને કસ્ટડીમાં લીધો. ઈજાગ્રસ્ત નેતા ટ્રોમા સેન્ટરમાં સારવાર હેઠળ છે, જ્યાં તેમની હાલત ગંભીર છે. આ ઘટનાનો એક સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં આરોપી શ્યામ ચેતનને ગોળી મારી રહ્યો છે.

Advertisement

ગોળી મારીને હુમલાખોર ભાગી ગયો

શ્યામ ચેતનને ગોળી મારીને હુમલો કરનાર હુમલો કરનાર વૈભવ વાજપેયી ભાગી ગયો હતો. સ્થાનિકોની મદદથી પરિવારે ઈજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડ્યા. ઘટનાની માહિતી મળતાં, ડીસીપી પશ્ચિમ કમલેશ દીક્ષિત તાલકટોરા અને બજારખાલા પોલીસ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા. પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી હતી અને તેની પૂછપરછ કરી રહી છે. વીડિયોમાં વૈભવ પહેલા શ્યામ પર ગોળી ચલાવતો દેખાય છે. પછી, જ્યારે શ્યામ ગોળી માર્યા પછી નીચે પડી ગયો, ત્યારે વૈભવ તેની પાસે ગયો અને બીજી ગોળી ચલાવી.

Advertisement

firing gujarat first

બિલબોર્ડ લગાવવાને લઈ વિવાદ થયો હતો

પોલીસે જણાવ્યું કે, અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે થોડા સમય પહેલા બિલબોર્ડ અને પોસ્ટરો લગાવવાને લઈને શ્યામ ચેતન અને વૈભવ વચ્ચે ઝઘડો અને લડાઈ થઈ હતી. આ દુશ્મનાવટને કારણે વૈભવે મોડી રાત્રે આ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે અને તેના સાથી અને હથિયાર વિશે માહિતી એકત્રિત કરી રહી છે. ઇન્સ્પેક્ટર બ્રિજેશ સિંહે જણાવ્યું કે, ઘટનાસ્થળની આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Minister : 100 કરોડના GST કૌભાંડમાં પંજાબના મંત્રી સંજીવ અરોરા EDની કસ્ટડીમાં

Tags :
Advertisement

.

×