Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

NEET માં નાપાસ પુત્રએ પિતાને ગોળી મારી લાશના ટુકડા કર્યા, કારણ જાણી ધ્રૂજી જશો!

લખનૌના એક આલીશાન મકાનમાં રહેતા કરોડપતિ પિતાને અંદાજો પણ નહીં હોય કે તેમનો લાડકો પુત્ર જ તેમનો કાળ બનશે. NEET ની પરીક્ષા અને સ્થાપિત બિઝનેસ વચ્ચે એવી તે કેવી દુશ્મનાવટ જન્મી કે એક પુત્રએ આરી વડે પિતાના શરીરના ટુકડા કરી ડ્રમમાં ભરી દીધા? ચાર દિવસ સુધી બહેનને મોતનો ડર બતાવી ઘરમાં કેદ રાખનાર આ 'કિલર' પુત્રની કરતૂત હચમચાવી દે તેવી છે.
neet માં નાપાસ પુત્રએ પિતાને ગોળી મારી લાશના ટુકડા કર્યા  કારણ જાણી ધ્રૂજી જશો
Advertisement
  • NEET ના દબાણમાં પુત્રએ પિતાની કરી ક્રૂર હત્યા! (Lucknow Son Kills Father)
  • લખનૌના આલીશાન વિસ્તારની કંપારી છૂટી જાય તેવી ઘટના
  • પિતાને ગોળી મારી આરીથી લાશના ટુકડા કરી ડ્રમમાં ભર્યા
  • પિતા ડોક્ટર બનાવવા માંગતા હતા, પુત્રને જોઈતો હતો બિઝનેસ
  • બહેનને જાનથી મારવાની ધમકી આપી 4 દિવસ ઘરમાં કેદ રાખી

Lucknow Son Kills Father : ઉત્તર પ્રદેશના લખનૌ (Lucknow) માં સંબંધોને શરમાવે તેવી એક લોહિયાળ ઘટના સામે આવી છે. અહીં એક 21 વર્ષીય પુત્રએ તેના 50 વર્ષીય પિતાની માત્ર એટલા માટે હત્યા કરી નાખી કારણ કે પિતા તેને NEET ની તૈયારી કરવા માટે દબાણ કરતા હતા. આરોપી અક્ષતે તેના પિતા માનવેન્દ્ર સિંહની હત્યા કર્યા બાદ લાશના ટુકડા કરી તેને ડ્રમમાં ભરી દીધા હતા. જોકે, પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ હત્યા પાછળ માત્ર અભ્યાસનું દબાણ જ નહીં, પરંતુ પિતાના કરોડોના બિઝનેસ (Family Business) ને પચાવી પાડવાની લાલચ પણ હતી.

Lucknow Son Kills Father : બિઝનેસ અને ડિગ્રી વચ્ચેનો વિવાદ

મૃતક માનવેન્દ્ર સિંહ પાસે ચાર પેથોલોજી લેબ અને ત્રણ દારૂની દુકાનો હતી. તેઓ ઈચ્છતા હતા કે તેમનો પુત્ર અક્ષત ડોક્ટર બને, જ્યારે અક્ષતને ભણવામાં રસ નહોતો અને તે પિતાનો સ્થાપિત બિઝનેસ સંભાળવા માંગતો હતો. અક્ષતે બે વાર NEET ની પરીક્ષા આપી પણ તે અસફળ રહ્યો હતો. પિતા તેને વારંવાર ભણવા માટે ટોકતા હતા, જે અક્ષતને પસંદ નહોતું.

Advertisement

Advertisement

હત્યા અને ક્રૂરતાની પરાકાષ્ઠા

20 ફેબ્રુઆરીની સવારે પિતા-પુત્ર વચ્ચે ફરી બોલાચાલી થઈ હતી. આવેશમાં આવીને અક્ષતે પિતાની જ લાયસન્સી રાઈફલ (Licensed Rifle) થી તેમના માથામાં ગોળી મારી દીધી હતી. હત્યા બાદ તેણે પુરાવા મિટાવવા માટે બજારમાંથી આરી ખરીદી અને પિતાના હાથ-પગ કાપી નાખ્યા. તેણે શરીરના કેટલાક અંગો કારમાં લઈ જઈ ફેંકી દીધા, જ્યારે ધડને એક વાદળી રંગના ડ્રમમાં છુપાવી દીધું હતું.

અગાઉ ઘરમાં જ કરી હતી ચોરી

આ સમગ્ર ઘટના દરમિયાન તેણે તેની નાની બહેનને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી ચાર દિવસ સુધી ઘરમાં કેદ કરી રાખી હતી.પોલીસે તપાસ દરમિયાન ખુલાસો કર્યો કે અક્ષતે અગાઉ ઘરમાંથી દાગીનાની ચોરી પણ કરી હતી. હાલમાં પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી છે, પરંતુ પિતાનું માથું હજુ પણ ગુમ છે, જેની શોધખોળ ચાલુ છે.

આ પણ વાંચો : Muzaffarnagar Father Murder Case: બાપના લોહીથી રંગાયા દીકરીઓના હાથ, રાત્રે ગળું કાપ્યું અને સવારે...?

Tags :
Advertisement

.

×