Madhya Pradesh : ગુનામાં 24 કલાકમાં 13 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર થયો
- મધ્ય પ્રદેશના Guna માં 24 કલાકમાં 13 ઈંચ વરસાદ વરસ્યો
- ભારે વરસાદે ગુનાને ઘમરોળ્યું અને તબાહી મચાવી
- ઘર અને વાહનોમાં પાણી અને કાદવનું સામ્રાજ્ય જોવા મળ્યું
Madhya Pradesh : મધ્ય પ્રદેશના ઘણા જિલ્લામાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગુના (Guna) માં માત્ર 24 કલાકમાં 13 ઈંચ વરસાદ ખાબકતા તબાહી મચી ગઈ છે. ગુનાના અનેક વિસ્તારોમાં 8થી 10 ફુટ સુધી વરસાદી પાણી ભરાઈ ગયા છે. ઘર અને વાહનોમાં કાદવનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. લોકો પોતાના ઘરો છોડીને સ્થળાંતરણ કરી ગયા છે. ગુનાની ન્યુ સિટી કોલોનીમાં વરસાદી પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે ગાડીઓ વરસાદી પાણીમાં રમકડાની જેમ તણાઈ ગઈ છે.
ગોવિંદ ગાર્ડન કોલોનીનો પુલ ધોવાયો
ગુના શહેરમાં ખાબકેલા સાંબેલાધાર વરસાદે ભારે તબાહી સર્જી છે. જેમાં શહેરના ગોવિંદ ગાર્ડન કોલોની વિસ્તારમાં એક આખો પુલ જ ધોવાઈ ગયો હતો. જેના કારણે આ વિસ્તાર બે ભાગમાં વહેંચાઈ ગયો હતો અને સંપર્કવિહોણો બન્યો હતો. અવરજવર કરતા લોકો જે તે સ્થળે ફસાઈ ગયા હતા. આ પુલ નીચે એક મોટું પાણીનું ટેન્કર પણ જોરદાર પ્રવાહમાં ફસાઈ ગયું હતું. આ ઘટના પરથી પાણીના પ્રવાહની તીવ્રતાનો અંદાજ લગાવી શકાય છે.
આ પણ વાંચોઃ UPI New Rules From 1 August 2025: UPI માં મોટા ફેરફાર, બેલેન્સ ચેકથી લઈને Auto pay સુધી બધું બદલાઈ જશે
મધ્ય પ્રદેશના 8 જિલ્લામાં 100 ટકાથી વધુ વરસાદ
મધ્ય પ્રદેશના ગ્વાલિયર, શિવપુરી, અશોકનગર, મુરેના, શ્યોપુર, છતરપુર, ટીકમગઢ અને નિવારીમાં આ વર્ષના ચોમાસાના વરસાદનો ક્વોટા પૂર્ણ થયો છે. અહીં સામાન્ય કરતાં 37% વધુ પાણી વરસી ચૂક્યું છે. ટીકમગઢ-નિવારીમાં સૌથી વધુ 42 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે ઈન્દોરમાં 10 ઈંચ પણ પાણી પડ્યું નથી. ઉજ્જૈન , ભોપાલ અને જબલપુરમાં મોસમનો અડધો વરસાદ પડી ચૂક્યો છે. 16 જૂને રાજ્યમાં ચોમાસુ આવ્યું ત્યારથી સરેરાશ 26.2 ઈંચ વરસાદ પડ્યો છે. અત્યાર સુધીમાં 16.9 ઈંચ વરસાદ પડવાનો હતો તેના બદલે 9.3 ઈંચ વધુ વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં સરેરાશ સામાન્ય વરસાદ 37 ઈંચ થયો છે.
આ પણ વાંચોઃ YouTube પર ખોટી ઉંમર નહિ ચાલે, AI જાણી શકશે Users ની ઉંમર!