મધ્યપ્રદેશ : હાઇકોર્ટનો ઐતિહાસિક નિર્ણય! ધારની Bhojshala ને મંદિર જાહેર કરાઈ, હિન્દુ પક્ષની મોટી જીત
Bhojshala Dispute : મધ્યપ્રદેશ હાઇકોર્ટે ધારની વિવાદિત ભોજશાળા અંગે મહત્વપૂર્ણ ચુકાદો આપતાં તેને મંદિર જાહેર કર્યું છે અને ત્યાં પૂજાનો અધિકાર પણ માન્ય રાખ્યો છે. ASI અહેવાલ અને ઐતિહાસિક સાહિત્યને આધાર બનાવી કોર્ટે આ નિર્ણય આપ્યો છે. આ ચુકાદાને હિન્દુ પક્ષ માટે મોટી કાયદાકીય જીત તરીકે જોવામાં આવી રહી છે. સાથે જ સુરક્ષા વ્યવસ્થાઓ પણ કડક રાખવામાં આવી હતી.
Advertisement
- Bhojshala Dispute : ભોજશાળા કેસમાં હાઇકોર્ટનો મોટો નિર્ણય
- ધારની ભોજશાળાને લઈને હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
- ધારની ભોજશાળાને મંદિર જાહેર કરાઈ, હિન્દુ પક્ષને મોટી જીત
Bhojshala Dispute : મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલી ઐતિહાસિક અને વિવાદિત ભોજશાળા (Bhojshala) અંગે હાઇકોર્ટે શુક્રવારે એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો (Verdict) આપ્યો છે. કોર્ટે પોતાના આદેશમાં ભોજશાળાને મંદિર જાહેર કરી છે અને ત્યાં પૂજા કરવાનો અધિકાર પણ આપ્યો છે. આ ચુકાદાને હિન્દુ પક્ષ માટે એક મોટી કાયદાકીય જીત માનવામાં આવી રહી છે. હાઇકોર્ટે સુનાવણી દરમિયાન નોંધ્યું હતું કે ઐતિહાસિક સાહિત્ય (Historical Literature) સ્પષ્ટપણે સ્થાપિત કરે છે કે આ વિવાદિત વિસ્તાર 'ભોજશાળા' તરીકે ઓળખાતો હતો. આ સ્થળ પરમાર વંશના મહાન રાજા ભોજ સાથે સંકળાયેલું હતું અને પ્રાચીન સમયમાં તે સંસ્કૃત શિક્ષણનું એક મુખ્ય કેન્દ્ર હતું.

