Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Madhya Pradesh : વિજય શાહને સુપ્રીમ કોર્ટે તતડાવ્યા, વધુ તપાસ માટે SIT ની રચના

સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશના મંત્રી વિજય શાહ (Vijay Shah) ને કર્નલ સોફિયા કુરેશી (Sophia Qureshi) વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ તતડાવ્યા છે. આ સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટે SIT ની રચનાનો આદેશ આપ્યો છે. વાંચો વિગતવાર.
madhya pradesh   વિજય શાહને સુપ્રીમ કોર્ટે તતડાવ્યા  વધુ તપાસ માટે sit ની રચના
Advertisement
  • ટિપ્પણી કરતા પહેલા વિચાર કરવો જોઈએ-SC
  • મંગળવાર સુધી SIT ની રચના કરો-SC
  • આખો દેશ તમારા પર શરમ અનુભવે છે-SC

Madhya Pradesh : મંત્રી વિજય શાહ (Vijay Shah) માટે પોતાનું વિવાદાસ્પદ નિવેદન મોટું વિઘ્ન બનતું જાય છે. આજે સુપ્રીમ કોર્ટે મંત્રી વિજય શાહને આ મુદ્દે તતડાવ્યા છે. સુપ્રીમ કોર્ટે Vijay Shah ની માફીને પણ ઠુકરાવી દીધી છે. હવે સુપ્રીમ કોર્ટે આ સમગ્ર મામલાની તપાસ માટે SIT ની રચનાનો આદેશ આપ્યો છે. જેમાં 3 IPS અધિકારીઓ અને એક અધિકારી IG અથવા DGP રેન્કનો હોવા જોઈએ. 3 IPS અધિકારીઓ રાજ્ય બહારના હોવા જોઈએ.

ટિપ્પણી કરતા પહેલા વિચાર કરવો જોઈએ-SC

કર્નલ સોફિયા પર વિવાદાસ્પદ નિવેદન આપનાર મધ્ય પ્રદેશના મંત્રી Vijay Shah દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશના મંત્રી વિજય શાહને કર્નલ Sophia Qureshi પરની ટિપ્પણી બદલ તતડાવ્યા અને કહ્યું કે તેમણે અભદ્ર ટિપ્પણી કરતા પહેલા વિચાર કરવો જોઈએ. જસ્ટિસ સૂર્યકાંતની બે સભ્યોની બેન્ચ આ કેસની સુનાવણી કરી હતી. વિજય શાહ વતી વરિષ્ઠ વકીલ મનિન્દર સિંહ કોર્ટમાં હાજર રહ્યા હતા.

Advertisement

Advertisement

આ પણ વાંચોઃ  Maharashtra : સોલાપુરના MIDC વિસ્તારમાં ટુવાલ ફેક્ટરીમાં ભીષણ આગ, 8 લોકોના મોત

મંગળવાર સુધી SIT ની રચના કરો-SC

અમે ત્રણ IPS અધિકારીઓની SIT બનાવી રહ્યા છીએ અને તેમાંથી એક IG અથવા DGP રેન્કનો હોવો જોઈએ. આ બધા રાજ્યની બહાર હોવા જોઈએ. આ એક લિટમસ ટેસ્ટ છે અને અમે ઈચ્છીએ છીએ કે SIT અમને રિપોર્ટ સોંપે. અમે આના પર બારીકાઈથી નજર રાખી રહ્યા છીએ. સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશના ડીજીપીને મંગળવારે સવારે 10 વાગ્યા સુધીમાં આઈજી રેન્કના અધિકારીના નેતૃત્વમાં SIT ની રચના કરવાનો નિર્દેશ આપ્યો હતો.

આખો દેશ તમારા પર શરમ અનુભવે છે-SC

વિજય શાહ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મનિન્દર સિંહને સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, વિજય શાહ કેવા પ્રકારની માફી માંગવા માંગે છો ? ક્યારેક ખોટી માફી માંગવામાં આવે છે અને ક્યારેક મગરના આંસુ વહાવવામાં આવે છે. આખો દેશ તમારાથી શરમ અનુભવે છે. તમે તમારી જાતને કેવી રીતે સુધારશો તે તમારા પર નિર્ભર છે.

આ પણ વાંચોઃ 'આ ભુલ નથી અપરાધ છે...', રાહુલ ગાંધીએ ફરી ઉઠાવ્યા જયશંકર પર સવાલ

Tags :
Advertisement

.

×