મધ્યપ્રદેશમાં વહીવટી તંત્ર સ્તબ્ધ: 45 વર્ષીય IAS અધિકારી અનિલ ડામોરનું હાર્ટ એટેકથી આકસ્મિક નિધન
IAS Anil Damor: મધ્યપ્રદેશના વિદિશા (Vidisha) માં ADM તરીકે ફરજ બજાવતા 2019 બેચના 45 વર્ષીય IAS અધિકારી અનિલ ડામોર (Anil Damor) નું સરકારી બંગલાના બાથરૂમમાં બેભાન થયા બાદ હાર્ટ એટેક (Heart Attack) થી નિધન થયું છે. ભોપાલ બદલી થતાં તેઓ સામાન પેક કરવા વિદિશા આવ્યા હતા. વિદિશા મેડિકલ કોલેજ (Vidisha Medical College) માં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
Advertisement
IAS Anil Damor: મધ્યપ્રદેશના વિદિશા (Vidisha) ખાતેથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વિદિશામાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ - એડીએમ (ADM) તરીકે ફરજ બજાવતા 45 વર્ષીય આઈએએસ અધિકારી અનિલ ડામોર (IAS Anil Damor) નું હાર્ટ એટેક (Heart Attack) આવવાને કારણે અકાળે અવસાન થયું છે. તેઓ વર્ષ 2019 બેચના સક્ષમ IAS અધિકારી હતા. તેઓ પોતાના સરકારી આવાસના બાથરૂમમાં અચાનક બેભાન થઈને ઢળી પડ્યા હતા.

