Maha Kumbh 2025: ભાજપ નેતાએ કહ્યું આવા મોટા આયોજનમાં નાની મોટી ઘટનાઓ તો થાય
- પ્રયાગરાજમાં દુર્ઘટના બાદ મંત્રીનું શરમજનક નિવેદન
- સંજય નિષાદે કહ્યું આટલું મોટુ આયોજન 2-5 જણા મરી જાય
- યુપી સરકારમાં કેબિનેટ કક્ષાના મંત્રી છે સંજય નિષાદ
પ્રયાગરાજ : કરોડો શ્રદ્ધાળુઓ મૌની અમાવસ્યા અવસરે પવિત્ર સ્નાન કરવા માટે જગ્યા શોધી રહ્યા હતા. આ દરમિયાન ભાગદોડ મચી ગઇ, જેમાં 10 થી વધારે લોકોના મોત થઇ ગયા અને અનેક શ્રદ્ધાળુઓ ઘાયલ થઇ ગયા. બીજી તરફ ઘટના પર યૂપીના મંત્રીનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે.
મહાકુંભ સંગમ ક્ષેત્રમાં 10 લોકોનાં નિપજ્યાં મોત
મહાકુંભના સંગમ ક્ષેત્રમાં બુધવારે ભાગદોડ મચવાથી 10 થી વધારે લોકોના મોત થઇ ગયા અને અનેક લોકો ઘાયલ થઇ ગયા. આ દરમિયાન કરોડો શ્રદ્ધાળુઓ મૌની અમાવસ્યાના પ્રસંગે પવિત્ર સ્નાન કરવા માટે જગ્યા શોધી રહ્યા હતા. ઉત્તર પ્રદેશ સરકારના હતાહતોની સંખ્યામાં હજી સુધી કોઇ અધિકારીક માહિતી સામે નથી આવી જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાગદોડમાં પોતાના પરિવારનોને ગુમાવનારા શ્રદ્ધાળુઓ પ્રત્યે પોતાની ઉંડી સંવેદના વ્યક્ત કરી અને ત્રાસદી અંગે દુખ વ્યક્ત કર્યું હતું.
આ પણ વાંચો : Mahakumbh: પ્રયાગરાજમાં મૌની અમાવસ્યા પર સંગમ સ્થળે 13 અખાડાઓ સ્નાન કરવા પહોંચ્યા
યુપીના મંત્રીનું અત્યંત શરમજનક અને અસંવેદનશીલ નિવેદન
બીજી તરફ યુપીના મંત્રીનું વિવાદિત અને અસંવેદનશીલ નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે કહ્યું કે, એવી નાની મોટી ઘટનાઓ થતી જ રહે છે. યુપી સરકારમાં કેબિનેટ મંત્રી સજય નિષાદે કહ્યું કે, જ્યાં સ્થળ હોય ત્યાં સ્નાન કરવા માટે અપીલ કરી. જ્યાં આટલી મોટી ભીડ થતી હોય ત્યાં આટલું બધુ પ્રબંધન હોય છે, ત્યાં આવી નાની મોટી ઘટનાઓ બનતી રહે છે.
નેતાએ ફેરવી તોળતા કહ્યું કે મારી જીભ લપસી ગઇ
જો કે નિવેદન પર ટીકા કર્યા બાદ મંત્રીની સ્પષ્ટતા પણ સામે આવી છે. તેમણે કહ્યું કે, જીભ લપસી ગઇ હતી અને આ નિવેદન નિકળી ગયું. આ ઘટનાને કારણે તમામ લોકો દુખી છે. ઘટનાના નાની નહીં પરંતુ ખુબ જ મોટી ઘટના છે. તમામ હતાહત થયેલા લોકો તથા તેમના પરિવારને તમામ સંભવ મદદ કરવા માટે પ્રયાસો કરી રહ્યા છીએ.
આ પણ વાંચો : Mahakumbh: પ્રયાગરાજમાં ભાગદોડ બાદ કેવી છે પરિસ્થિતિ? 10 કરોડથી વધારે ભક્તો સ્નાન માટે ઉમટ્યા
વિપક્ષી નેતાઓએ બનાવ્યો મુદ્દો
બીજી તરફ આ ઘટના અંગે વિપક્ષી નેતા સતત યુપી સરકારની વ્યવસ્થાઓ પર સવાલઉઠાવ્યા છે. અખિલેશ યાદવને માંગણી કરી કે, મહાકુંભમાં વિશ્વ સ્તરીય વ્યવસ્થાનો દાવો કરનારાઓમાં ભાગદોડની નૈતિક જવાબદારી લેતા પોતાના પદો પરથી રાજીનામું આપી દેવું જોઇએ. તેમણે કહ્યું કે, મહાકુંભમાં આવેલા સંત સમુદાય અને શ્રદ્ધાળુઓમાં વ્યવસ્થા પ્રત્યે વિશ્વાસ ફરીથી સ્થાપિત કરવા માટે તે જરૂરી છે કે મહાકુંભનું તંત્ર અને પ્રબંધન તત્કાલ ઉત્તર પ્રદેશ સરકારના બદલે સેનાને સોંપી દેવામાં આવવું જોઇએ.
હવે જ્યારે વિશ્વ સ્તરીય વ્યવસ્થા કરવામાં દાવાના સત્યનું સૌની સામે આવી ગયું છે. જે કોલો તે અંગે દાવો કરી રહ્યા હતા અને ખોટો પ્રચાર કરી રહ્યા હતા. તેમણે આ દુર્ઘટના અંગે લોકોને નૈતિક જવાબદારી લેતા પોતાના પદો પરથી રાજીનામું આપવું જોઇએ.
આ પણ વાંચો : અભિનેત્રી સ્મિતા સિંહે મહાકુંભની ભાગદોડ પહેલાનો વીડિયો શેર કર્યો