ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Maha Kumbh 2025 માટે સ્પેશિયલ ટ્રેનોની યાદી જાહેર, ઝડપથી કરવો ટિકિટ બુકિંગ

મહાકુંભ 2025 માટે ખાસ ટ્રેનો, IRCTC દ્વારા પ્રારંભિક તૈયારી પ્રયાગરાજ માટે 13,000 ટ્રેનો, મહાકુંભ 2025 માટે બુકિંગ શરૂ થયું મહાકુંભનો પ્રારંભ 13 મી જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ (Maha Kumbh) 2025 13 જાન્યુઆરીથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં શરૂ થવા જઈ રહી...
02:01 PM Jan 10, 2025 IST | Dhruv Parmar
મહાકુંભ 2025 માટે ખાસ ટ્રેનો, IRCTC દ્વારા પ્રારંભિક તૈયારી પ્રયાગરાજ માટે 13,000 ટ્રેનો, મહાકુંભ 2025 માટે બુકિંગ શરૂ થયું મહાકુંભનો પ્રારંભ 13 મી જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ (Maha Kumbh) 2025 13 જાન્યુઆરીથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં શરૂ થવા જઈ રહી...

મહાકુંભ (Maha Kumbh) 2025 13 જાન્યુઆરીથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં શરૂ થવા જઈ રહી છે. આ માટે રાજ્ય સરકારની સાથે ભારતીય રેલ્વેએ પણ સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. IRCTC એ મહાકુંભ (Maha Kumbh) 2025 માટે પ્રયાગરાજમાં મહાકુંભ (Maha Kumbh) ગ્રામ ટેન્ટ સિટીની વ્યવસ્થા કરી છે. આ સાથે લોકોની સુવિધા માટે ઘણી વિશેષ ટ્રેનો ચલાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. જાણો ક્યાંથી દોડશે રેલ્વેની આ સ્પેશિયલ ટ્રેનો.

ભારતીય રેલ્વેએ કુંભ પહેલા અને પછી 13,000 ટ્રેનો દોડાવવાની યોજના બનાવી છે. જેમાં 10,000 નિયમિત ટ્રેનો અને 3,000 સ્પેશિયલ ટ્રેનોનો સમાવેશ થશે. આ સમયગાળા દરમિયાન, લગભગ 700 લાંબા અંતરની વિશેષ ટ્રેનો દોડશે. આ સિવાય 1800 ટૂંકા અંતરની ટ્રેનો (200-300 કિલોમીટરનું અંતર આવરી લેતી) દોડશે.

આ પણ વાંચો : Maha Kumbh 2025 માં બોલિવૂડના અવાજો ગુંજશે, સાંસ્કૃતિક મંત્રાલયે જાહેર કરી ગાયકોની યાદી

મહાકુંભનો પ્રારંભ 13 મી જાન્યુઆરીથી શરૂ થશે...

ઉત્તર પ્રદેશના પવિત્ર શહેર પ્રયાગરાજમાં આ દિવસોમાં ઘણી ગતિવિધિઓ ચાલી રહી છે. અહીં મહાકુંભ (Maha Kumbh) 2025 ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ મહાકુંભ (Maha Kumbh) શરૂ થવામાં માત્ર 3 દિવસ બાકી છે અને તે 13 મી જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યો છે. અહીં પ્રથમ શાહી સ્નાન 14મી જાન્યુઆરીએ થવાનું છે. બોલિવૂડના સુપરસ્ટાર સિંગર્સ પણ આ મહાકુંભ (Maha Kumbh)ની ધમાલમાં પોતાનો અવાજ ઉમેરવાના છે. શંકર મહાદેવનથી લઈને કૈલાશ ખેર અને મોહિત ચૌહાણ સુધી બોલિવૂડ સિંગર્સ પોતાના અવાજથી લોકોને મંત્રમુગ્ધ કરવાનો પ્રયાસ કરશે. સાંસ્કૃતિક મંત્રાલયે ગઈકાલે ગાયકોની સંપૂર્ણ યાદી જાહેર કરી છે. મોહિત ચૌહાણ, શંકર મહાદેવન અને કૈલાશ ખેર જેવા દિગ્ગજ ગાયકો આ યાદીમાં સામેલ થવા જઈ રહ્યા છે.

આ પણ વાંચો : Mahakumbh 2025: નાગા સાધુઓ કરે છે આ 17 શણગાર, ત્યારબાદ શાહી સ્નાન માટે વધે છે!

આ સિંગરો કરશે પર્ફોમન્સ...

પ્રથમ દિવસે શંકર મહાદેવનના પરફોર્મન્સથી ફેસ્ટિવલની શરૂઆત થશે. અંતિમ દિવસે મોહિત ચૌહાણ તેમના ભાવપૂર્ણ સંગીત સાથે કાર્યક્રમનું સમાપન કરશે. આખા મહાકુંભ (Maha Kumbh) દરમિયાન, કૈલાશ ખેર, શાન મુખર્જી, હરિહરન, કવિતા કૃષ્ણમૂર્તિ, કવિતા સેઠ, ઋષભ રિખીરામ શર્મા, શોવના નારાયણ, ડૉ. એલ. સુબ્રમણ્યમ, બિક્રમ ઘોષ, માલિની અવસ્થી સહિતના ઘણા વખાણાયેલા ગાયકો અને ઘણા વધુ તેમના અવાજનો પ્રસાર કરશે. . સાંસ્કૃતિક મંત્રાલયે એક પ્રેસ રિલીઝ જારી કરીને કહ્યું છે કે આ કાર્યક્રમોનો હેતુ ભક્તો માટે મંત્રમુગ્ધ આધ્યાત્મિક વાતાવરણ બનાવવાનો છે. દરમિયાન ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથે મહાકુંભ (Maha Kumbh)ની તૈયારીઓની સમીક્ષા કરવા પ્રયાગરાજની મુલાકાત લીધી હતી. તેમણે વિવિધ અખાડાઓની મુલાકાત લીધી અને સાધુઓને મળ્યા. તેમની મુલાકાત દરમિયાન, CM એ સંગમ ઘાટ વિસ્તારમાં 'નિષાદરાજ' ક્રુઝ પર સવારી પણ કરી હતી અને તૈયારીઓનો સર્વે કર્યો હતો. આ પ્રવાસ દરમિયાન અધિકારીઓ પણ તેમની સાથે હતા.

આ પણ વાંચો : Maha Kumbh 2025 : સંગમમાં ડૂબકી લગાવશે સ્ટીવ જોબ્સની પત્ની લોરેન પોવેલ

Tags :
Dhruv ParmarGuajrati NewsGUJARAT FIRST NEWSIndiaIndian RailwaysIndian Railways Kumbh Mela special trainsIRCTCKumbh Mela 2025 train arrangementsKumbh Mela 2025 train bookingNationalPrayagraj special train services
Next Article