ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Mahakumbh 2025 : ત્રિવેણી સંગમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું અમૃત સ્નાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પવિત્ર મહાકુંભ મેળામાં આસ્થાની ડૂબકી લગાવી છે.
01:43 PM Feb 07, 2025 IST | Vipul Sen
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પવિત્ર મહાકુંભ મેળામાં આસ્થાની ડૂબકી લગાવી છે.
CM_Gujarat_first
  1. CM Bhupendra Patel પ્રયાગરાજની મુલાકાતે
  2. CM ભૂપેન્દ્ર પટેલે મહાકુંભમાં અમૃત સ્નાન કર્યું
  3. CM અરેલ ઘાટથી નૌકા માર્ગે ત્રિવેણી સંગમ ગયા હતા
  4. મુખ્યમંત્રીએ હનુમાન મંદિરમાં દર્શન અને પૂજા પણ કરી

Mahakumbh 2025 : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) પ્રયાગરાજની મુલાકાતે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ હવે ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પવિત્ર મહાકુંભ મેળામાં આસ્થાની ડૂબકી લગાવી છે. આ પૂર્વે સવારે 9:30 કલાકે મુખ્યમંત્રી પ્રયાગરાજ પહોંચીને બડે હનુમાનજી મંદિરમાં (Bade Hanumanji Temple) દર્શન અને પૂજા કરી હતી. મહાકુંભમાં ગુજરાત પેવેલિયનની મુલાકાત બાદ મુખ્યમંત્રી સાંજે ગાંધીનગર (Gandhinagar) પરત ફરશે.

આ પણ વાંચો - Gujarat Police ભરતીનાં ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર, લેખિત પરીક્ષા અંગે થઈ જાહેરાત!

CM ભૂપેન્દ્ર પટેલે મહાકુંભમાં અમૃત સ્નાન કર્યું

ઉત્તર પ્રદેશનાં પ્રયાગરાજમાં (Prayagraj) મહાકુંભ મેળાનું આયોજન કરાયું છે, જેમાં વિશ્વભરમાંથી કરોડો શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે અને ત્રિવેણી સંગમ (Triveni Sangam) ખાતે પવિત્ર સ્નાન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) પણ 5 ફેબ્રુઆરીનાં રોજ ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી હતી. ત્યારે આજે ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાકુંભમાં અમૃત સ્નાન કર્યું છે. જણાવી દઈએ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે પ્રયાગરાજની મુલાકાતે છે. અહીં, સવારે 9:30 કલાકે મુખ્યમંત્રીએ બડે હનુમાનજી મંદિરમાં દર્શન કર્યા હતા અને પૂજા કરી આશીર્વાદ મેળવ્યા હતા.

આ પણ વાંચો - Patidar Andolan અંગે મોટા સમાચાર, રાજદ્રોહ સહિતનાં કેસ પાછા ખેચાયાં! જાણો આગેવાનોની પ્રતિક્રિયા

CM અરેલ ઘાટથી નૌકા માર્ગે ત્રિવેણી સંગમ પહોંચ્યા હતા

ત્યાર બાદ CM ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) મહાકુંભમાં અરેલ ઘાટથી નૌકા માર્ગે ત્રિવેણી સંગમ પહોંચ્યા હતા અને ત્રિવેણી સંગમ (Mahakumbh 2025) ખાતે અમૃત સ્નાન કર્યું છે. પ્રયાગરાજનાં પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત સરકારનાં પ્રવાસન વિભાગ દ્વારા પ્રયાગરાજમાં ઊભા કરવામાં આવેલા ગુજરાત પેવેલિયનની મુલાકાત કરશે અને સાંજે ગાંધીનગર પરત આવશે.

આ પણ વાંચો - BZ જેવું જ કૌભાંડ Anand માં! હરિધામ સોખડાનાં હરિભક્તે NRI યુવકને લગાવ્યો 1.30 કરોડનો ચૂનો!

Tags :
Bade Hanumanji TempleCM Bhupendra Patel in PrayagrajGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsLatest News In GujaratiMahakumbh Mela 2025News In Gujaratipm narendra modiUttar Pradesh
Next Article