Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આ કારણે વર્ષમાં બે વખત મનાવવામાં આવે છે Maharana Pratap Jayanti

મહારાણા પ્રતાપસિંહ સિસોદિયા જેમના શૌર્ય અને બલિદાનની ગાથા આજે પણ દેશમાં ચારેકોર ગુંજે છે. મહારાણા પ્રતાપ ભારતના મહાન શૂરવીર હતા. તેમનો જન્મ 9મી મે 1540ના દિવસે રાજપૂત પરિવારમાં થયો હતો. પિતા ઉદય સિંહ મેવાડા વંશના શાસક હતા. મહારાણા પ્રતાપ તેમના...
આ કારણે વર્ષમાં બે વખત મનાવવામાં આવે છે maharana pratap jayanti
Advertisement

મહારાણા પ્રતાપસિંહ સિસોદિયા જેમના શૌર્ય અને બલિદાનની ગાથા આજે પણ દેશમાં ચારેકોર ગુંજે છે. મહારાણા પ્રતાપ ભારતના મહાન શૂરવીર હતા. તેમનો જન્મ 9મી મે 1540ના દિવસે રાજપૂત પરિવારમાં થયો હતો. પિતા ઉદય સિંહ મેવાડા વંશના શાસક હતા. મહારાણા પ્રતાપ તેમના મોટા પુત્ર હતા. મહારાણા પ્રતાપને ત્રણ નાના ભાઈઓ અને બે સાવકી બહેનો હતી. શૂરવીર મહારાણા પ્રતાપે મુઘલોના અતિક્રમણ સામે અસંખ્ય યુદ્ધો લડ્યા હતા. તેણે અકબરને યુદ્ધમાં ત્રણ વખત (વર્ષ 1577, 1578 અને 1579) હરાવ્યો હતો.

  • કહેવાય છે કે મહારાણા પ્રતાપે જંગલમાં ઘાસની રોટલી ખાધી અને જમીન પર સૂઈને રાત વિતાવી, પરંતુ અકબર સામે ક્યારેય હાર ન માની. એવું પણ કહેવાય છે કે મહારાણા પ્રતાપ પોતાની તલવાર વડે ઘોડાની સાથે દુશ્મનોને એક જ વારમાં બે ટુકડા કરી નાખતા હતા.

વર્ષમાં બે વખત મનાવવામાં આવે છે Maharana Pratap Jayanti

Advertisement

મહારાણા પ્રતાપનો જન્મદિવસ વર્ષમાં બે વખત મનાવવામાં આવે છે. 9મી મે 2023એ તેમની 486મી વર્ષગાંઠ મનાવવામાં આવી રહે છે. કેટલાક વિશેષ કારણોથી મહારાણા પ્રતાપની બે જયંતિ મનાવવામાં આવે છે. તેમાંથી એક તારીખ અંગ્રેજી કેલેન્ડર અનુસાર 9 મે 1540 છે, જ્યારે ઘણાં લોકો તેમનો જન્મદિન હિંદુ પંચાગ અનુસાર જેઠ માસની ત્રીજના ગુરૂ પુષ્ય નક્ષત્ર મનાવે છે.

Advertisement

વિશાળ વ્યક્તિત્વ

સિસોદિયા વંશના શૂરવીર મહારાણા પ્રતાપ સિંહનું વિશાળ વ્યક્તિત્વ હતું તેમની ઉંચાઈ 7 ફુટ 5 ઈંચ હતી જોકે અકબરની લંબાઈથી ખુબ વધારે હતી. તેમના બળશાળી શરીરનું વજન 110 કિલોગ્રામ હતુ. યુધ્ધના મેદાનમાં 104 કિલોની બે તલવારો પોતાના સાથે રાખતા હતા. તેમના ભાલાનું વજન 80 કિલો અને કવચનું વજન 72 કિલો હતું. મહારાણા પ્રતાપનો ઘોડો ચેતક ખુબ તાકાતવાન હતો. તેમની પાસે એક હાથી પણ હતો જેનું નામ રામપ્રસાદ હતું તે ખુબ શક્તિશાળી હતો.

આ પણ વાંચો : યાત્રિકોમાં ઉત્સાહ, ચારધામની મુલાકાતે આવનાર શ્રદ્ધાળુઓની સંખ્યા પાંચ લાખને પાર

Tags :
Advertisement

.

×