Maharashtra Assembly Election : ગૃહમંત્રી અમિત શાહના હેલિકોપ્ટરની થઇ તપાસ!
- કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હેલિકોપ્ટરની ચેકિંગ!
- અમિત શાહે X પર તેનો વીડિયો શેર કર્યો
- ભાજપ નિષ્પક્ષ ચૂંટણી અને તંદુરસ્ત ચૂંટણી વ્યવસ્થામાં વિશ્વાસ રાખે છે : અમિત શાહ
Maharashtra Assembly Election : મહારાષ્ટ્રમાં 20મી નવેમ્બરે યોજાનારી વિધાનસભા ચૂંટણીના ઉત્તેજના વચ્ચે ઉદ્ધવ ઠાકરેની બેગ ચેક (Uddhav Thackeray's bag checking) કરવાનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. તેમણે આને વિપક્ષને હેરાન કરવાનું ષડયંત્ર (conspiracy) ગણાવ્યું હતું. આ પછી ભાજપે (BJP) એક વીડિયો (Video) જાહેર કર્યો હતો અને જણાવ્યું હતું કે કેવી રીતે દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) જ્યારે એક કાર્યક્રમમાં પહોંચ્યા ત્યારે તેમની બેગની પણ તપાસ કરવામાં આવી હતી. દરમિયાન આજે ગૃહમંત્રી અમિત શાહ (Home Minister Amit Shah's helicopter) ના હેલિકોપ્ટરનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું છે. ખુદ અમિત શાહે X પર તેનો વીડિયો શેર કર્યો છે. ચૂંટણી રેલીને સંબોધવા માટે તેઓ આજે હિંગોલી પહોંચ્યા ત્યારે ત્યાં હાજર ચૂંટણી પંચના અધિકારીઓએ તેમના હેલિકોપ્ટરની તપાસ કરી હતી.
ગૃહમંત્રી અમિત શાહના હેલિકોપ્ટરની ચેકિંગ
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. હાલમાં અહીં બેગ તપાસનો મુદ્દો સૌથી વધુ ચર્ચામાં છે, ત્યારે આજે એક વીડિયો સામે આવ્યો જેમા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હેલિકોપ્ટરની ચેકિંગ કરવામાં આવી રહી હતી. જોકે, આ વીડિયોને ગૃહમંત્રી અમિત શાહે પણ શેર કર્યો છે. આ સાથે તેમણે કેપ્શનમાં લખ્યું કે, આજે મહારાષ્ટ્રની હિંગોલી વિધાનસભામાં ચૂંટણી પ્રચાર દરમિયાન ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા મારા હેલિકોપ્ટરની તપાસ કરવામાં આવી હતી. ભાજપ નિષ્પક્ષ ચૂંટણી અને તંદુરસ્ત ચૂંટણી વ્યવસ્થામાં વિશ્વાસ રાખે છે અને માનનીય ચૂંટણી પંચ દ્વારા બનાવેલા તમામ નિયમોનું પાલન કરે છે. આપણે બધાએ તંદુરસ્ત ચૂંટણી પ્રણાલીમાં યોગદાન આપવું જોઈએ અને ભારતને વિશ્વની સૌથી મજબૂત લોકશાહી બનાવી રાખવા માટે આપણી ફરજો નિભાવવી જોઈએ.
आज महाराष्ट्र की हिंगोली विधानसभा में चुनाव प्रचार के दौरान चुनाव आयोग के अधिकारियों के द्वारा मेरे हेलिकॉप्टर की जाँच की गई।
भाजपा निष्पक्ष चुनाव और स्वस्थ चुनाव प्रणाली में विश्वास रखती है और माननीय चुनाव आयोग द्वारा बनाए गए सभी नियमों का पालन करती है।
एक स्वस्थ चुनाव… pic.twitter.com/70gjuH2ZfT
— Amit Shah (@AmitShah) November 15, 2024
તપાસ દ્વારા વિપક્ષને સ્પષ્ટ સંદેશ
ગૃહમંત્રી અમિત શાહે શેર કરેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ચૂંટણી અધિકારીઓ તેમના હેલિકોપ્ટરની તપાસ કરી રહ્યા છે. જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા લાતુર અને યવતમાલ જિલ્લામાં પહોંચ્યા બાદ ચૂંટણી પંચના અધિકારીઓએ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની 'બેગ' તપાસી હતી. આ તપાસ સાથે સંબંધિત એક વીડિયો શેર કરતી વખતે ઠાકરેએ પૂછ્યું હતું કે શું આ જ નિયમો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સત્તાધારી ગઠબંધનના અન્ય વરિષ્ઠ નેતાઓ પર તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન લાગુ કરવામાં આવશે. આ ઘટના બાદ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની બેગની પણ તપાસ કરવામાં આવી હતી અને તેનો વીડિયો પણ સામે આવ્યો હતો. આ રીતે એક સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે કોઇ પણ મોટા નેતા હશે જરૂર લાગશે ત્યારે ચેકિંગ કરવામાં આવશે.
આ પણ વાંચો: PM મોદી અઠવાડિયામાં 100 કલાક કામ કરી શકે તો આપણે કેમ નહીં? : નારાયણ મૂર્તિ


