શપથ ગ્રહણ સમારોહમાં બોલિવૂડ અને બિઝનેસ જગતના દિગ્ગજ હાજર, Video
- મહારાષ્ટ્રમાં ત્રીજીવાર ફડણવીસ મુખ્યમંત્રી બનશે
- ફડણવીસના શપથ સમારોહમાં બોલિવૂડ અને બિઝનેસ દિગ્ગજ હાજર
- શપથ સમારોહમાં PM મોદી અને VVIP મહેમાનોની હાજરી
- સચિન તેંડુલકર, સલમાન ખાન સહિત સ્ટાર મહેમાનો હાજર
- મહારાષ્ટ્રમાં નવી સરકારના શપથ સમારોહની તૈયારીઓ
Oath Ceremony : મહારાષ્ટ્રમાં થોડી જ વારમાં નવી સરકારનું ગઠન થવા જઈ રહ્યું છે. ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ ત્રીજીવાર મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આ સમારોહ ગુરુવારે સાંજે આઝાદ મેદાનમાં યોજાશે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અનેક મહાનુભાવો હાજરી આપશે. ફડણવીસ સાથે ડેપ્યુટી સીએમ તરીકે એકનાથ શિંદે અને અજિત પવાર પણ શપથ લેશે. કેબિનેટના અન્ય મંત્રીઓનો શપથ ગ્રહણ કાર્યક્રમ પછી યોજાશે. ઉદ્ધવ ઠાકરે, રાજ ઠાકરે અને શરદ પવારે આ સમારોહથી અંતર જાળવ્યું છે. આ પ્રસંગે રાજકારણ, બિઝનેસ અને ફિલ્મ જગતની ઘણી જાણીતી હસ્તીઓ હાજરી આપશે.
ભવ્ય સમારોહમાં બોલિવૂડ અને બિઝનેસ જગતના દિગ્ગજ હાજર
આ સમારોહમાં બોલિવૂડના સુપરસ્ટાર્સ પણ મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. જેમાં સલમાન ખાન, સંજય દત્ત અને શાહરુખ ખાનનું નામ સામેલ છે. સાથે જ ક્રિકેટ જગતના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે. બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી, નીતા અંબાણી, રાધિકા અને અનંત અંબાણી ઉપરાંત ગૌતમ અદાણી, કુમાર મંગલમ બિરલા, નોએલ ટાટા અને દીપક પરીખ પણ મહોમાનોની યાદીમાં છે. આ ઉપરાંત પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ પણ આ યાદીમાં સામેલ છે.
ત્રીજીવાર મુખ્યમંત્રી પદે ફડણવીસ
દેવેન્દ્ર ફડણવીસ 54 વર્ષની ઉંમરે ત્રીજીવાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનશે. તેમના નેતૃત્વમાં મહાયુતિ ગઠબંધન, જેમાં ભાજપ, શિવસેના અને એનસીપી સામેલ છે, રાજ્યમાં નવી સરકારનું ગઠન કરશે. ફડણવીસે ભાજપ વિધાયક દળના નેતા તરીકે સમર્થન મેળવ્યું છે. તેમની સાથે, શિંદે અને અજિત પવારએ ડેપ્યુટી સીએમ પદ માટે સંમતિ વ્યક્ત કરી છે. આ શપથ ગ્રહણ સમારોહમાં કુલ 42,000 લોકો હાજરી આપશે, જેમાં 2,000 જેટલા VVIP મહેમાનો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચો: ફડણવીસના શપથ ગ્રહણમાં PM મોદી સહિત 42 હજાર લોકો રહેશે હાજર, આ નેતાઓ નહીં જોવા મળે!