Maharashtra cabinet ની યાદી થઈ જાહેર, જાણો કોની પાસે કઈ સત્તા?
- ગૃહ વિભાગ આગામી સમયમાં પણ BJP ની પાસે જ રહેશે
- NCP ક્વોટામાંથી 10 ધારાસભ્યો શપથ લે તેવી શક્યતા છે
- આ મંત્રાલયોની જવાબદારી કોને મળશે તે હજુ સ્પષ્ટ થયું નથી
Maharashtra cabinet expansion : આજરોજ મહારાષ્ટ્ર સરકારમાં દેવેન્દ્ર ફડણવીસના કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. ત્યારે આજરોજ સાંજે 4 વાગ્યે શપથ ગ્રહણનું આયોજન કરવામાં આવ્યું છે. આ શપથ ગ્રહણ સમારોહમાં 39 ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લેશે. જોકે ગૃહ વિભાગ આગામી સમયમાં પણ BJP ની પાસે જ રહેશે. તે ઉપરાંત BJP એ પોતાની પાસે ગૃહ, મહેસૂલ, સિંચાઈ અને શિક્ષણ વિભાગો પોતાની પાસે રાખ્યા છે. ત્યારે આ મંત્રાલયના અધિપતિ કોણ રહેશે, તેનું નામ શપથ ગ્રહણ સમારોહમાં જાહેર કરવામાં આવશે.
NCP ક્વોટામાંથી 10 ધારાસભ્યો શપથ લે તેવી શક્યતા છે
કેબિનેટ વિસ્તરણમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના શપથ ગ્રહણ માટે નાગપુરની પસંદગી કરવામાં આવી છે. ત્યારે નાગપુરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. BJP ના ખાતામાંથી 20 ધારાસભ્યો મંત્રી બનશે, પરંતુ પાર્ટી કેટલાક મંત્રી પદ ખાલી રાખી શકે છે. આ સિવાય શિવસેના ક્વોટામાંથી 13 અને NCP ક્વોટામાંથી 10 ધારાસભ્યો શપથ લે તેવી શક્યતા છે.
આ મંત્રાલયોની જવાબદારી કોને મળશે તે હજુ સ્પષ્ટ થયું નથી
કહેવામાં આવી રહ્યું છે કે શિવસેનાને શહેરી વિકાસ, આવાસ, ઉદ્યોગ, આરોગ્ય, પરિવહન, પર્યટન, આઈટી, મરાઠી ભાષા અને MSRDC વિભાગોની જવાબદારી મળશે. તો NCP ને નાણાં, સહકાર અને રમતગમત વિભાગો મળશે. જોકે આ બંને પક્ષોમાંથી આ મંત્રાલયોની જવાબદારી કોને મળશે તે હજુ સ્પષ્ટ થયું નથી. આ ઉપરાંત BJP એ ગૃહ, મહેસૂલ, વીજળી, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ અને તબીબી શિક્ષણ અને સિંચાઈની જવાબદારી પોતાની પાસે રાખી છે.
આ ધારાસભ્યો BJP ના ક્વોટામાંથી શપથ લેશે
- નિતેશ રાણે
- પંકજા મુંડે
- ગિરીશ મહાજન
- શિવેન્દ્ર રાજે
- દેવેન્દ્ર ભુયાર
- મેઘના બોર્ડીકર
- જયકુમાર રાવલ
- મંગલ પ્રભાત લોઢા
આ ધારાસભ્યો શિવસેના ક્વોટામાંથી શપથ લેશે
- ઉદય સામંત, કોંકણ
- શંભુરાજે દેસાઈ, પશ્ચિમ મહારાષ્ટ્ર
- ગુલાબરાવ પાટીલ, ઉત્તર મહારાષ્ટ્ર
- દાદા ભુસે, ઉત્તર મહારાષ્ટ્ર
- સંજય રાઠોડ, વિદર્ભ
- સંજય શિરસાટ, મરાઠવાડા
- ભરતશેઠ ગોગાવલે, રાયગઢ
- પ્રકાશ અબિટકર, પશ્ચિમ મહારાષ્ટ્ર
- યોગેશ કદમ, કોંકણ
- આશિષ જયસ્વાલ, વિદર્ભ
- પ્રતાપ સરનાઈક, થાણે
આ ધારાસભ્યો NCP ક્વોટામાંથી શપથ લેશે
- રાષ્ટ્રવાદી મંત્રી
- અદિતિ તટકરે
- બાબાસાહેબ પાટીલ
- દત્તમામા ભરને
- હસન મુશ્રીફ
- નરહરિ ઝિરવાલ
આ પણ વાંચો: Maharashtra ના મંત્રીમંડળમાં ફેરફાર!, Shiv Sena અને NCP માટે મોટા મંત્રાલયની અટકળ