Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Maharashtra muslim reservation: મહારાષ્ટ્રમાં મુસ્લિમોનો 5% કોટા સંપૂર્ણપણે સમાપ્ત, ફડણવિસ સરકારનો મોટો નિર્ણય

Maharashtra muslim reservation cancelled: મહારાષ્ટ્ર સરકારે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત મુસ્લિમ વર્ગ માટે આપવામાં આવેલા 5 ટકા અનામત સાથે જોડાયેલી તમામ પ્રશાસનિક પ્રક્રિયાઓને સંપૂર્ણપણે સમાપ્ત કરી દીધી છે. આ નિર્ણય બાદ હવે આ શ્રેણી હેઠળ તેમને લાભ નહીં મળે. હવે આના હેઠળ તેમને કોલેજોમાં પ્રવેશ કે નવા જાતિ પ્રમાણપત્ર પણ નહીં મળે.
maharashtra muslim reservation  મહારાષ્ટ્રમાં મુસ્લિમોનો 5  કોટા સંપૂર્ણપણે સમાપ્ત  ફડણવિસ સરકારનો મોટો નિર્ણય
Advertisement

. મહારાષ્ટ્રમાં મુસ્લિમ અનામતની જોગવાઈઓ સમાપ્ત
. 2014માં મુસ્લિમોને મહારાષ્ટ્રમાં અપાયું હતું 5 ટકા અનામત
. ફડણવિસ સરકારે મુસ્લિમોનો 5 ટકાનો કોટા કર્યો સમાપ્ત

Maharashtra muslim reservation cancelled: મહારાષ્ટ્ર (Maharashtra ) સરકારે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત મુસ્લિમ (Muslim) વર્ગને આપવામાં આવેલા 5 ટકા અનામત સાથે જોડાયેલી બાકીની પ્રશાસનિક પ્રક્રિયાઓને પણ સંપૂર્ણપણે સમાપ્ત કરી દીધી છે. સરકારના તાજેતરના નિર્ણય બાદ આ શ્રેણી હેઠળ કોઈપણ પ્રકારનો લાભ મળશે નહીં. મહત્ત્વપૂર્ણ છે કે 2014માં રાજ્યમાં મુસ્લિમ (Muslim) સમુદાયને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ હેઠળ 5 ટકા અનામત આપવામાં આવ્યું હતું.

Advertisement

આ અનામત (Reservation) પહેલા જ રદ્દ થઈ ચુક્યું હતું, પરંતુ તેની સાથે સંબંધિત કેટલીક પ્રક્રિયાઓ અને પ્રશાસનિક આદેશ અસરકારક માનવામાં આવી રહ્યા હતા. હવે સરકારે આ તમામ પ્રક્રિયાઓને પણ રદ્દ કરી દીધી છે.

Advertisement

આ પણ વાંચો: EWS Political Reservation માટે પાટીદાર, ક્ષત્રિય અને બ્રહ્મ સમાજ એક મંચ પર, જુઓ શું કહ્યું?

આ શ્રેણી હેઠળ નવા જાતિ પ્રમાણપત્ર આપવામાં નહીં આવે

સરકારના આદેશ મુજબ, કૉલેજ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં આ 5 ટકા અનામતના આધારે હવે પ્રવેશ નહીં આપવામાં આવે. આ શ્રેણી હેઠળ નવા જાતિ પ્રમાણપત્ર અને વૈદ્યતા પ્રમાણપત્રો પણ આપવામાં નહીં આવે. પહેલા જાહેર કરવામાં આવેલા તમામ આદેશ અને સરકારી સર્કુલર હવે અમાન્ય માનવામાં આવશે.

તેની સાથે જ મહારાષ્ટ્ર લઘુમતી વિભાગ (Minority Department) ના ઉપસચિવ મિલિંદ શેનૉયની બદલી પણ કરવામાં આવી છે. સરકારી સૂત્રો મુજબ, હવે 2014ના નિર્ણયના આધારે કોઈપણ પ્રકારની વિલંબિત કે પ્રચલિત પ્રક્રિયા આગળ વધારવામાં નહીં આવે અને તેને સંપૂર્ણપણે સમાપ્ત માનવામાં આવશે.

આ પણ વાંચો: EWS Political Reservation માટે પાટીદાર, ક્ષત્રિય અને બ્રહ્મ સમાજ એક મંચ પર, જુઓ શું કહ્યું?

કાયદો આપોઆપ સમાપ્ત થયો

જુલાઈ-2014માં એક ઓર્ડિનેન્સ દ્વારા રિઝર્વેશન (Reservation) લાવવામાં આવ્યું, સરકારી નોકરીઓ અને એજ્યુકેશનલ ઈન્સ્ટીટ્યૂશનમાં મુસ્લિમોને ફાયદો આપવા માટે લાવવામાં આવ્યું હતું. પરંતુ આ ઓર્ડિનેન્સને બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court) માં પડકારવામાં આવ્યું હતું. માત્ર ચાર માસના સ્ટે ઑર્ડર જાહેર કરી દેવામાં આવ્યો હતો, કારણ કે ઑર્ડિનેન્સ 23 ડિસેમ્બર, 2014 સુધી કાયદો બન્યો નથી, માટે તે આપોઆપ સમાપ્ત થઈ ગયો, તેનાથી તે હવે બિનઅસરકારક થઈ ગયો.

હવે સરકારે આ ક્લેરિફિકેશન જાહેર કર્યું છે કે 5 ટકા રિઝર્વેશન હેઠળ કૉલેજો અને એજ્યુકેશનલ ઈન્સ્ટીટ્યૂશનમાં એડમિશન આપવામાં નહીં આવે.

આ પણ વાંચો: ધર્માંતરણ કરીને લઘુમતી અનામત માંગનારાઓની અરજી નામંજૂર, SC એ કહ્યું-નવા પ્રકારનું ફ્રૉડ

Tags :
Advertisement

.

×