Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Maharashtra: મુંબઈમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ!

 મહારાષ્ટ્રમાં ધોધમાર વરસાદ ગુજરાતમાં ભારે વરસાદને કારણે જન જીવન પ્રભાવિત થયા પૂર્વી ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની આગાહી નવી મુંબઈમાં વરસાદને કારણે દિવાલ ધરાશાયી Mumbai Rains: મહારાષ્ટ્રના ઘણા જીલ્લાઓમાં દોધમાર વરસાદ (Mumbai Rain)વરસી રહ્યો છે. મુંબઈમાં કાળા વાદલ છવાયા છે...
maharashtra  મુંબઈમાં વાવાઝોડા સાથે  ધોધમાર વરસાદ
Advertisement
  •  મહારાષ્ટ્રમાં ધોધમાર વરસાદ
  • ગુજરાતમાં ભારે વરસાદને કારણે જન જીવન પ્રભાવિત થયા
  • પૂર્વી ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની આગાહી
  • નવી મુંબઈમાં વરસાદને કારણે દિવાલ ધરાશાયી

Mumbai Rains: મહારાષ્ટ્રના ઘણા જીલ્લાઓમાં દોધમાર વરસાદ (Mumbai Rain)વરસી રહ્યો છે. મુંબઈમાં કાળા વાદલ છવાયા છે અને વરસાદનું એલર્ટ જાહેર કરાયુ છે. સમુદ્રમાં હાઈ ટાઈડનું એલર્ટ છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર મુંબઈમાં મંગળવારે ધીમો ધીમો વરસાદ વરસશે. આ સાથે પાલઘર,ઠાણે અને અન્ય જીલ્લાઓમાં વરસાદની આગાહી છે.

ઠાણેમાં ધોધમાર વરસાદ

મહારાષ્ટ્રના ઠાણેમાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન અધિકારીઓને વૃક્ષો અને દિવાલો પડવાની ફરિયાદો મળી હતી. જો કે કોઈ વ્યક્તિના ઘાયલ થવાની માહિતી હજી સુધી મળી નથી.#Monsoon2025

Advertisement

નવી મુંબઈમાં વરસાદને કારણે દિવાલ પડી

સોમવારે સાંજે ભારે વરસાદને કારણે નવી મુંબઈના વાશીમાં એક વાણિજ્યિક વિભાગની દિવાલ પડવાથી સાત વાહનોને નુકસાન પહોંચ્યું હતું. તડવીએ જણાવ્યું હતું કે બાજુનો એક રસ્તો ઘસાઈ ગયો હતો જેના કારણે એક ટેમ્પો અને કેટલાક બે પૈડાવાળા વાહનો સહિત છ વાહનો દબાઈ ગયા.

Advertisement

આ પણ  વાંચો -કોચ્ચિ-દિલ્હી ફ્લાઈટને ઉડાવી દેવાની ધમકી, નાગપુરમાં કરાઈ ઈમરજન્સી લેન્ડિંગ

24 કલાકમાં કેટલો વરસાદ વરસ્યો?

અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટનામાં કોઈ ઘાયલ થયુ નથી. તેમણે જણાવ્યું હતું કે મંગળવારે સાંજે આઠ વાગ્યે પુરી થયેલી 24 કલાકની અવધિ દરમિયાન શહેરમાં 114.31 મિમિ વરસાદ વરસ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે આ ચોમાસામાં અત્યાર સુધીમાં શહેરમાં કુલ 534,31 મિમી વરસાદ વરસ્યો હતો. જો કે ગયા વર્ષે આ સમયે જ 146.45 મિમી વરસાદ થયો હતો.

આ પણ  વાંચો -G-7 Summit : PM મોદી જર્મની, કેનેડા, ઇટાલી અને યુક્રેનના નેતાઓને મળશે

યુપીમાં હવામાન કેવું રહેશે

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૧૬ થી ૨૨ જૂન દરમિયાન પૂર્વી ઉત્તર પ્રદેશમાં છૂટાછવાયાથી ભારે વરસાદની શક્યતા છે. જે ગરમીથી રાહત આપશે. આ ઉપરાંત, ૧૬ અને ૧૭ જૂને રાજસ્થાનમાં વાવાઝોડાની શક્યતા છે. ઉત્તરાખંડમાં પણ આગામી ૪ દિવસ ભારે વરસાદ પડી શકે છે. તે જ સમયે, દિલ્હીમાં પણ આગામી થોડા દિવસો સુધી શ્રેણીબદ્ધ વરસાદ પડી શકે છે.

આગામી દેશમાં હવામાન કેવું રહેશે?

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, 16 થી 18 જૂન દરમિયાન તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ, કેરળ અને માહે, લક્ષદ્વીપ, કર્ણાટકમાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે જેમાં કેટલીક જગ્યાએ જોરદાર પવન ફૂંકાઈ શકે છે.

Tags :
Advertisement

.

×