Maharashtra: બાળાસાહેબ હયાત હોત તો ઓપરેશન સિંદૂર માટે PM મોદીને સ્વીકારતા
- ગૃહમંત્રી અમિત શાહે ભૂતપૂર્વ મુખ્યમંત્રી પ્રતિમાનું અનાવરણ
- ઓપરેશન સિંદૂરે સમગ્ર વિશ્વને સંદેશો આપ્યો
- ગોળીઓનો જવાબ ગોળીઓથી હશે
Maharashtra:દેશના ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્રના નાંદેડમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી વસંતરાવ નાઈકની પ્રતિમાનું અનાવરણ કર્યું. આ તકે તેમણે એમ કહ્યું કે, બાળા સાહેબ આજે હયાત હોત તો ઓપરેશન સિંદૂર માટે પીએમ મોદીને સ્વીકારત, તેઓ મોદીજીને ગળે લગાવત.
ઓપરેશન સિંદૂરે સમગ્ર વિશ્વને સંદેશો આપ્યો
ગૃહમંત્રીએ કહ્યું કે, ઓપરેશન સિંદૂરે સમગ્ર વિશ્વને સંદેશો આપ્યો છે કે, ભારતીય સેના અને ભરતવાસીઓને મુશ્કેલી ન પહોંચાડવી જોઈએ, નહિતર ગંભીર પરિણામો ભોગવવા પડશે. ઓપરેશન સિંદૂર પછી વિદેશ મોકલવામાં આવેલા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ અંગે પ્રશ્નો ઉઠાવવા બદલ ઉદ્ધવ જૂથના શિવસેના પર નિશાન પણ સાધ્યું હતું.
महाराष्ट्र के नांदेड़ में आयोजित विशाल जनसभा में बहनों-भाइयों के साथ संवाद कर रहा हूँ।
महाराष्ट्रात नांदेड येथे आयोजित विशाल जाहीर सभेत बंधू भगिनींशी संवाद साधत आहे. https://t.co/OUlXKgIF52
— Amit Shah (@AmitShah) May 26, 2025
આ પણ વાંચો -Delhi Court: WFI ના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણને મોટી રાહત, કોર્ટે POCSO કેસ કર્યો બંધ
ગોળીઓનો જવાબ ગોળીઓથી હશે
શાહે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંદેશ આપી જ દીધો છે કે, જો કોઈ નિર્દોષ નાગરિકો પર હુમલો કરશે તો ગોળીઓનો જવાબ ગોળીઓથી હશે. પાકિસ્તાની આતંકવાદીઓને શોધીને મારી નાંખશે. દીકરીઓના કપાળ પર સિંદૂર લગાવવું સસ્તું નથી, જે કોઈ તેમને નુકસાન પહોંચાડશે તેને લોહીથી જવાબ આપવો પડશે.
આ પણ વાંચો -Tej pratap yadav : ચૂંટણીને લઇને નાટકો છે, યાદવ પરિવાર અંગે ઐશ્વર્યાનો આરોપ
મોદીની સરકાર અહીં 11 વર્ષથી છે
વડાપ્રધાને સ્પષ્ટ કરી દીધું છે કે, લોહી અને પાણી એકસાથે વહેશે નહીં, પરંતુ ઉદ્ધવ ઠાકરેની પાર્ટીનું શું થયું છે તે કોણ જાણે છે, જો બાળા સાહેબ આજે અહીં હોત, તો તેઓ ઓપરેશન સિંદૂર માટે પીએમ મોદીને સ્વીકારત. અમિત શાહે કહ્યું કે, પાકિસ્તાન ભૂલી ગયું છે કે મોદીની સરકાર અહીં 11 વર્ષથી છે.