Maharashtra: દેશભક્તિ અને અનુશાસન માટે મહારાષ્ટ્ર સરકારની મોટી પહેલ
- મહારાષ્ટ્રમાં શિક્ષણ મંત્રી મોટો જાહેરાત
- ધોરણ-1થી બાળકોને સૈન્યશિક્ષા આપશે
- શિક્ષકોને અલગથી ટ્રેનિંગ અપાશે
Maharashtra : મહારાષ્ટ્ર સરકારના શિક્ષણ મંત્રી (MaharashtraSchools)દાદા ભુસે એક જાહેરાત કરી છે કે હવેથી રાજ્ય સરકાર વિદ્યાર્થીઓના માનસ પર દેશભક્તિ, અનુશાસન અને શારીરિક (Students) )ફિટનેસને પ્રોત્સાહન મળે તે માટે ધોરણ-1થી બાળકોને સૈન્યશિક્ષા આપશે.
મહારાષ્ટ્ર સરકાર મોટો નિર્ણય
ભૂસેએ આગળ કહ્યુ કે ધોરણ-1થી જ શિક્ષણની સાથે સાથે સૈન્ય જેવી ટ્રેનિંગ મળે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.મંત્રી ભૂસેએ જણાવ્યુ કે આ પહેલથી વિદ્યાર્થીઓને સૈન્યના અનુશાસન, વ્યાયામ અને રાષ્ટ્રસેવાની ભાવના સાથે જોડાશે. પ્રશિક્ષણ માટે સેવાનિવૃત્ત સૈનિકોની સેવા લેવાશે જેથી બાળકોને યોગ્ય માર્ગદર્શન અને પ્રેરણા મળી શકે.દેશના નાના બાળકોની દેશભક્તિ, શારીરિક વ્યાયામનું મહત્વ અને અનુશાસનમાં કેવી રીતે રહેવુ તેનાથી વિદ્યાર્થીઓને પ્રશિક્ષિત કરાશે
STORY | Basic military training to be given to students from Class 1 in Maharashtra: Minister
READ: https://t.co/oYRwAMSZOa pic.twitter.com/26bDSoVCUn
— Press Trust of India (@PTI_News) June 3, 2025
આ પણ વાંચો -Operation Sindoor: ભારત ન્યૂક્લિયરની ધમકી સહન નહી કરે, CDSનું મોટુ નિવેદન
શિક્ષકોને અલગથી ટ્રેનિંગ અપાશે
ભૂસેએ આગળ કહ્યુ કે ધોરણ-1થી જ શિક્ષણની સાથે સાથે સૈન્ય જેવી ટ્રેનિંગ મળે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. આનથી દેશના નાના બાળકોની દેશભક્તિ, શારીરિક વ્યાયામનું મહત્વ અને અનુશાસનમાં કેવી રીતે રહેવુ તેનાથી વિદ્યાર્થીઓને પ્રશિક્ષિત કરાશે. આ મામલે CM દેવેન્દ્ર ફડણવીસે પ્રસ્તાવને સકારાત્મક પ્રતિક્રિયા આપી છે. શિવસેનાના મંત્રીએ કહ્યુ કે આ પ્રસ્તાવ લાગુ કરવા માટે શિક્ષકોને અલગથી ટ્રેનિંગ અપાશે, રમત ગમત ક્ષેત્રના પીટી ટીચરોને અલગથી ટ્રેનિંગ અપાશે. (NCC), સ્કાઉટ અને ગાઇડ સાથે 2.5 લાખ પૂર્વ સૈનિકોની મદદ લેવામાં આવશે.
આ પણ વાંચો -PK ની મુશ્કેલીઓ વધી, નીતિશ કુમારના મંત્રીએ કેસ દાખલ કર્યો, જાણો શું છે આખો મામલો?
સૈન્ય પ્રશિક્ષણ દેવામાં મહારાષ્ટ્ર દેશનું પહેલુ રાજ્ય બનશે
મામલે પુરો સહયોગ આપવાનું આશ્વાસન આપવામાં આવ્યુ છે. મહારાષ્ટ્ર દેશનું એવુ પહેલુ રાજ્ય છે જ્યાં આ રીતે પ્રાથમિક રીતે શિક્ષણની સાથે સાથે મિલીટ્રી ટ્રેનિંગ આપવામાં આવશે. આગામી સમયમાં આ યોજનાનું એક મોડલ તૈયાર કરાશે જેનાથી બીજા રાજ્યોને પણ પ્રેરણા મળે.
સ્કુલી બાળકોના પરિજનોએ નારાજગી દર્શાવી
રાજ્ય સરકારના આ નિર્ણયથી સ્કુલી બાળકોના પરિજનોએ નારાજગી દર્શાવી છે. કેટલાક માતા-પિતાનપં કહેવુ છે કે અમે અમારા બાળકોને સૈન્યમાં જોડાવા નથી માગતા અમારા બાળકોને શિક્ષણ માગે એજ બહુ છે. નાના બાળકોને આ રીતની આકરી ટ્રેનિંગ આપવાથી તેમના પર દબાણ આવશે. આ તમામ વાત પર મંત્રીએ કહ્યુ કે માતા-પિતા બાળકોના ભવિષ્યને લઇને ચિંતા કરે તે સહજ છે આ કોઇ એવી મુશ્કેલ ટ્રેનીંગ નથી. જે બાળકો પર થોપવામાં આવે. આનો ઉદ્દેશ્ય ફક્ત બાળકોમાં રહેલી દેશભકિત જગાવવાનો જ છે.