Mumbai Rain : મુંબઈમાં મેઘરાજાની એન્ટ્રી! કાળઝાળ ગરમીથી મુંબઈકરોને મળી મોટી રાહત! જુઓ Video
Mumbai Rain : માયાનગરી મુંબઈના હવામાનમાં આજે અચાનક પલટો જોવા મળ્યો હતો. સવારથી જ શહેરના અનેક વિસ્તારોમાં ધીમીધારે ઝરમર વરસાદ શરૂ થતા વાતાવરણ ખુશનુમા બની ગયું છે. લાંબા સમયથી ગરમી અને બફારાનો સામનો કરી રહેલા મુંબઈકરોને આ વરસાદથી મોટી રાહત મળી છે.
Mumbai Rain :પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની અસર
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં સર્જાયેલી પ્રિ-મોન્સૂન એક્ટિવિટીને કારણે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા છે. વહેલી સવારથી જ આકાશમાં વાદળછાયું વાતાવરણ હતું, ત્યારબાદ શરૂ થયેલા વરસાદે ઉકળાટભર્યા વાતાવરણમાં ઠંડક પ્રસરાવી દીધી છે.
શહેરના વાતાવરણમાં ઠંડક
મુંબઈના દાદર, અંધેરી, અને બાંદ્રા જેવા મુખ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા નોંધાયા છે. ઓફિસે જતા લોકો અને સામાન્ય જનતા માટે આ વરસાદ ગરમી સામે એક આશીર્વાદ સમાન સાબિત થયો છે. સોશિયલ મીડિયા પર પણ મુંબઈકરો વરસાદની મજા માણતા ફોટા અને વીડિયો શેર કરી રહ્યા છે. જોકે, આ વરસાદની સાથે જ આગામી દિવસોમાં ચોમાસાના આગમન અંગે પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
ઉત્તર પ્રદેશમાં હવામાનનો મિજાજ બદલાયો
બીજી તરફ ઉત્તર પ્રદેશમાં હવામાન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. લખનૌ હવામાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અતુલ કુમાર સિંહના જણાવ્યા અનુસાર, વાવાઝોડા અને વરસાદને કારણે મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી નીચે ગયું છે. ઇટાવા, આગ્રા, કન્નૌજ અને મથુરા જેવા જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. આગ્રામાં તો 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા જનજીવન પ્રભાવિત થયું હતું.
માયાનગરી મુંબઈમાં વરસાદ
વહેલી સવારથી વરસાદી માહોલ
લોકોને ગરમીમાંથી મળી રાહત
પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ#MumbaiRain #MumbaiWeather #RainUpdate #Monsoon2026 #PreMonsoon #WeatherUpdate #MumbaiNews #RainAlert #MonsoonArrival #IndiaWeather #BreakingNews #HeavyRain #WeatherNews… pic.twitter.com/ps7SQ2FtTs— Gujarat First (@GujaratFirst) May 31, 2026
હવામાન વિભાગે વારાણસી, લખનૌ, પ્રયાગરાજ, અયોધ્યા અને મેરઠ સહિત 58 જિલ્લામાં ભારે પવન અને વીજળી સાથે વરસાદની આગાહી કરી છે. લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો : Abhishek Banerjee Attack : અભિષેક બેનર્જી પર હુમલામાં પાંચની ધરપકડ, હુગલીમાં TMC રસ્તા પર ઉતરી !


