ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Maharashtra : ભગવાન રામ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરનારા NCP નેતાના બદલાયા સૂર! કહ્યું- મારો ઇરાદો..

મહારાષ્ટ્રમાં (Maharashtra) રાજકીય ઘમાસાણ વધી રહ્યું છે. શરદ પવારની એનસીપી પાર્ટીના નેતા ડો. જિતેન્દ્ર આવ્હાડે (Jitendra Awhad) ગુરુવારે ભગવાન શ્રીરામ પર વિવાદાસ્પદ નિવેદન આપીને ફસાયા છે. જિતેન્દ્ર આવ્હાડે ભગવાન રામને માંસાહારી કહ્યા હતા. આ નિવેદન પછી મહારાષ્ટ્રમાં (Maharashtra) રાજકીય ગરમાવો...
02:53 PM Jan 04, 2024 IST | Vipul Sen
મહારાષ્ટ્રમાં (Maharashtra) રાજકીય ઘમાસાણ વધી રહ્યું છે. શરદ પવારની એનસીપી પાર્ટીના નેતા ડો. જિતેન્દ્ર આવ્હાડે (Jitendra Awhad) ગુરુવારે ભગવાન શ્રીરામ પર વિવાદાસ્પદ નિવેદન આપીને ફસાયા છે. જિતેન્દ્ર આવ્હાડે ભગવાન રામને માંસાહારી કહ્યા હતા. આ નિવેદન પછી મહારાષ્ટ્રમાં (Maharashtra) રાજકીય ગરમાવો...

મહારાષ્ટ્રમાં (Maharashtra) રાજકીય ઘમાસાણ વધી રહ્યું છે. શરદ પવારની એનસીપી પાર્ટીના નેતા ડો. જિતેન્દ્ર આવ્હાડે (Jitendra Awhad) ગુરુવારે ભગવાન શ્રીરામ પર વિવાદાસ્પદ નિવેદન આપીને ફસાયા છે. જિતેન્દ્ર આવ્હાડે ભગવાન રામને માંસાહારી કહ્યા હતા. આ નિવેદન પછી મહારાષ્ટ્રમાં (Maharashtra) રાજકીય ગરમાવો જોવા મળ્યો. જો કે, વિવાદ વધુ વધતા જિતેન્દ્ર આવ્હાડે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, કોઈની ભાવનાઓને આહત કરવાનો તેમનો ઇરાદો નહોતો.

એનસીપી નેતા જિતેન્દ્ર આવ્હાડે કહ્યું કે, રામાયણ વાંચો, તમને સ્પષ્ટ થઈ જશે કે શું લખ્યું છે. પરંતુ, જો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો હું ખેદ વ્યક્ત કરું છું. હું કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માંગતો ન હતો. છોકરીઓને ઉપાડનાર વ્યક્તિનું નામ પણ રામ છે અને તે મારા પર આરોપ લગાવી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, 22 તારીખ સુધી કોઈ લૉજિક પર વાત કરવામાં નહીં આવે, માત્ર ભાવનાઓ પર વાત કરવામાં આવશે. આથી હું ખેદ વ્યક્ત કરું છું. એનસીપી નેતાએ પોતાની વિરુદ્ધ નોંધાયેલ એફઆઈઆર અંગે કહ્યું કે, તેઓ કોઈ પણ એફઆઈઆરથી ડરતા નથી.

શું છે સમગ્ર મામલો?

બુધવારે મહારાષ્ટ્રના (Maharashtra) શિરડીમાં એક કાર્યક્રમ દરમિયાન આવ્હાડે કહ્યું હતું કે, ભગવાન રામ શાકાહારી નહોતા, તેઓ માંસાહારી હતા. તેમણે કહ્યું કે, જે વ્યક્તિ 14 વર્ષથી જંગલમાં રહે છે તે શાકાહારી ખોરાક શોધવા ક્યાં જશે? તેમણે જનતાને સવાલ કર્યો કે, શું આ યોગ્ય છે કે નહીં? તેમણે વધુમાં કહ્યું હતું કે, 'કોઈ ગમે તે કહે, સત્ય એ છે કે આપણને ગાંધી અને નેહરુના કારણે જ આઝાદી મળી છે. આટલી મોટી સ્વતંત્રતા ચળવળના નેતા ગાંધીજી ઓબીસી હતા, એ હકીકતમાં તેમને (RSS) સ્વીકાર્ય નથી. ગાંધીજીની હત્યા પાછળનું સાચું કારણ જાતિવાદ હતું.

આ પણ વાંચો - Mohalla Clinic : કેજરીવાલ સરકારની મુશ્કેલીઓ વધી! હવે LG એ આ મામલે કરી CBI તપાસની ભલામણ!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે:

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
BJPGhandhijiGujarat FirstGujarati NewsJitendra AwhadMaharashtramaharashtra politicsRamayanaRSSShirdiShree Ram
Next Article