Maharashtra Rain Alert : 21-08 સુધી મહારાષ્ટ્રમાં ભારે વરસાદની ચેતવણી, NDRF અને SDRF સ્ટેન્ડ બાય પર
- Maharashtra Rain Alert,
- IMD એ મહારાષ્ટ્રમાં ભારે વરસાદની ચેતવણી આપી છે
- 21 ઓગસ્ટ, 2025 સુધી મહારાષ્ટ્રમાં ભારે પવન સાથે મુશળધાર વરસાદની શક્યતા છે
- 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે ગાજવીજ સાથે પવન ફૂંકવાની પણ શક્યતા છે
Maharashtra Rain Alert : ભારતીય હવામાન વિભાગ (IMD) એ મહારાષ્ટ્રમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. 21 ઓગસ્ટ, 2025 સુધી મહારાષ્ટ્રમાં ભારે પવન સાથે મુશળધાર વરસાદની શક્યતા છે. કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. મરાઠવાડામાં ઘણી જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પડશે. 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે ગાજવીજ સાથે પવન ફૂંકવાની પણ શક્યતા છે.
Maharashtra Rain Alert Gujarat First-17-08-2025-
સચેત એપ દ્વારા એલર્ટ ન્યૂઝ મોકલાયા
કોંકણ કિનારે રહેતા માછીમારો માટે સૌથી મોટી ચેતવણી જારી કરવામાં આવી છે. 16 થી 20 ઓગસ્ટ સુધી દરિયામાં મોજા ઊંચા રહેશે અને 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. વહીવટીતંત્રે સ્પષ્ટપણે કહ્યું છે કે, આ સમય દરમિયાન માછીમારોએ દરિયામાં ન જવું જોઈએ. આનાથી તેમના જીવ જોખમમાં મુકાઈ શકે છે. સચેત એપ (Sachet App) મારફતે લોકોને હવામાનની નવીનતમ માહિતી અને એલર્ટ ન્યૂઝ મોકલવામાં આવી રહ્યા છે. આ એપ દ્વારા નાગરિકોને પૂર, વરસાદ અને આફતો સંબંધિત સતત અપડેટ્સ આપવામાં આવી રહ્યા છે. વહીવટીતંત્રનું કહેવું છે કે લોકોએ અફવાઓ પર ધ્યાન ન આપવું જોઈએ અને ફક્ત સત્તાવાર ચેતવણીઓ પર વિશ્વાસ કરવો જોઈએ.
આ પણ વાંચોઃ Youtuber Elvish Yadav ના ઘરે ધડાધડ ફાયરિંગ, અજાણ્યા શખ્સોએ દહેશત મચાવી
નદીઓ ગાંડીતૂર બની
Maharashtra Rain Alert અનુસાર રાજ્યમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. નદીઓમાં પણ વરસાદી પાણીની નવી આવક થઈ છે. રાયગઢ જિલ્લાની અંબા નદી બે કાંઠે વહી રહી છે. રત્નાગિરીની કુંડલિકા નદી, જગબુડી અને કોદાવલી નદીઓ ભયજનક સ્તરે વહી રહી છે. આ વિસ્તારોમાં પૂરનું જોખમ વધ્યું છે. જિલ્લા વહીવટીતંત્રે લોકોને ચેતવણી જારી કરી છે અને સલામત સ્થળોએ જવાની અપીલ કરી છે. ભારે વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખીને NDRF અને SDRF ની ટીમોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.
Maharashtra Rain Alert Gujarat First-17-08-2025--
હેલ્પલાઈન નંબર જાહેર કરાયા
મહારાષ્ટ્રમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. રાજ્ય ઈમરજન્સી વર્ક સેન્ટર સંપૂર્ણપણે અને 24 કલાક કાર્યરત છે. લોકોને મદદ કરવા માટે હેલ્પલાઈન નંબર 022-22027990, 022-22794229, 022-22023039, મોબાઇલ: 9321587143 જાહેર કરવામાં આવ્યા છે. કોઈપણ નાગરિક કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક આ નંબરો પર સંપર્ક કરી શકે છે. મહારાષ્ટ્ર સરકારે જનતાને અપીલ કરી છે કે, વરસાદના દિવસોમાં બિનજરૂરી રીતે બહાર ન નીકળો. પૂરગ્રસ્ત વિસ્તારોમાં ન જાઓ અને વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરો. ખાસ કરીને ગામડાઓમાં રહેતા લોકોએ નદી અને નાળાઓ નજીક સાવધાની રાખવી જોઈએ. આગામી 5 દિવસ મહારાષ્ટ્ર માટે પડકારજનક રહેશે.
આ પણ વાંચોઃ Kathua Cloudburst : કિશ્તવાડ બાદ કઠુઆમાં વાદળ ફાટતા 4 ના મોત, 6 ઘાયલ