પત્નીની ડિલિવરી માટે આવેલા જવાનનું રોડ એક્સિડન્ટમાં મોત, સ્ટ્રેચર પર કર્યા અંતિમ દર્શન
- સંતાનનું મોઢું જુએ તે પહેલા જ સૈનિકે અકસ્માતમાં જીવ ગુમાવ્યો
- પતિના અંતિમ દર્શન કરવા માટે પત્નીને સ્ટ્રેચરમાં લાવવામાં આવી
- પરિવારમાં જન્મેની નાનકડી દિકરીને પણ પિતાના અંતિમ દર્શને લવાઇ
- પત્નીના આક્રંદ અને રૂદનને પગલે ગ્રામજનો રડી
Soldier On Paternity Leave Dies Hours Before Child's Birth : મહારાષ્ટ્રના સતારામાં કોઇ પણ કઠોર દિલ વ્યક્તિ પીગળી પડે તેવી ઘટના બની છે. ભારતીય સેનાના જવાને પોતાની પત્નીની ડિલિવરી માટે રજા લીધી હતી, અને તે પોતાના પરિવાર પાસે આવી રહ્યા હતા. દરમિયાન રસ્તામાં એક્સિડન્ટ થતા જવાને સ્થળ પર જ દમ તોડ્યો હતો. આ ઘટનાના બીજા દિવસે પરિવારમાં નાનકડી પરીનો જન્મ થયો હતો. પોતાના પતિના અંતિમ દર્શન માટે પત્ની સ્ટ્રેચરમાં આવી હતી, અને સાથે જ નવજાત બાળકીને પણ પિતાના દર્શન માટે લાવવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહ્યો છે. અને આ જોઇને લોકોની આંખાના ખૂણા ભીના થઇ રહ્યા છે.
બાઇક અને પિકઅપ વચ્ચે અકસ્માત સર્જાયો
સતારા તાલુકાના અરેડારે ગામના સૈનિક પ્રમોદ જાધવના લગ્ન એક વર્ષ પહેલા જ થયા હતા. તેમની ગર્ભવતી પત્નીને ડિલિવરી માટે સતારાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જેના માટે તેમણે આઠ દિવસની રજા લીધી હતી. શુક્રવારે રાત્રે લગભગ 11-30 કલાકે તેઓ વધે ફાટાથી સતારા જઈ રહ્યા હતા, દરમિયાન તેમની મોટરસાઇકલ જૂની આરટીઓ ઓફિસ ચોક પાસે એક પિકઅપ ટ્રક સાથે અથડાઈ હતી. રસ્તા પર પડી જવાથી તેમને માથામાં ગંભીર ઇજાઓ થઈ હતી, અને તેમણે ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો.
View this post on Instagram
આખું ગામ શોકમય બન્યું
હૃદયદ્રાવક વાત એ છે કે, રાત્રે સૈનિકનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું, તેના બીજા દિવસે સવારે તેમની પત્નીએ એક બાળકીને જન્મ આપ્યો હતો. પરંતુ તેમની પુત્રીનો ચહેરો જોવા માટે તેઓ હવે જીવિત નથી. આ દુ:ખદ ઘટનાને પગલે આરેડારે ગામ શોકમય બન્યું છે.
પત્નીના રૂદનથી તમામ હચમચી ગયા
તબીબી ઔપચારિકતાઓ પછી, શનિવારે બપોરે આરેડારે ગામના સ્મશાનગૃહમાં સૈનિક પ્રમોદ જાધવના સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમની પત્ની અને નવજાત પુત્રીને અંતિમ વિદાય આપવા માટે લાવવામાં આવ્યા હતા. તેમની પત્ની સ્ટ્રેચર પર આવ્યા હતા, તેમના આક્રંદ અને હૃદયદ્રાવક રુદનથી હાજર બધા હચમચી ગયા હતા.
પોલીસે વધુ તપાસ હાથ ધરી
આરેડારેના ગ્રામજનોએ તેમના ગામના પુત્રને આંસુભરી વિદાય આપી હતી. અકસ્માતની ઘટના અંગે શાહુપુરી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે, અને સબ-ઇન્સ્પેક્ટર (PSI) શંકર ગાયકવાડ આ બાબતની વધુ તપાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો ------- Shreyas Iyer bullet Throw : વડોદરામાં અય્યરનું તોફાન, બુલેટ જેવો થ્રો જોઈને કીવી કેપ્ટન પણ ચોંકી ગયા


