Maharashtra : TCS બાદ WIPRO માં પણ ધર્માંતરણ..! મહિલા કર્મચારીએ લગાવ્યા ગંભીર આરોપ
Maharashtra : મહારાષ્ટ્ર (Maharashtra)માં કથિત ધર્માંતરણ (Religious Conversion) અને કાર્યસ્થળ પર ઉત્પીડન (Harassment)ને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો છે. થોડા સમય પહેલા નાસિક (Nashik) સ્થિત TCS (Tata Consultancy Services) ઓફિસમાં આવા આરોપોની ચર્ચા થઈ હતી, ત્યારે હવે પુણે (Pune)ની Wipro Technologiesમાં કાર્યરત રહેલી એક પૂર્વ મહિલા કર્મચારીએ ગંભીર આક્ષેપો કરીને મામલો ગરમાવ્યો છે. મહિલાનો દાવો છે કે ધર્મ પરિવર્તનનો વિરોધ કરવા બદલ તેને નોકરી છોડવા માટે મજબૂર કરવામાં આવી હતી.
હિંજવડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
ફરિયાદી મહિલાએ પુણેના હિંજવડી (Hinjewadi) પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ બાદ પોલીસે Wiproને નોટિસ મોકલી હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર મામલે હિન્દુ જનજાગૃતિ સમિતિ (Hindu Janajagruti Samiti)એ પણ મહિલાને સમર્થન આપ્યું છે અને ઉચ્ચ સ્તરીય તપાસ (High-Level Investigation)ની માંગણી કરી છે. મહિલાએ પોતાની નોકરી પરત આપવા, ₹50 લાખનું વળતર (Compensation) અને લેખિત માફી (Written Apology)ની માંગ કરી છે.
મહિલાએ શું લગાવ્યા આરોપ?
મહિલાના જણાવ્યા અનુસાર, કંપનીમાં કેટલાક લોકો હિન્દુ મહિલાઓને નિશાન બનાવીને તેમની પર માનસિક દબાણ બનાવતા હતા. તેણીએ આરોપ લગાવ્યો કે ધીમે ધીમે વિશ્વાસમાં લઈને ધર્માંતરણ માટે પ્રેરિત કરવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. મહિલાએ કહ્યું કે જ્યારે તેણે આ બાબતોનો વિરોધ કર્યો ત્યારે તેને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. તેણે વધુમાં આરોપ લગાવ્યો કે તેની એક મહિલા સુપરવાઈઝરે શરૂઆતથી જ વ્યક્તિગત પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું હતું અને પછી તેને દુબઈ (Dubai)માં કારકિર્દી આગળ વધારવા માટે કેટલાક ઉચ્ચ અધિકારીઓ સાથે અંગત સંબંધો બનાવવાની સલાહ આપી હતી. મહિલાના જણાવ્યા મુજબ, આ પ્રકારની વાતો અને દબાણ તેને માનસિક રીતે પરેશાન કરી રહ્યા હતા.
રાજીનામું આપવા માટે દબાણ કરાયું હોવાનો દાવો (Maharashtra)
ફરિયાદી મહિલાએ દાવો કર્યો છે કે ગયા વર્ષે ઓગસ્ટ (August) દરમિયાન તેણે કંપની સમક્ષ પોતાની ફરિયાદ રજૂ કરી હતી. જોકે, યોગ્ય કાર્યવાહી થવાના બદલે તેને રાજીનામું આપવા માટે દબાણ કરવામાં આવ્યું. તેણીનું કહેવું છે કે બાદમાં તેને ધમકીઓ પણ આપવામાં આવી હતી અને કંપની વિરુદ્ધ અવાજ ઉઠાવવાથી કોઈ ફાયદો નહીં થાય તેવી વાત કહેવામાં આવી હતી. મહિલાએ જણાવ્યું કે TCSમાં સામે આવેલા સમાન કેસ વિશે જાણ્યા બાદ તેને લાગ્યું કે તેની સાથે પણ અન્યાય થયો છે. આ કારણે તેણે આખરે પોલીસનો સંપર્ક કરવાનો નિર્ણય લીધો. તેણીનો દાવો છે કે આવી ઘટનાઓ ઘણી મહિલાઓ સાથે બની હોઈ શકે છે, પરંતુ ડર અને દબાણના કારણે ઘણી મહિલાઓ આગળ આવતી નથી.
View this post on Instagram
પોલીસ તપાસ પર સૌની નજર
હાલમાં હિંજવડી પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને ફરિયાદના આધારે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બીજી તરફ, Wipro તરફથી હજુ સુધી આ આરોપો અંગે કોઈ સત્તાવાર વિગતવાર નિવેદન સામે આવ્યું નથી. હવે તપાસના પરિણામો બાદ જ આ સમગ્ર મામલાની સચ્ચાઈ સામે આવી શકશે.
આ પણ વાંચો : નાસિક TCS ધર્માંતરણ કેસ: પોલીસે કોર્ટમાં રજૂ કરી 1,500 પાનાની ચાર્જશીટ, અનેક ચોંકાવનારા થયા ખુલાસા


