ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Maharashtra: જ્યારે પાયલટે કહી દીધુ ડ્યૂટી પુરી, એકનાથ શિંદે એરપોર્ટ પર ફસાયા

એકનાથ શિંદેના પ્લેનમાં સર્જાઈ ટેક્નિકલ ખામી વિમાનના પાયલટે પ્લેન ઉડાડવાની ના કહી દીધી અંતે પાયલટ રાજી થઇ ગયો એકનાથ શિંદે મુંબઇ પહોંચ્યા   Maharashtra : મહારાષ્ટ્રમાં ડેસીએમ એકનાથ શિંદે (Eknath Shinde)જલગાંવ એરપોર્ટ (Jalgaon)પર ફસાઇ ગયા. એમાં થયુ એવુ કે...
05:24 PM Jun 07, 2025 IST | Hiren Dave
એકનાથ શિંદેના પ્લેનમાં સર્જાઈ ટેક્નિકલ ખામી વિમાનના પાયલટે પ્લેન ઉડાડવાની ના કહી દીધી અંતે પાયલટ રાજી થઇ ગયો એકનાથ શિંદે મુંબઇ પહોંચ્યા   Maharashtra : મહારાષ્ટ્રમાં ડેસીએમ એકનાથ શિંદે (Eknath Shinde)જલગાંવ એરપોર્ટ (Jalgaon)પર ફસાઇ ગયા. એમાં થયુ એવુ કે...
Maharashtra Deputy CM

 

Maharashtra : મહારાષ્ટ્રમાં ડેસીએમ એકનાથ શિંદે (Eknath Shinde)જલગાંવ એરપોર્ટ (Jalgaon)પર ફસાઇ ગયા. એમાં થયુ એવુ કે એરપોર્ટ પર સીએમ એકનાથ શિંદેનુ પ્લેન ટેક્નિકલ કારણોસર બે કલાક મોડુ પડ્યુ હતું તેમનુ પ્લેન બપોરે 3 વાગેને 45 મિનિટે પહોંચ્યુ. પરંતુ તેઓ જલગાંવ એરપોર્ટ પર 6ને 15 કલાકે પહોંચ્યા. પછી તેઓ મુક્તાઇનગર રોડ માર્ગેથી પાલખી યાત્રામાં ભાગ લેવા પહોંચ્યા હતા. ત્યાં જઇને મંદિરમાં દર્શન કર્યા.

એકનાથ શિંદેનું પ્લેન પડ્યુ લેટ

જ્યારે તેઓ પોતાનો કાર્યક્રમ પૂર્ણ કરીને પરત આવ્યા તો વિમાનના પાયલટે પ્લેન ઉડાડવાની ના કહી દીધી. પાયલટે કહ્યું કે મારી ડ્યુટીના કલાકો પૂર્ણ થઇ ગયા છે તેથી હું પ્લેન ટેક ઓફ નહી કરી શકું. આ સાંભળીને મંત્રીગિરીશ દત્તાત્રેય મહાજન, ગુલાબ રઘુનાથ પાટિલ અને જિલ્લા પ્રશાસનના અધિકારી પાયલટને મનાવવા લાગ્યા. ઘણીવાર વાતચીત કરી. લગભગ 45 મિનિટ સુધી મનામણા ચાલ્યા. અંતે પાયલટ રાજી થઇ ગયો અને એકનાથ શિંદે જલગાંવથી મુંબઇ વિમાન દ્વારા પહોંચ્યા.

આ પણ  વાંચો-Maharashtra Election: મેચ ફિક્સિંગના આરોપ મુદ્દે રાહુલ ગાંધીને ECનો જવાબ

કિડની પેશન્ટને બેસાડ્યા પોતાના પ્લેનમાં

સીએમને મુંબઇ પહોંચવામાં મોડુ થયુ પરંતુ તેમની સાથે સાથે શીતલ પાટીલ નામની વ્યક્તિને મદદ મળી. કિડનીની પેશન્ટ શિતલ પાટીલની સારવાર મુંબઇમાં થવાની હતી. પરંતુ તેનું પ્લેન ઓલરેડી ટેકઓફ થઇ ગયું. આ વાતની જાણકારી મંત્રી ગિરિશ મહાજનને થઇ. તેમણે શિતલ અને તેના પતિને એકનાથ શિંદે સાથે પ્લેનમાં મુંબઇ મોકલ્યા. મુંબઇ એરપોક્ટ પર તેઓ માટે એમ્બ્યુલન્સ સુવિધા પણ ઉપલબ્ધ કરાવી.

Tags :
eknath shindeflight hoursflight refusalGirish MahajanGulabrao PatilJalgaon AirportMaharashtra Deputy CMmaharashtra politicsmaharastra newsMuktainagar visitmumbai-generalpilot dispute
Next Article