Maharashtra: 14 જુલાઈએ કોણે કર્યું રાજ્ય બંધનું એલાન, વાંચો અહેવાલ
Maharashtra : મહારાષ્ટ્રમાં હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ સરકારની ટેક્સ (Maharashtra Hotels & Restaurants Protest Tax Hike) નીતિઓ સામે ખુલીને વિરોધ કરી રહ્યા છે. ઈન્ડિયન હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોશિએશને સોમવારે, 14 જુલાઈ 2025ના રોજ રાજ્યવ્યાપી બંધનું એલાન કર્યું છે. આ બંધ અંતર્ગત આખા મહારાષ્ટ્રમાં તમામ પરમિટ રુમ અને બાદ બંધ કહેશે.
સરકારે હાલમાં દારુ પરના ટેક્સને બે ગણો કરી દીધો
ઉદ્યોગ સાથે જોડાયેલા સંગઠનનો આરોપ છે કે સરકારે હાલમાં દારુ પરના ટેક્સને બે ગણો કરી દીધો છે, જેનાથી હોટલ અને બાર ઉદ્યોગ પર આર્થિક બોજો ખુબ વધી ગયો છે. આ સિવાય લાઈસન્સની ફી માં 15 ટકાનો વધારો અને એક્સરસાઈઝ ડ્યૂટીમાં 60 ટકાના ભારે વધારાએ ઉદ્યોગ જગતને હચમચાવી નાખ્યુ છે.
આ પણ વાંચો -Gurugram: મુંબઇ એક્સપ્રેસ વે પર પુલ પરથી નીચે પડ્યો ટ્રક.. ટ્રકમાં ભડકો થતા બળીને ખાખ
ટેક્સ વધારા પર નારાજગી
AHAR અને અન્ય સંગઠનોનું કહેવું છે કે આ ટેક્સમાં કરેલો વધારો માત્ર બિઝનેસ માટે હાનિકારક નથી, પરંતુ નાના અને મધ્યમ કક્ષાના હોટલ અને બારના અસ્તિત્વ માટે સીધો ખતરા સમાન છે. આ કટોકટીથી હજારો લોકોની નોકરીઓ અને લાખો પરિવારોની આજીવિકા પર અસર થઈ શકે છે.
આ પણ વાંચો -Madhya Pradesh : ડિલિવરી ડેટ આપો, મહિલાને ઉઠાવી લઈશું', ભાજપ સાંસદે ખરાબ રસ્તાની ફરિયાદની ઠેકડી ઉડાડી
રાજ્યવ્યાપી બંધનો નિર્ણય લેવાની ફરજ પડી
AHAR ના પ્રમુખે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સરકારની હાલની કર નીતિ અત્યંત અન્યાયી છે. અમે આ અંગે તંત્રને ઘણી વખત એલર્ટ કર્યું છે, પરંતુ કોઈ સંતોષકારક પ્રતિભાવ મળ્યો નથી. તેથી જ અમને રાજ્યવ્યાપી બંધનો નિર્ણય લેવાની ફરજ પડી છે.
સમગ્ર રાજ્યમાં બંધની અસર
મહારાષ્ટ્રમાં 14 જુલાઈના રોજ જાહેર કરાયેલ બંધ સમગ્ર મહારાષ્ટ્રમાં રહેશે.બંધ દરમિયાન તમામ પરમિટ રૂમ, બાર અને હોટલ-રેસ્ટોરન્ટ બંધ રહેશે. સંગઠને જણાવ્યું હતું કે આ બંધ શાંતિપૂર્ણ રહેશે પરંતુ જો સરકાર હજુ પણ ધ્યાન નહીં આપે તો આંદોલન વધુ હિંસક બની શકવાની શક્યતા છે. આ બંધની અસર મુંબઈ,પુણે,નાસિક,ઔરંગાબાદ,નાગપુર જેવા મુખ્ય શહેરો તેમજ ગામડાના વિસ્તારોમાં જોવા મળશે.