Mahatma Gandhi Statue Stolen :ઓસ્ટ્રેલિયામાં મહાત્મા ગાંધીની પ્રતિમાની ચોરી, ભારત સરકારે કડક કાર્યવાહીની કરી માંગ
- મેલબોર્નમાં ગાધીજીની પ્રતિમાની ચોરી (Mahatma Gandhi Statue Stolen)
- ભારતીય વિદેશ મંત્રાલયે ઘટનાની સખત નિંદા કરી તાત્કાલિક તપાસની માંગ કરી
- ICCR દ્વારા ભેટમાં અપાયેલી આ પ્રતિમાનું 2021માં સ્કોટ મોરિસને કર્યું હતું ઉદ્ઘાટન
ઓસ્ટ્રેલિયા (Australia) ના મેલબોર્ન (Melbourne) માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી (Mahatma Gandhi) ની આશરે 426 કિલોગ્રામ વજન ધરાવતી કાંસ્ય પ્રતિમાની ચોરી થવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ પ્રતિમા મેલબોર્નના રોવિલે [Rowville] ખાતે આવેલા 'ઓસ્ટ્રેલિયન ઇન્ડિયન કોમ્યુનિટી સેન્ટર' (Australian Indian Community Centre) ની બહાર સ્થાપિત કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીય સમુદાયમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
Mahatma Gandhi Statue Stolen : ભારત સરકારની કડક પ્રતિક્રિયા
ભારતના વિદેશ મંત્રાલય (Ministry of External Affairs) ના પ્રવક્તા રણધીર જયસ્વાલે (Randhir Jaiswal) 3 ફેબ્રુઆરી, 2026 ના રોજ આ ઘટનાની સખત નિંદા કરી હતી. તેમણે જણાવ્યું કે, "અમે ગાંધી પ્રતિમાની ચોરી અને તોડફોડની આ ઘટનાને ગંભીરતાથી લઈએ છીએ. અમે ઓસ્ટ્રેલિયન સત્તાવાળાઓને આ મામલે તાત્કાલિક તપાસ કરવા, પ્રતિમા પરત મેળવવા અને ગુનેગારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવા વિનંતી કરી છે."
ઘટનાની વિગતો અને તપાસ
મેલબોર્ન પોલીસ ( Victoria Police) ના અહેવાલ અનુસાર, આ ચોરી સોમવારે બપોરે અંદાજે 12:50 વાગ્યે થઈ હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ત્રણ અજાણ્યા શખ્સોએ એંગલ ગ્રાઇન્ડર [Angle Grinder] નો ઉપયોગ કરીને પ્રતિમાને તેના પાયામાંથી કાપી નાખી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરોમાં જોવા મળે છે કે પ્રતિમાને ઘૂંટીના ભાગેથી કાપીને લઈ જવામાં આવી છે, જ્યારે સ્થળ પર માત્ર પગના અવશેષો જ બાકી રહ્યા છે.
MEA official spokesperson Randhir Jaiswal posts, "Our response to media queries regarding Mahatma Gandhi statue in Australia ⬇️." pic.twitter.com/A68Wy8k4j7
— Press Trust of India (@PTI_News) February 3, 2026
સાંસ્કૃતિક મહત્વ અને ઇતિહાસ
આ પ્રતિમા ભારત સરકારની સંસ્થા 'ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ' (ICCR) દ્વારા ઓસ્ટ્રેલિયાને ભેટમાં આપવામાં આવી હતી. તેનું ઉદ્ઘાટન 12 નવેમ્બર, 2021 ના રોજ તત્કાલીન ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન સ્કોટ મોરિસન [Scott Morrison] દ્વારા કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે ઉદ્ઘાટનના માત્ર 24 કલાકમાં જ આ પ્રતિમા સાથે તોડફોડ કરવાનો પ્રયાસ થયો હતો, અને હવે તેની ચોરી થતા ભારત-ઓસ્ટ્રેલિયાના રાજદ્વારી સંબંધો [Diplomatic Relations] માં આ એક સંવેદનશીલ મુદ્દો બની ગયો છે.


