ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં મોટી દુર્ઘટના! ગોવિંદઘાટ-હેમકુંડ સાહિબને જોડતો પુલ તૂટ્યો
- ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં મોટી દુર્ઘટના
- ગોવિંદઘાટ-હેમકુંડ સાહિબને જોડતો પુલ તૂટ્યો
- ભૂસ્ખલનના કારણે સસ્પેન્શન પુલ તૂટતા હાલાકી
- પહાડો પરથી મોટી શિલાઓ પુલ પર આવી પડી
- પુલ તૂટવાના કારણે અવરજવર માટે મુશ્કેલીઓ
Chamoli News : ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. ગોવિંદઘાટ નજીક આજે સવારે એક વિશાળ ટેકરી ધરાશાયી થઈ, જેના કારણે હેમકુંડ સાહિબને જોડતો સસ્પેન્શન પુલ સંપૂર્ણપણે તૂટી ગયો. ભૂસ્ખલનને કારણે પહાડો પરથી મોટી શિલાઓ પુલ પર આવી પડી, જેના લીધે આ માળખું નાશ પામ્યું. આ ઘટનાથી અવરજવરમાં ભારે મુશ્કેલીઓ સર્જાઈ છે, અને સ્થાનિક લોકો તેમજ યાત્રાળુઓ માટે હાલાકી વધી ગઈ છે.
ગોવિંદઘાટ-હેમકુંડ સાહિબને જોડતો પુલ તૂટ્યો
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં એક મોટી દુર્ઘટના ઘટી છે. ગોવિંદઘાટ અને હેમકુંડ સાહિબને જોડતો સસ્પેન્શન પુલ ભૂસ્ખલનના કારણે તૂટી ગયો છે. આ ઘટનામાં પહાડો પરથી મોટી શિલાઓ પુલ પર આવી પડી, જેના લીધે પુલ સંપૂર્ણપણે નાશ પામ્યો. પુલ તૂટવાથી અવરજવરમાં ભારે મુશ્કેલીઓ સર્જાઈ છે. જણાવી દઇએ કે, ચમોલી જિલ્લામાં હિમપ્રપાતનો ખતરો હજુ યથાવત છે. હવામાન વિભાગે 8 માર્ચથી હવામાનમાં ફેરફારની ચેતવણી જારી કરી છે, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. મંગળવારે પણ જિલ્લામાં હવામાન ખરાબ રહ્યું હતું. બદ્રીનાથ ધામ, હેમકુંડ સાહિબ જેવા ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષા થઈ, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ પડ્યો. આનાથી જિલ્લામાં ભારે ઠંડીનો માહોલ છવાયો. સવારે 11 વાગ્યે હવામાન સામાન્ય થયું અને સૂર્ય દેખાયો, પરંતુ મોડી સાંજે હવામાન ફરી ખરાબ થઈ ગયું.
ચમોલી જિલ્લામાં જ હિમપ્રપાતની ઘટના બની
થોડા દિવસો પહેલાં ચમોલી જિલ્લામાં જ હિમપ્રપાતની ઘટના બની હતી, જેમાં ઘણા કામદારો દટાઈ ગયા હતા અને 4 કામદારોના મોત થયા હતા. હાલના તાપમાનની વાત કરીએ તો, બદ્રીનાથ ધામમાં મહત્તમ તાપમાન માઈનસ 8 અને લઘુત્તમ માઈનસ 3, જ્યોતિર્મઠમાં મહત્તમ 4 અને લઘુત્તમ માઈનસ 1, તેમજ ઔલીમાં મહત્તમ 3 અને લઘુત્તમ માઈનસ 2 ડિગ્રી નોંધાયું છે. ઠંડીના કારણે લોકો દિવસભર ઘરોમાં કેદ રહેવા મજબૂર થયા છે.
આ પણ વાંચો : દક્ષિણ કોરિયામાં પુલ તૂટી પડવાની ભયાનક દુર્ઘટના! જુઓ ફિલ્મી સીન જેવા દ્રશ્યો