MP માં મોટો અકસ્માત, લગ્નમાંથી પરત ફરી રહેલી Eeco કાર પર સિમેન્ટ ભરેલી ટ્રક પલટી, 9 લોકોના મોત
- મધ્યપ્રદેશના ઝાબુઆનામાં એક ભયાનક માર્ગ અકસ્માત
- Eeco કાર પર સિમેન્ટ ભરેલી ટ્રક પલટી ગઈ
- આ અકસ્માત રાત્રે 3 થી 4 વાગ્યાની આસપાસ થયો
Jhabua Accident: મધ્યપ્રદેશના ઝાબુઆના મેઘનગર વિસ્તારમાં મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો, જેમાં 9 લોકોના મોત થયા છે. રાજસ્થાનથી સિમેન્ટ લઈને જતી ટ્રક મારુતિ ઇકો વાન પર પલટી ગઈ હતી. ઇકો વાનમાં મુસાફરી કરી રહેલા 11 લોકોમાંથી 9 લોકોના મોત થયા હતા. આ અકસ્માત રાત્રે 3 થી 4 વાગ્યાની આસપાસ થયો હતો.
શું છે આખો મામલો?
મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લામાં બુધવારે સવારે સિમેન્ટ ભરેલી ટ્રેલર ટ્રક એક વાન પર પલટી જતાં નવ લોકોના મોત થયા હતા અને બે અન્ય ઘાયલ થયા હતા. એજન્સીના જણાવ્યા અનુસાર, પોલીસે જણાવ્યું હતું કે આ અકસ્માત લગભગ 2.30 વાગ્યે થયો હતો જ્યારે પીડિતો, જે એક જ પરિવારના હતા, લગ્ન સમારંભમાંથી પરત ફરી રહ્યા હતા.
ઝાબુઆના પોલીસ અધિક્ષક પદ્મવિલોચન શુક્લાએ જણાવ્યું હતું કે, "મેઘનગર તહસીલ વિસ્તાર હેઠળ સંજેલી રેલ્વે ક્રોસિંગ નજીક એક કામચલાઉ રસ્તા પરથી ટ્રક નિર્માણાધીન રેલ ઓવરબ્રિજ (ROB) પાર કરી રહી હતી ત્યારે તેનું સંતુલન બગડ્યું અને તે એક વાન પર પલટી ગઈ."
તેમણે કહ્યું કે આ અકસ્માતમાં નવ લોકોના મોત થયા છે અને બે લોકો ઘાયલ થયા છે.
આ પણ વાંચો : 'જાને તુ યા જાને ના...', પાકિસ્તાનનો પર્દાફાશ કરવા ગયેલા ભાજપ સાંસદે ગાયું ગીત- Video Viral