ભારતીય સેનામાં બલિદાન બેઝ મેળવનારા પહેલા મહિલા અધિકારી, જાણો Major Deeksha વિશે
. સેનાના સૌથી એલીટ ગણાતી પેરા સ્પેશિયલ ફોર્સિસનો 'બલિદાન બેઝ' પ્રાપ્ત કરનાર મેજર દીક્ષા પ્રથમ મહિલા અધિકારી બન્યા
. આર્મી મેડિકલ કોરમાં કાર્યરત મેજર દીક્ષાએ લેહ જેવા પડકારજનક વિસ્તારમાં સેવાઓ આપી છે
. મેજર દીક્ષા સારા ક્લાસિકલ ડાન્સર, કરાટે એક્સપર્ટ અને ઉત્સાહી બાઈક રાઈડર પણ છે
Major Deeksha Balidan Badge : ભારતીય સેના (Indian Army) ના સૌથી એલીટ યૂનિટ તરીકે પેરા સ્પેશ્યલ ફોર્સિસનો સમાવેશ થાય છે. આ પેરા સ્પેશ્યલ ફોર્સ (Para Special Forces) માં બલિદાન બેઝ (Balidan Badge) પ્રાપ્ત કરવો સેનાના કોઈપણ અધિકારીનું સપનું હોય છે. મેજર દીક્ષા સી. મુદાદેવન્નાવર (Major Deeksha C. Mudadevannanavar) એવા પહેલા મહિલા અધિકારી બન્યા છે કે જેમણે સ્પેશયલ ફોર્સિસનો બલિદાન બેઝ (Balidan Badge) પ્રાપ્ત કરવામાં સફળથા મળી છે. આ ઈતિહાસમાં પહેલીવાર છે કે જ્યારે કોઈ મહિલા અધિકારીને આ બલિદાન બેઝ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આ બેઝ અતૂટ દેશભક્તિ અને ત્યાગનો ટેગ માનવામાં આવે છે.
દાવણગેરે જિલ્લાના વતની છે Major Deeksha
મેજર દીક્ષા સી. મૂળ કર્ણાટકના દાવણગેરે (Davangere) ના વતની છે. સેનામાં તેમની સફરનું ઝનૂન તેમના સ્કૂલના દિવસોથી શરૂ થયું હતું. દીક્ષાએ સ્કૂલમાં એનસીસી (NCC) જોઈન કર્યું. તે દરમિયાન તેમણે એનસીસીમાં અલગ-અલગ સ્તરે ભાગ લીધો. ડ્રિલ, કેમ્પ અને કમ્યુનિટી સર્વિસ દ્વારા તેમણે ટીમવર્ક, સહનશક્તિ અને સ્ટ્રેટજિક વિચારમાં સ્કિલની સ્કિલને સારી બનાવી.
MBBS નો અભ્યાસ કર્યો
મેજર દીક્ષા સી. મુદાદેવન્નાવરે JJMMC દાવણગેરેથી એમબીબીએસ (MBBS) નો અભ્યાસ કર્યો છે. તેમને ભારતીય સેનામાં શોર્ટ સર્વિસ કમિશન (Short Service Commission) મળ્યું છે. તેઓ ભારતીય સેનામાં મેડિકલ ઓફિસર બન્યા. CET-K 2012 માં તેમની ઓલ ઈન્ડિયા 596મી રેન્ક હતી. સેના જોઈન કરતા પહેલા તેમણે સંથેબેન્નૂરના આરોગ્ય કેન્દ્રમાં કમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે ગ્રામીણ વિસ્તારોના દર્દીઓની સારવાર કરી. અહીંથી એમડીમાં સિલેક્શન થયું અને ગડગ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સર્વિસિસમાં જનરલ સર્જરી ડિપાર્ટમેન્ટમાં જૂનિયર રેસિડેન્ટ તરીકે કામ કર્યું.
આ પણ વાંચો: Vajra Prahar: ભારત અને અમેરિકાની સ્પેશ્યલ ફોર્સ કરશે સૈન્યાભ્યાસ, આતંક વિરોધી ઓપરેશન્સ પર જોર
લખનૌમાં ટ્રેનિંગ
પેરા સ્પેશ્યલ ફોર્સિસના મેજર દીક્ષા સી આર્મી મેડિકલ કોર (Medical Corps) માં ડૉક્ટર છે. સેનામાં શૉર્ટ સર્વિસ કમિશન બાદ મેજર દીક્ષાએ લખનૌની આર્મી મેડિકલ કૉરમાં કઠિન ટ્રેનિંગ પ્રાપ્ત કરી. અહીં તેમણે મેડિકલ ઓફિસર્સ બેઝિક કોર્સ (MOBC) પણ પૂર્ણ કર્યો. મેજર દીક્ષાને મળેલો બલિદાન બેઝ માત્ર તેમના અસાધારણ સમર્પણ અને દ્રઢતાનું પ્રતીક છે.
લેહમાં પેહલી તેનાતી
મેજર દીક્ષા સી.નો માર્ગ અડચણોથી ભરેલો હતો. પ્રારંભિક તાલીમ બાદ તેમને લેહના તાંગત્સેમાં આવેલા 303 ફીલ્ડ હોસ્પિટલમાં તેનાતી મળી. જો કે વિશિષ્ટ પેરાશૂટ રેજિમેન્ટમાં સામેલ થવાની તેમની મહત્ત્વકાંક્ષાઓને ઘણાં આંચકા લાગ્યા. તેઓ શારીરિક ક્ષમતાઓને કારણે બે વખત રિજેક્ટ પણ થયા. પરંતુ તેમણે અતૂટ જોશ અને દ્રઢ સંકલ્પના દમ પર પસંદગી પ્રક્રિયામાં ફરીથી પ્રયાસ કર્યો. તેમના કમાન્ડિંગ ઓફિસર કર્નલ શિવેશ સિંહે તેમને દ્રઢ હેવા માટે પ્રેરિત કર્યા. તેમને લગન લાગી ગઈ અને જ્યારે તેમણે પસંદગી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી, ડિસેમ્બર-2022માં સ્પેશયલ ફોર્સિસમાં તેઓ સામેલ થયા.
આ પણ વાંચો: વિશ્વમાં પહેલીવાર ભારતીય સેના ચલાવશે RAMJET એન્જિનવાળો 155MMનો શેલ, MACH-2ની છે સ્પીડ
સ્પેશયલ ફોર્સિસમાં તબીબી સહાયતા
મેડિકલ ઓફિસર તરીકે મેજર દીક્ષાની જવાબદારીઓમાં વિશેષ અભિયાનો દરમિયાન મહત્ત્વપૂર્ણ ચિકિત્સા સહાયતા પ્રદાન કરવાનું સામેલ હતું. તેમની તાલીમે તેમને વિશેષ દળો સાથે મળીને કામ કરવાની તક આપી, જેનાથી તેઓ જોખમી વાતાવરણમાં ચિકિત્સાલક્ષી કટોકટીની સ્થિતિઓને સંભાળવા માટે તૈયાર થયા. આ મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે, કારણ કે અભિયાનોની સફળતા મોટાભાગે તાત્કાલિક દેખભાળની ઉપલબ્ધતા પર નિર્ભર કરે છે.
મેજર દીક્ષા સારા ક્લાસિકલ ડાન્સર અને કરાટે માસ્ટ પણ
મેજર દીક્ષાને ઓપરેશન દોસ્ત દરમિયાન તુર્કીમાં તેનાત કરવામાં આવ્યા હતા. ત્યાં તેમણે વિનાશકારી ભૂકંપ બાદ રાહત કાર્યમાં સહાયતા પ્રદાન કરી. સંકટની સ્થિતિઓમાં તબીબી સહાયતા પ્રદાન કરનારા મેજર દીક્ષા સી સેનામાં ઓફિસર હોવાની સાથે એક સારા ભરતનાટ્યમ ડાન્સર અને કરાટેના એક્સપર્ટ છે. તેઓ બાઈક રાઈડર પણ છે. તે એક એનજીઓ નિર્ભયામાં વોલિન્ટિયર પણ છે.
આ પણ વાંચો: પાકિસ્તાન સીમા પર IAFના 100થી વધુ યુદ્ધવિમાનો કરશે ગર્જના, Vayu Shankti- 2026 થી પાડોશમાં ફફડાટ


