Thrissur Railway Station Fire : કેરળના ત્રિશૂર રેલવે સ્ટેશન પર ભીષણ આગ
- કેરળના ત્રિશૂર રેલવે સ્ટેશન પર ભીષણ આગની ઘટના
- ત્રિશૂર રેલવે સ્ટેશનના પાર્કિંગમાં લાગી ભીષણ આગ
- ફાયર ટીમ સત્વરે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો
કેરળ ત્રિશૂર રેલવે સ્ટેશન પર ભીષણ આગ લાગવાના મોટા સમાચાર સામે આવ્યા છે. રવિવારે કેરળના ત્રિશૂર રેલ્વે સ્ટેશન પર ભીષણ આગ લાગતા અફરાતફરી મચી જવા પામી છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.આ ભીષણ આગમાં સ્ટેશનના પાર્કિંગમાં પાર્ક કરેલા 200થી વધુ ધુ ટુ-વ્હીલર બળીને ખાખ થઈ ગયા હતા. આ ઘટના પ્લેટફોર્મ નંબર 2 પાસેના ટુ-વ્હીલર પાર્કિંગ વિસ્તારમાં બની હતી, જેના કારણે મુસાફરો અને નજીકના રહેવાસીઓમાં ભારે દહેશતનો માહોલ જોવા મળ્યા હતો.
રેલવે સ્ટેશનના પાર્કિંગમાં લાગી ભીષણ આગ
નોંધનીય છે કે પ્રાપ્ત માહિતી અનુસાર આગ સવારે 6:45 વાગ્યાની આસપાસ લાગી હતી. આગની જ્વાળાઓ ઝડપથી પાર્કિંગ વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી, જ્યાં સામાન્ય રીતે દરરોજ 500 થી વધુ મોટરસાયકલ અને સ્કૂટર પાર્ક કરવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે પાર્ક કરેલા વાહનોમાં રહેલા બળતણને કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી અને તેની તીવ્રતા વધી હતી, જેના કારણે થોડીવારમાં જ નોંધપાત્ર નુકસાન થયું હતું. આગની માહિતી મળતા જ ફાયર અને રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂ મેળવવા ભારે જહેમત હાથ ધરી હતી. આગ ઓલવવામાં ફાયર ટેન્ડરોને લગભગ અડધો કલાક લાગ્યો, અને આગ સફળતાપૂર્વક ઓલવાઈ ગઈ. જોકે, થોડા સમય માટે વિસ્તારમાં ધુમાડો છવાઈ ગયો હતો, જેના કારણે મુસાફરો અને સ્ટેશન સ્ટાફને અસુવિધા થઈ હતી.
ઘણા વાહનો સંપૂર્ણપણે બળીને ખાખ
પ્રત્યક્ષદર્શીઓએ અહેવાલ આપ્યો કે ઘણા વાહનો સંપૂર્ણપણે બળી ગયા હતા, જ્યારે અન્યને નજીવું નુકસાન થયું હતું. પાર્ક કરેલા વાહનોના માલિકો, જેમાંના ઘણા રોઝાના મુસાફરો હતા, ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે દોડી ગયા, પરંતુ તેમને તેમના ટુ-વ્હીલર બળીને ખાખ થયેલા જોવા મળ્યા. અધિકારીઓ હજુ પણ કેટલા વાહનો બળીને ખાખ થયા તેની ચોક્કસ સંખ્યા શોધી રહ્યા છે.જોકે, આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ, ઇંધણ લીકેજ કે અન્ય કોઈ કારણસર લાગી છે તે નક્કી કરવા માટે વિગતવાર તપાસ કરવામાં આવશે.
આ પણ વાંચો: Indian Currency: 2000ની ગુલાબી નોટો હજુ પણ ફરી રહી બજારમાં!, RBIએ જાહેર કર્યા આંકડા


