ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

છત્તીસગઢના દંતેવાડામાં મોટો નક્સલી હુમલો, 11 જવાનો શહીદ

  મૃતકોમાં 10 DRG સૈનિકો અને એક ડ્રાઈવરનો સમાવેશ છત્તીસગઢના દંતેવાડામાં એક મોટો નક્સલી હુમલો થયો છે. જેમાં 11 જવાનો શહીદ થયા છે. દંતેવાડાના અરનપુરમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG) દળના વાહન પર IED હુમલો થયો હતો. શહીદ થયેલા જવાનોમાં 10...
04:05 PM Apr 26, 2023 IST | Vishal Dave
  મૃતકોમાં 10 DRG સૈનિકો અને એક ડ્રાઈવરનો સમાવેશ છત્તીસગઢના દંતેવાડામાં એક મોટો નક્સલી હુમલો થયો છે. જેમાં 11 જવાનો શહીદ થયા છે. દંતેવાડાના અરનપુરમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG) દળના વાહન પર IED હુમલો થયો હતો. શહીદ થયેલા જવાનોમાં 10...

 

મૃતકોમાં 10 DRG સૈનિકો અને એક ડ્રાઈવરનો સમાવેશ

છત્તીસગઢના દંતેવાડામાં એક મોટો નક્સલી હુમલો થયો છે. જેમાં 11 જવાનો શહીદ થયા છે. દંતેવાડાના અરનપુરમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG) દળના વાહન પર IED હુમલો થયો હતો. શહીદ થયેલા જવાનોમાં 10 DRG સૈનિકો અને એક ડ્રાઈવરનો સમાવેશ થાય છે. હુમલા અંગે સીએમ ભૂપેશ બઘેલે કહ્યું કે નક્સલવાદીઓને બક્ષવામાં આવશે નહીં. આ ઘટના ખૂબ જ દુઃખદ છે. નક્સલવાદીઓ સામેની અમારી લડાઈ અંતિમ તબક્કામાં છે. આયોજનબદ્ધ રીતે નક્સલવાદને જડમૂળથી ઉખેડી નાખવામાં આવશે. મળતી માહિતી મુજબ, આ હુમલા બાદ પોલીસે નક્સલવાદીઓને ઘેરી લીધા છે. બંને વચ્ચે એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે. કહેવામાં આવી રહ્યું છે કે વધુ ફોર્સ બોલાવવામાં આવી છે.

સૈનિકો ઓપરેશન માટે જઈ રહ્યા હતા

મળતી માહિતી મુજબ જવાનો ઓપરેશન પર હતા. આ દરમિયાન અરનપુરના પલનાર વિસ્તારમાં નક્સલીઓએ સૈનિકોથી ભરેલા વાહનને IEDથી ઉડાવી દીધું .. ઘટનાસ્થળે બે એમ્બ્યુલન્સ રવાના થયાના સમાચાર છે.બીજી તરફ રાજ્યના પૂર્વ સીએમ રમણ સિંહે આ હુમલાને લઈને ભૂપેશ બઘેલ પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે બઘેલ દરેક હુમલા પછી એક જ વાત કહે છે પરંતુ કોઈ નક્કર પગલાં લેવામાં આવી રહ્યાં નથી. તેમણે કહ્યું કે જ્યાં સુધી રાજ્યો સાથે સંકલન કરીને નક્સલવાદીઓ વિરુદ્ધ ઓપરેશન નહીં ચલાવવામાં આવે ત્યાં સુધી આ સમસ્યાનો અંત નહીં આવે.

છત્તીસગઢના આઠ જિલ્લા નક્સલ પ્રભાવિત

સરકાર દ્વારા જાહેર કરાયેલા 2021ના આંકડા અનુસાર છત્તીસગઢના 8 જિલ્લા નક્સલ પ્રભાવિત છે. જેમાં બીજાપુર, સુકમા, બસ્તર, દંતેવાડા, કાંકેર, નારાયણપુર, રાજનાંદગાંવ અને કોંડાગાંવનો સમાવેશ થાય છે. ગૃહ મંત્રાલયે એપ્રિલ 2021માં લોકસભામાં જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં એટલે કે 2011થી 2020 સુધી છત્તીસગઢમાં 3 હજાર 722 નક્સલવાદી હુમલા થયા છે. આ હુમલામાં અમે 489 સૈનિકો શહીદ થયા છે

Tags :
attackChhattisgarhDantewadamartyredNaxalite attack
Next Article