ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Chhattisgarh-Telangana સરહદ પર સુરક્ષાબળોનું મોટું ઓપરેશન,31 કુખ્યાત નક્સલીઓનો ખાત્મો

નક્સલવાદ વિરુદ્ધની લડાઈમાં વધુ એક મોટી સફળતા છત્તીસગઢ-તેલંગાણા સરહદ પર સુરક્ષાબળોનું મોટું ઓપરેશન કુર્રુગુટ્ટાલુના પહાડો પર 31 કુખ્યાત નક્સલીઓનો ખાત્મો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઓપરેશન અંગે પોસ્ટ 'જ્યાં ક્યારેક લાલ આતંકનું રાજ ત્યાં આજે શાનથી લહેરાતો તિરંગો' સુરક્ષાબળોએ ઓપરેશન...
07:16 PM May 14, 2025 IST | Hiren Dave
નક્સલવાદ વિરુદ્ધની લડાઈમાં વધુ એક મોટી સફળતા છત્તીસગઢ-તેલંગાણા સરહદ પર સુરક્ષાબળોનું મોટું ઓપરેશન કુર્રુગુટ્ટાલુના પહાડો પર 31 કુખ્યાત નક્સલીઓનો ખાત્મો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઓપરેશન અંગે પોસ્ટ 'જ્યાં ક્યારેક લાલ આતંકનું રાજ ત્યાં આજે શાનથી લહેરાતો તિરંગો' સુરક્ષાબળોએ ઓપરેશન...
Union Home Minister Amit Shah

Chhattisgarh : બીજાપુરના કરેગુટ્ટા ટેકરી પર નક્સલી (Naxal Encounter)કાર્યવાહીમાં 31 નક્સલીઓ(31 Naxalist killed) માર્યા ગયા છે. સતત 24 દિવસ સુધી ચાલેલા આ ઓપરેશનમાં ફોર્સે 31 નક્સલીઓને ઠાર માર્યા હતા. જેમાં 17 મહિલા નક્સલીઓ અને 14 પુરુષ નક્સલીઓનો સમાવેશ થાય છે. નક્સલવાદીઓ હોસ્પિટલમાં હથિયારો બનાવતા હતા. નક્સલીઓના ઘણા બંકરો નાશ પામ્યા છે તેમના વિસ્તારમાંથી શસ્ત્રો બનાવવાની ફેક્ટરી પણ મળી આવી છે. આ સમય દરમિયાન સુરક્ષા દળોએ મોટી માત્રામાં શસ્ત્રો પણ જપ્ત કર્યા.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત ભાઈ શાહે  (Amit Shah) ટ્વીટ કરી માહિતીઆપી હતી. તમને જણાવી દઈએ કે આ દિવસોમાં સુરક્ષા દળોએ નક્સલ મુક્ત ભારત હેઠળ નક્સલવાદીઓને ખતમ કરવાના અભિયાનને વધુ તીવ્ર બનાવ્યું છે.

એક સમયે લાલ આતંકવાદનું શાસન હતું

ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને કહ્યું કે, જે પર્વત પર એક સમયે લાલ આતંકવાદનું શાસન હતું, ત્યાં આજે ત્રિરંગો ગર્વથી લહેરાઈ રહ્યો છે. કુર્રાગુટ્ટુલુ હિલ્સ એ PLGA બટાલિયન 1, DKSZC, TSC અને CRC જેવા મુખ્ય નક્સલ સંગઠનોનું એકીકૃત મુખ્ય મથક હતું, જ્યાં નક્સલી તાલીમ તેમજ વ્યૂહરચના અને શસ્ત્રો તૈયાર કરવામાં આવતા હતા.આ સૌથી મોટું નક્સલ વિરોધી ઓપરેશન આપણા સુરક્ષા દળો દ્વારા માત્ર 21 દિવસમાં પૂર્ણ કરવામાં આવ્યું છે. મને ખૂબ જ આનંદ છે કે આ ઓપરેશનમાં સુરક્ષા દળોમાં એક પણ જાનહાનિ થઈ નથી. ખરાબ હવામાન અને દુર્ગમ પર્વતીય પ્રદેશમાં પણ બહાદુરી અને હિંમતથી નક્સલવાદીઓનો સામનો કરનારા આપણા CRPF, STF અને DRG સૈનિકોને હું અભિનંદન આપું છું. આખા દેશને તમારા પર ગર્વ છે.

2026 સુધીમાં ભારત નક્સલ મુક્ત થશે

ગૃહમંત્રી અમિતભાઈ શાહે વધુ લખ્યું કે  PM મોદી જીના નેતૃત્વમાં અમે નક્સલવાદને તેના મૂળમાંથી નાબૂદ કરવા માટે કટિબદ્ધ છીએ. હું ફરી એકવાર દેશવાસીઓને ખાતરી આપું છું કે 31 માર્ચ, 2026 સુધીમાં ભારત નક્સલ મુક્ત થઈ જશે.

21 દિવસમાં નક્સલીઓનો સફાયો થયો

વધુમાં, ગૃહમંત્રીએ ટ્વીટમાં લખ્યું કે કુર્રાગુટ્ટાલુ ટેકરી એ PLGA બટાલિયન 1, DKSZC, TSC અને CRC જેવા મુખ્ય નક્સલી સંગઠનોનું એકીકૃત મુખ્યાલય હતું, જ્યાં નક્સલી તાલીમ તેમજ વ્યૂહરચના અને શસ્ત્રો બનાવવામાં આવતા હતા. આ સૌથી મોટું નક્સલ વિરોધી ઓપરેશન આપણા સુરક્ષા દળો દ્વારા માત્ર 21 દિવસમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું અને મને ખૂબ જ આનંદ છે કે આ ઓપરેશનમાં સુરક્ષા દળોમાં એક પણ જાનહાનિ થઈ નથી. ખરાબ હવામાન અને દુર્ગમ પર્વતીય પ્રદેશમાં પણ બહાદુરી અને હિંમતથી નક્સલવાદીઓનો સામનો કરનારા આપણા CRPF, STF અને DRG સૈનિકોને હું અભિનંદન આપું છું. આખા દેશને તમારા પર ગર્વ છે.

2014 થી ચાલી રહેલ ઝુંબેશ

દરમિયાન, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના ડિરેક્ટર જનરલ જી.પી. સિંહે બુધવારે પણ જણાવ્યું હતું કે સુરક્ષા દળો 31 માર્ચ, 2026 સુધીમાં નક્સલવાદને નાબૂદ કરવા માટે “અવિરત અને નિર્દય” અભિયાન ચલાવી રહ્યા છે. જી.પી. સિંહે જણાવ્યું હતું કે 2014 માં શરૂ થયેલ નક્સલ વિરોધી કાર્યવાહી 2019 થી વધુ તીવ્ર અને કેન્દ્રિત બની છે, જેમાં કેન્દ્રીય અર્ધલશ્કરી દળો નક્સલવાદને નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધતા સાથે રાજ્ય પોલીસ સાથે “ખભા મિલાવીને” કામ કરી રહ્યા છે.

હવે નક્સલવાદ ફક્ત 6 જિલ્લામાં છે

તેમણે કહ્યું કે 2014 માં સૌથી વધુ નક્સલ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા 35 હતી, જે 2025 સુધીમાં ઘટીને 6 થઈ ગઈ છે, જ્યારે આ સમયગાળા દરમિયાન નક્સલ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા 126 થી ઘટીને 18 થઈ ગઈ છે.

 

Tags :
31 Maoists killed31 Naxalist killedAmit ShahAmit Shah NaxalismAMITSHAHAnti Naxal OperationChhattisgarhChhattisgarh Telangana borderCRPFDGP Arun Dev GautamGujaratFirstIndiaindianarmyKarregutta Hills ChhattisgarhKurraguttalu hillKurraguttalu Hills operationnaxal encounterNaxal-Free BharatNaxalismNaxals killedoperation in ChhattisgarhPMModiTelanganaTweet
Next Article