5મી પેઢીના ફાઈટર જેટ AMCA ની રેસની બહાર થઈ HAL, 3 ખાનગી કંપનીઓ આગળ આવી
. ભારતના પ્રથમ 5મી પેઢીના સ્ટીલ્થ ફાઈટર જેટ (AMCA) પ્રોજેક્ટમાં HALની બોલી નામંજૂર
. TASL, L&T કન્સોર્ટિયમ અને ભારત ફોર્જ (કલ્યાણ ગ્રુપ) હવે ADA સાથે મળીને પ્રોટોટાઈપ વિકસાવશે
. HAL પર નિર્ભરતા ઘટાડવાના હેતુથી સરકારે સંરક્ષણ ઉત્પાદનમાં સ્પર્ધા અને ઝડપ લાવવા ખાનગી ક્ષેત્રને પ્રાધાન્ય આપ્યું
AMCA Project: ભારતનો એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેક્ટ એરક્રાફ્ટ (AMCA) પ્રોજેક્ટ હવે ઐતિહાસિક વળાંક પર પહોંચી ગયો છે. આ ભારતનો પહેલો પાંચમી પેઢીના સ્ટીલ્થ જેટનો સ્વદેશી તકનીક આધારીત પ્રોજેક્ટ છે. રિપોર્ટ્સ મુજબ, હિંદુસ્તાન એરોનૉટિક્સ લિમિટેડ (HAL) આ પ્રોજેક્ટમાંથી બહાર થઈ ગઈ છે , જ્યારે ત્રણ પ્રાઈવેટ કંપનીઓ આગળ નીકળી ગઈ છે.
AMCA શું છે?
. AMCA એક ટ્વિન એન્જિન, સિંગલ સીટેવાળું મલ્ટીરોલ સ્ટીલથ ફાઈટર જેટ છે
. સ્ટેલ્થ ટેક્નોલોજીને કારણે રડારમાં તેની દ્રશ્યતા ખૂબ ઓછી થઈ ગઈ છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારીત સિસ્ટમ અને લાંબા અંતરના હુમલાની તેની ક્ષમતા છે.
. મેન્ડ-અનમેન્ડ ટીમિંગ એટલે કે પાયલટવાળા જેટ અને ડ્રોન સાથે કામ કરશે
. સુપરક્રૂઝ એટલે કે આફ્ટર બર્નર વગર તીવ્ર ઝડપવાળા છે
. એડવાન્સ્ડ AESA રડાર અને અન્ય હાઈ ટેક ફીચર્સ પણ ધરાવે છે
આ યુદ્ધવિમાનો ભારતીય વાયુસેનાના મુખ્ય યુદ્ધવિમાનો બનશે. 2030ના મધ્યથી વાયુસેનામાં સામેલ થવાની શરૂઆત થશે. શરૂઆતમાં 120 ફાઈટર જેટ્સનો ઓર્ડર આપવામાં આવે તેવી શક્યતા છે. જે બાદમાં વધારવામાં આવશે.
07 consortiums submitted bids for the AMCA 5th gen Fighter aircraft project. 🇮🇳
Following the pre qualification process, 03 bidders have been shortlisted & will receive the RFP in 2-3 months. pic.twitter.com/x6eC5FQgPK
— Defence Core (@Defencecore) February 2, 2026
આ પણ વાંચો : TEJAS-MKIને નવા એન્જિની જરૂર નથી, 90-95KN થ્રસ્ટના સ્થાને F404-IN20થી ચાલશે કામ
HAL કેમ થઈ બહાર?
સાત ભારતીય કંપનીઓ-કંસોર્ટિયમે બોલી લગાવી હતી. તકનીકની તપાસ બાદ માત્ર ત્રણ પ્રાઈવેટ સેક્ટરની કંપનીઓ ક્વાલીફાઈ થઈ. HALની બોલી નામંજૂર થઈ. HALનો ઓર્ડર બુક ઘણો મોટો હતો, જ્યારે નિયમોમાં સીમા છે. Tejas જેવા પ્રોજેક્ટ્સમાં વિલંબના કારણે HAL પર સરકાર નિર્ભરતા ઘટાડવા માંગે છે. પ્રાઈવેટ સેક્ટરને મોકો આપી ઝડપી વિકાસ, સારું ઈનોવેશન અને પ્રતિસ્પર્ધા વધારવાનો ઉદેશ્ય છે.
ત્રણ પ્રાઈવેટ કંપનીઓ કોણ છે?
ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL) - એકલા જ બોલી લગાવી
લાર્સન એન્ડ ટુબ્રો (L&T) — BEL અને Dynamatic Technologies સાથે કન્સોર્ટિયમ
ભારત ફોર્જ (કલ્યાણ ગ્રુપ) - BEML અને Data Patterns સાથે
આ ત્રણેય હવે એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી (ADA) સાથે મળીને કામ કરશે. તેને 5 ફ્લાઈંગ પ્રોટોટાઈપ અને 1 સ્ટ્રક્ચરલ ટેસ્ટ સ્પેસિમેન બનાવવાના છે.
HAL Out, Tata–L&T–Bharat Forge In: India’s #AMCA Fighter Race Takes a Dramatic Turn. pic.twitter.com/sQ4QWzJqVP
— Technical Astra (@kishanchand_89) February 4, 2026
આ પણ વાંચો : MISSILE SYSTEM: તબાહી માટે તૈયાર રહે આતંકી પાડોશી! DRDOએ કર્યું પ્રલય ટેક્ટિકલ ક્વાજી સિસ્ટમનું સફળ પરીક્ષણ
બજેટ અને સમયમર્યાદા
પ્રોટોટાઈપ વિકાસ માટે 15 હજાર કરોડનું અંદાજીત બજેટ
પ્રોટોટાઈમ રોલઆઉટ 2026ના અંત અથવા 2027ના પ્રારંભ સુધીની સમયમર્યાદામાં કરવાનું રહેશે
2028-2029ની આસપાસ પહેલી ઉડાણ
2030ના મધ્યથી વાયુસેનામાં સામેલ થશે
આગામી 2-3 માસમાં (આરએફપી બાદ કોમર્શિયલ બિડિંગથી એલ-1 પસંદગી)
મહત્વપૂર્ણ પરિવર્તન શા માટે?
આ ભારતના ડિફેન્સ સેક્ટરમાં મોટો સુધારો છે. HALનો એકાધિકાર તૂટી રહ્યો છે. પ્રાઈવેટ કંપનીઓ તેજ અને કુશળ કામ કરી શકે છે. તેમાં ભારતનો એરપાવર મજબૂત થશે. ચીન-પાકિસ્તાન જેવા પાડોશીઓથી સારો મુકાબલો શક્ય બનશે. AMCA પ્રોજેક્ટના સફળ થયા બાદ ભારત પાંચમી પેઢીના ફાઈટર જેટ્સનું નિર્માણ કરનારા ચુનિંદા દેશોની યાદીમાં સામેલ થશે.
આ પણ વાંચો : IFR 2026: 60 વર્ષ બાદ INS Vikrant બતાવશે શક્તિ, વિશાખાપટ્ટનમમાં જામશે દુનિયાની નૌસેનાઓનો મેળો


