Major Upset: આપ અને અરવિંદ બંન્ને ડુબ્યા, નવી દિલ્હી સીટ પરથી કેજરીવાલનો પરાજય
- આમ આદમી પાર્ટીનો દિલ્હીમાં ભયંકર રકાસ
- આપના સર્વે સર્વા કેજરીવાલ પણ ન બચાવી શકયા સીટ
- ભાજપના પ્રવેશ વર્માએ કેજરીવાલને 1844 મતથી હાર્યા
Delhi Election Results 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. એક તરફ સમગ્ર પાર્ટી હાર તરફ આગળ વધી રહી છે. બીજી તરફ, દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે. ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્માએ તેમને હરાવ્યા છે. જ્યારે કોંગ્રેસના સંદીપ દીક્ષિત ત્રીજા સ્થાને રહ્યા.
અરવિંદ કેજરીવાલને 10મા રાઉન્ડ સુધી કુલ 20190 મત મળ્યા. જ્યારે પ્રવેશ વર્માને 22034 મત મળ્યા. આ રીતે, પ્રવેશ વર્મા અરવિંદ કેજરીવાલથી 1844 મતોથી પાછળ હતા. આ ઉપરાંત સંદીપ દીક્ષિતને 3503 મત મળ્યા. જેના પરથી સ્પષ્ટ થાય છે કે, જો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળીને ચૂંટણી લડ્યા હોત તો આજે ચિત્ર કંઇક અલગ હોત પરંતુ આમ આદમી પાર્ટીને કોંગ્રેસે નુકસાન પહોંચાડ્યું તે કેજરીવાલની સીટ પરથી જ સ્પષ્ટ થાય છે.


