ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Data Protection Bill પર મલ્લિકાર્જુન ખડગેના મોદી સરકાર પર પ્રહારો! કહ્યું, સરકાર RTI ને નબળી કરી રહી છે

મોદી સરકારના ડેટા પ્રોટેક્શન બિલને લઈને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે મોદી સરકાર ડેટા પ્રોટેક્શન બિલની મદદથી કૌભાંડીઓને બચાવવાનું કામ કરશે.
04:21 PM Mar 04, 2025 IST | MIHIR PARMAR
મોદી સરકારના ડેટા પ્રોટેક્શન બિલને લઈને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે મોદી સરકાર ડેટા પ્રોટેક્શન બિલની મદદથી કૌભાંડીઓને બચાવવાનું કામ કરશે.
data protection bill

Data Protection Bill : મોદી સરકાર 10 માર્ચથી શરૂ થતા બજેટ સત્રના બીજા તબક્કામાં ડેટા પ્રોટેક્શન બિલ લાવી રહી છે. આ બહુપ્રતિક્ષિત બિલ છેલ્લા એક વર્ષથી પેન્ડિંગ છે. મોદી સરકાર સતત તેના નિયમો પર વિચાર-વિમર્શ કરી રહી છે. હવે તેને સંસદમાં રજૂ કરવામાં આવશે. જો કે, રાજ્યસભામાં સંખ્યાના અભાવને કારણે, આ બિલ ફરી એક વખત સ્થગિત થવાની સંભાવના છે. વિપક્ષ અન્ય બિલોની જેમ તેને JPCમાં મોકલવાની માંગ કરી શકે છે. બીજી તરફ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ અંગે સરકાર પર નિશાન સાધ્યું છે.

સરકાર RTI એક્ટને નબળી પાડવા તત્પર

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે એક તરફ Misinformation અને Disinformation માં ભારત છેલ્લા કેટલાક વર્ષોથી ટોચ પર આવી ગયુ છે, બીજી તરફ, મોદી સરકાર ડેટા પ્રોટેક્શન કાયદો લાવીને કોંગ્રેસ-UPA દ્વારા લાગુ કરાયેલ માહિતી અધિકાર (RTI) કાયદાને નબળો પાડવા માટે તત્પર છે.

સ્કેમર્સના નામ પબ્લિક ડોમેનમાં આવે તે જરૂરી

ભલે તે જાહેર ક્ષેત્રને લગતી માહિતી હોય જેમ કે રેશનકાર્ડની યાદી, મનરેગા (MGNREGA)ના લાભાર્થી મજૂરો, લોક કલ્યાણ યોજનાઓમાં સામેલ લોકોના નામ, ચૂંટણીમાં મતદાર યાદી, કે પછી સરકારી બેંકોમાંથી લોન લઈને વિદેશ ભાગી ગયેલા કૌભાંડી અબજોપતિઓના નામ - આ બધાના નામ લોકો માટે જાહેર ડોમેનમાં ઉપલબ્ધ હોવા જોઈએ.

આ પણ વાંચો :  વિધાનસભા ગૃહમાં MLA મસાલો ખાઈને થૂંક્યા, અધ્યક્ષે કહ્યું : મે બધુ જ જોયું!

Right to Privacy માટે કોંગ્રેસ લડી છે

હવે મોદી સરકાર ડેટા પ્રોટેક્શનના નામે RTI એક્ટને નબળી બનાવી રહી છે, જેના કારણે હવે આવા નામ સાર્વજનિક નહીં થાય. રાઈટ ટુ પ્રાઈવસી એ મૂળભૂત અધિકાર છે અને કોંગ્રેસે તેના માટે લડાઈ લડી છે, પરંતુ જ્યાં લોક કલ્યાણની વાત આવે છે ત્યાં માહિતીનો અધિકાર જરૂરી બની જાય છે. કોંગ્રેસની આરટીઆઈમાં પણ રાઈટ ટુ પ્રાઈવસીને ધ્યાનમાં રાખવામાં આવી હતી, પરંતુ તેનો અર્થ એ નથી કે લાભાર્થીઓની યાદી કે કૌભાંડ કરનારાઓના નામ જાહેર ન કરવામાં આવે.

કોંગ્રેસ પક્ષ આરટીઆઈને નબળો પડવા દેશે નહીં, અમે અગાઉ પણ તેના માટે અમારો અવાજ ઉઠાવ્યો છે અને ગલીથી લઈને સંસદ સુધી અમારો અવાજ ઉઠાવતા રહીશું. અમે લોકોના અધિકારોને સુરક્ષિત કરવા માટે આ સરમુખત્યારશાહી સરકાર સામે લડતા રહીશું!

આ પણ વાંચો :  શહજાદી તો ગઈ પણ ભારતના કેટલાય કેદીઓ હજુ પણ દુનિયાની જુદી જુદી જેલોમાં બંધ

Tags :
CongressPartyDataPrivacyDataProtectionBillFightForRTIGujaratFirstMallikarjunKhargeMihirParmarModigovernmentPrivacyVsTransparencyRightToInformationRTIAct
Next Article