ગુજરાતના લોકો 'અભણ'!, Mallikarjun Kharge ના નિવેદનથી ભાજપ લાલઘૂમ
- ગુજરાતના લોકો પર ટિપ્પણીથી Mallikarjun Kharge વિવાદમાં
- કેરળની રેલીમાં ખડગેએ ગુજરાતની જનતાને અશિક્ષિત ગણાવી
- ભાજપ નેતા રવિશંકર પ્રસાદે માફીની માંગ સાથે કર્યા પ્રહાર
- શશી થરૂરે રાજકીય ભાષાના સ્તર બાબતે આપી ગંભીર સલાહ
- કોંગ્રેસ હાઈકમાન્ડને આ નિવેદન પર સ્પષ્ટતા કરવા ભાજપનો પડકાર
- ગુજરાતની અસ્મિતાના મુદ્દે સોશિયલ મીડિયા પર શરૂ થયો જંગ
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) એ ગુજરાતના લોકો વિશે કરેલી એક ટિપ્પણીએ દેશના રાજકારણમાં મોટું તોફાન મચાવ્યું છે. કેરળ (Kerala) માં એક ચૂંટણી રેલી દરમિયાન ખડગેએ ગુજરાતના લોકોને 'અભણ' ગણાવતા ભારતીય જનતા પાર્ટી (BJP) એ આક્રમક વલણ અપનાવ્યું છે.
Mallikarjun Kharge નો શું છે સમગ્ર વિવાદ?
રવિવારે કેરળના ઇડુક્કી (Idukki) જિલ્લામાં યોજાયેલી રેલીમાં ખડગેએ નિવેદન આપ્યું હતું કે, કેરળના લોકો સુશિક્ષિત અને હોશિયાર છે, તેથી તેમને ગેરમાર્ગે દોરી શકાય નહીં. આ સાથે તેમણે સરખામણી કરતા કહ્યું કે, ગુજરાત અને અન્ય કેટલાક સ્થળોએ લોકો 'અભણ' (Illiterate) હોવાથી તેમને સરળતાથી ભ્રમિત કરવામાં આવે છે. આ નિવેદન સામે આવતા જ ભાજપે તેને ગુજરાતની અસ્મિતા પર પ્રહાર ગણાવ્યો છે.
𝐌𝐚𝐥𝐥𝐢𝐤𝐚𝐫𝐣𝐮𝐧 𝐊𝐡𝐚𝐫𝐠𝐞, 𝐜𝐚𝐫𝐫𝐲𝐢𝐧𝐠 𝐟𝐨𝐫𝐰𝐚𝐫𝐝 𝐂𝐨𝐧𝐠𝐫𝐞𝐬𝐬’𝐬 𝐥𝐞𝐠𝐚𝐜𝐲 𝐨𝐟 𝐞𝐥𝐢𝐭𝐢𝐬𝐭 𝐚𝐫𝐫𝐨𝐠𝐚𝐧𝐜𝐞 𝐚𝐧𝐝 𝐫𝐞𝐠𝐢𝐨𝐧𝐚𝐥 𝐩𝐫𝐞𝐣𝐮𝐝𝐢𝐜𝐞, 𝐢𝐧𝐬𝐮𝐥𝐭𝐬 𝐭𝐡𝐞 𝐩𝐞𝐨𝐩𝐥𝐞 𝐨𝐟 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭 𝐛𝐲 𝐜𝐚𝐥𝐥𝐢𝐧𝐠 𝐭𝐡𝐞𝐦… pic.twitter.com/QFTjLQ62Tf
— BJP (@BJP4India) April 5, 2026
ભાજપની આકરી પ્રતિક્રિયા
પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે (Ravi Shankar Prasad) પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, ખડગેનું નિવેદન "શરમજનક અને અપમાનજનક" છે. પ્રસાદે સવાલ કર્યો કે શું રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી આ નિવેદન સાથે સહમત છે? ભાજપે માંગ કરી છે કે ખડગેએ ગુજરાત, બિહાર અને ઉત્તર પ્રદેશની જનતાની માફી માંગવી જોઈએ. તેમણે ઉમેર્યું કે જે પદ પર સરદાર પટેલ અને નેહરુ જેવા મહાનુભાવો રહ્યા છે, ત્યાં બેસીને આવી વિભાજનકારી ભાષા શોભતી નથી.
શશી થરૂરની પ્રતિક્રિયા
આ વિવાદ વચ્ચે કોંગ્રેસના નેતા શશી થરૂરે (Shashi Tharoor) મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, હાલમાં રાજકીય સંવાદનું સ્તર ઘટી રહ્યું છે. જોકે તેમણે સીધો ખડગેનો બચાવ કરવાને બદલે સલાહ આપી હતી કે, ભલે સામે પક્ષે ખરાબ ભાષાનો ઉપયોગ થતો હોય, પણ આપણે આપણું સ્તર નીચું લાવવું જોઈએ નહીં.
આ પણ વાંચો : નવસારીના Bilimora માં જ્વેલર્સ પર ફાયરિંગ, લૂંટના ઇરાદે આવ્યા હતા ત્રણ લોકો


