Delhi Fire News : માલવિયા નગર અગ્નિકાંડ પર PM મોદીએ શોક વ્યક્ત કર્યો, પીડિતો માટે વળતરની કરી જાહેરાત
Delhi Fire News : દિલ્હીના માલવિયા નગર વિસ્તારમાં બુધવારે આજે સવારે એક રેસ્ટોરન્ટમાં લાગેલી ભીષણ આગને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ હૃદયદ્રાવક ઘટનામાં અત્યાર સુધીમાં 21 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. ફાયર વિભાગ અને કટોકટી પ્રતિભાવ ટીમો (Emergency Response Teams) દ્વારા અત્યાર સુધીમાં 30 થી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.
Delhi Fire News : PM મોદીએ વળતરની કરી જાહેરાત
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત ફંડ (PMNRF) હેઠળ સહાયની જાહેરાત કરી છે. પીએમ મોદીએ મૃતકોના પરિવારજનોને ₹2 લાખ અને ઈજાગ્રસ્તલોકોને ₹50,000 ની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. આ સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ શોક વ્યક્ત કરી ઈજાગ્રસ્ત લોકોને શ્રેષ્ઠ તબીબી સારવાર (Medical Treatment) આપવાની ખાતરી આપી છે.
The loss of lives due to a fire incident in Malviya Nagar, Delhi is tragic. My condolences to those who have lost their loved ones. Wishing a speedy recovery to the injured. Authorities are providing all possible assistance to those affected.
An ex-gratia of Rs. 2 lakh from…
— PMO India (@PMOIndia) June 3, 2026
સરકાર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે, "દિલ્હી સરકાર અસરગ્રસ્તોને તમામ જરૂરી મદદ પૂરી પાડી રહી છે." તેમણે વધુમાં જણાવ્યું કે ફાયર સર્વિસ, પોલીસ અને અન્ય એજન્સીઓ (Emergency Agencies) દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ આ ઘટના પર સંવેદના વ્યક્ત કરી કોંગ્રેસ કાર્યકરોને મદદ માટે આગળ આવવા અપીલ કરી છે.
આ પણ વાંચો : Delhi Breaking News : માલવિયા નગરમાં એક રેસ્ટોરન્ટમાં લાગી ભીષ આગ,20 લોકોના મોત


