Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

મમતા બેનર્જીએ લગાવ્યો તમિલનાડુના CM સ્ટાલિન પર આરોપ, BJP-DMKની મિલીભગત

Mamata Benerjee BJP DMK: પ. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Benerjee) એ કોંગ્રેસ અને તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન (M. K. Stalin) પર ભાજપ (BJP) સાથે ગુપ્ત સાંઠગાંઠ હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે ચૂંટણી પંચ દ્વારા બંગાળના અધિકારીઓને તમિલનાડુ મોકલવા અંગે પણ નારાજગી વ્યક્ત કરી હતી. બીજી તરફ, કોંગ્રેસે વળતો પ્રહાર કરતા કહ્યું કે મમતા પોતે જ ભાજપને મદદ કરવા માટે વિપક્ષી ગઠબંધનમાં મૂંઝવણ ઊભી કરી રહ્યા છે.
મમતા બેનર્જીએ લગાવ્યો તમિલનાડુના cm સ્ટાલિન પર આરોપ  bjp dmkની મિલીભગત
Advertisement

. Mamata Benerjee એ એમ.કે. સ્ટાલિન અને કોંગ્રેસ પર BJP સાથે મિલીભગતનો ગંભીર આરોપ લગાવ્યો
. ચૂંટણી પંચે બંગાળના અધિકારીઓને નિરીક્ષક તરીકે તમિલનાડુ મોકલતા વિકાસ કામો અટક્યા હોવાનો દાવો
. કોંગ્રેસના મતે મમતાનું આ નિવેદન દ્રવિડ મતદારોમાં ભ્રમ પેદા કરી ભાજપને ફાયદો પહોંચાડવાનું ષડયંત્ર છે

Mamata Benerjee BJP DMK: ચૂંટણી (Election) ભારતીય રાજનીતિમાં દોસ્તને દુશ્મન અને દુશ્મનને દોસ્ત બનાવે છે. આનું તાજેતરનું ઉદાહરણ પાંચ રાજ્યોની વિધાનસભા (Assembly Election) ની ચૂંટણીછે. તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ અને પ. બંગાળના મુખ્યમંત્રી મમતા બનર્જી (Mamata Benerjee) પોતાના રાજ્યમાં મુશ્કેલીમાં છે. વિધાનસભાની ચૂંટણી પહેલા આ મુશ્કેલી વ્યાજબી છે. આમ પણ ભાજપ (BJP) જે પ્રકારે ચૂંટણી લડી રહ્યું છે, તેનાથી મમતા બેનર્જીને મુશ્કેલી થવી સ્વાભાવિક છે. પશ્ચિમ બંગાળ (West Bengal) માં ભાજપ સતત જનતા પર પ્રભાવ જમાવી રહ્યું છે. આ વખતે મમતા બેનર્જીને સત્તા જવાનો ડર પણ સતાવી રહ્યો હશે.

Advertisement

આ પણ વાંચો: Iran War: ટ્રમ્પની ગાળોવાળી પોસ્ટમાં 'અલ્લાહ'નો ઉલ્લેખ! મુસ્લિમ જગતમાં ભારે રોષ

Advertisement

મમતા બેનર્જી (Mamata Benerjee) નો આરોપ

આપણને યાદ જ છે કે ભાજપ (BJP) ને હરાવવા માટે કૉંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોએ INDIA ગઠબંધન બનાવ્યું હતું. પરંતુ તેના ધાર્યા પરિણામો સામે આવ્યા નથી. ભાજપને હરાવવાનું દૂર, આ વિપક્ષી ગઠબંધનમાં અંદરોઅંદર એકબીજા ઘટકદળોને હરાવવાનું કામ થઈ રહ્યું છે. પશ્ચિમ બંગાળની હાલની રાજકીય સ્થિતિને જોતા પરિસ્થિતિ વિકટ હોવાનું એટલા માટે લાગી રહ્યું છે, કારણ કે મમતા બેનર્જીએ કૉંગ્રેસની સાથે જ અન્ય વિપક્ષી પાર્ટીઓની ભાજપ સાથે મિલીભગતના આરોપ લગાવી દીધા છે. તેમણે કૉંગ્રેસ પર તો ભાજપ સાથે અંદરખાને સાંઠગાંઠના આરોપ લગાવ્યા છે. પરંતુ તેની સાથે જ ડીએમકે (DMK) ના અધ્યક્ષ અને તમિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિન (M. K. Stalin) માટે પણ તેઓ ભાજપ (BJP) સાથે મળેલા હોવાનો ગંભીર રાજકીય આરોપ મમતા બેનર્જીએ લગાવ્યો છે. તમિલનાડુ (Tamilnadu) માં ડીએમકે (DMK) અને કૉંગ્રેસ ગઠબંધનમાં ચૂંટણી લડી રહ્યા છે અને ભાજપનું ગઠબંધન તેમની સામે ચૂંટણી લડી રહ્યું છે.

આ પણ વાંચો: શરદ પવારની પાર્ટીમાં Ajit Pawar ની વાપસી થવાની હતી, દુર્ઘટનાની તપાસ કરો: મમતા બેનર્જી

DMK-Congress પર મમતાએ શા માટે લગાવ્યો આરોપ?

મમતા બેનર્જીએ તમિલનાડુ (Tamilnadu) માં કોંગ્રેસ અને એમ. કે. સ્ટાલિન બંનેની ભાજપ સાથેની સાઠગાંઠ હોવાનો આરોપ લગાવ્યો છે અને તેનું કારણ સમજાય તેવું નથી. મમતા બેનર્જીએ આગળ કહ્યુ છે કે ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના અધિકારીઓને પર્યવેક્ષક બનાવીને તમિલનાડુમાં મોકલી દીધા છે. જેનાથી પશ્ચિમ બંગાળનો વિકાસ ઠપ થઈ ગયો છે. આ બંને વાતોમાં કોઈ તાલમેલ દેખાય રહ્યો નથી.

મમતા બેનર્જી પર કૉંગ્રેસના નેતાનો વળતો આરોપ

તો કૉંગ્રેસના નેતા વળતો આરોપ લગાવીને કહી રહ્યા છે કે હકીકતમાં મમતા બેનર્જીની સાંઠગાંઠ ભાજપ સાથે છે અને માટે તેમણે આવું નિવેદન આપ્યું છે. કહેવામાં આવે છે કે તમિલનાડુમાં દ્રવિડ (Dravid) મતદાતાઓ વચ્ચે ગુંચવાડો પેદા કરવા માટે મમતા બેનર્જીએ આ નિવેદન આપ્યું છે. આનું થોડું ઘણું પણ નુકશાન કૉંગ્રેસ અને ડીએમકેને થવાની પુરી શક્યતાઓ છે.

આ પણ વાંચો: Bengal Assembly Election: બંગાળમાં બાબરીવાળા હુમાયૂં-ઓવૈસીના ગઠબંધનના કારણે મમતા બેનર્જી BJP સામે હારશે?

Tags :
Advertisement

.

×