પૂર્વ CM મમતા બેનર્જીને સનાતન ધર્મ પર ટિપ્પણી કરવી પડી ભારે,નોંધાઇ પોલીસ ફરિયાદ!
પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી ફરી એકવાર કાનૂની સંકટમાં ઘેરાયા છે. સનાતન ધર્મ પર કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીઓ અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના ગંભીર આરોપો સાથે સિલિગુડી સાયબર પોલીસમાં તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. લાંબા સમયથી દબાયેલો આ વિવાદ હવે કાનૂની વળાંક લઈ રહ્યો છે. શું આ ફરિયાદ માત્ર રાજકીય દાવપેચ છે કે પછી કોઈ મોટી કાનૂની મુસીબતની શરૂઆત? આ ઘટના ક્રમ પશ્ચિમ બંગાળના રાજકારણમાં આગામી દિવસોમાં કેવા રંગ લાવશે, તે જોવું ખૂબ જ મહત્વનું બની રહેશે.
Advertisement
Mamata Banerjee Police Complaint : પશ્ચિમ બંગાળ [West Bengal] ના મુખ્યમંત્રી મમતા બેનર્જી [Mamata Banerjee] ફરી એકવાર કાનૂની વિવાદમાં સપડાયા છે. સિલિગુડી [Siliguri] ના સાયબર પોલીસ સ્ટેશનમાં એડવોકેટ રિંકી ચેટર્જી સિંહ [Advocate Rinki Chatterjee Singh] દ્વારા તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મમતા બેનર્જી પર સનાતન ધર્મ [Sanatan Dharma] વિશે અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ છે. ફરિયાદમાં જણાવાયું છે કે 2025 માં કોલકાતા [Kolkata] માં ઈદની ઉજવણી દરમિયાન અને તે પહેલા ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે હિન્દુ સમુદાય વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા, જે ધાર્મિક લાગણીઓ દુભાવે છે અને સામાજિક તણાવનું કારણ બની શકે છે.

