બંગાળમાં હાર બાદ મમતા બેનર્જીનું મોટું નિવેદન, 'હું રાજીનામું નહીં આપું, અમારી બેઠકો EC એ ચોરી છે!'
- મમતા બેનર્જીએ રાજીનામું આપવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો (Mamata Banerjee Result Reactions)
- ચૂંટણી પંચને ‘ખલનાયક’ ગણાવી EVM પર ઉઠાવ્યા સવાલ
- 90 લાખ મતદારોના નામ કાપી નાખ્યા હોવાનો વિસ્ફોટક દાવો
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના (West Bengal Election) પરિણામો બાદ રાજ્યનું રાજકારણ ગરમાયું છે. કાર્યકારી મુખ્યમંત્રી મમતા બેનર્જીએ (Mamata Banerjee) 5 મેના રોજ એક પ્રેસ કોન્ફરન્સ સંબોધીને ચૂંટણી પંચ (Election Commission of India) પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, "મારા રાજીનામું આપવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. અમે નૈતિક રીતે જીત્યા છીએ, પણ અમને જાણીજોઈને હરાવવામાં આવ્યા છે."
Mamata Banerjee Result Reactions : ચૂંટણી પંચ પર ‘ખલનાયક’ હોવાનો આરોપ
મમતા બેનર્જીએ ચૂંટણી પંચની ભૂમિકા પર ગંભીર સવાલો ઉઠાવતા કહ્યું કે, આ ચૂંટણીમાં કમિશન ‘ખલનાયક’ સાબિત થયું છે. તેમણે આરોપ લગાવ્યો કે તેમની 100 બેઠકોની ‘ચોરી’ કરવામાં આવી છે અને આશરે 9 મિલિયન (90 લાખ) મતો કાપી નાખવામાં આવ્યા છે. ઈવીએમ (EVM) મશીનોની વિશ્વસનીયતા પર શંકા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, મતદાન બાદ પણ મશીનોમાં 80-90% ચાર્જિંગ કેવી રીતે હોઈ શકે?
This is not the end. This is only the beginning.
In an unapologetic, unflinching press conference, Smt. @MamataOfficial, joined by Shri @abhishekaitc, Smt. Chandrima Bhattacharya, Shri Sobhandeb Chattopadhyay, Shri Firhad Hakim, Shri Derek O'Brien and Shri Kalyan Banerjee,… pic.twitter.com/UpUakYqjAa
— All India Trinamool Congress (@AITCofficial) May 5, 2026
એજન્સીઓનો દુરુપયોગનો આરોપ
મમતા બેનર્જીએ કહ્યું કે, આખું સરકારી તંત્ર અમારી વિરુદ્ધ કામે લગાડવામાં આવ્યું હતું. ચૂંટણીનાં બે દિવસ પહેલા અમારા કાર્યકરોની ધરપકડ કરવામાં આવી અને એસઆઈઆર (SIR) ડેટામાંથી લાખો નામો દૂર કરવામાં આવ્યા. તેમણે આને અત્યાર સુધીની સૌથી ‘ગંદી અને ઘૃણાસ્પદ રમત’ ગણાવી હતી.
INDIA ગઠબંધન સાથેની એકતા
હાર છતાં મમતા બેનર્જીએ વિપક્ષી એકતા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે સોનિયા ગાંધી (Sonia Gandhi), રાહુલ ગાંધી (Rahul Gandhi), અરવિંદ કેજરીવાલ અને અખિલેશ યાદવ (Akhilesh Yadav) સહિતના નેતાઓએ તેમને ફોન કરીને સમર્થન જાહેર કર્યું છે. મમતાએ કહ્યું, "હવે હું એક મુક્ત પક્ષી છું અને વિપક્ષી ગઠબંધનને વધુ મજબૂત બનાવવા માટે કામ કરીશ.
આ પણ વાંચો: 75 વર્ષનો લાંબો વનવાસ ખતમ: શ્યામા પ્રસાદ મુખર્જીના જન્મસ્થળ બંગાળમાં પહેલીવાર ખીલ્યું ‘કમળ’


