Mamata Banerjee Supreme Court: સુપ્રીમ કોર્ટમાં મમતા દીદીના વકીલ તેવર, SIR પ્રક્રિયાના વિરોધમાં કરી ધારદાર રજૂઆત!
- પશ્ચિમ બંગાળમાં SIR પ્રક્રિયાના વિરોધમાં મમતા બેનર્જીએ રજૂ કરી દલીલ (Mamata Banerjee Supreme Court)
- CJI સૂર્યકાંત સમક્ષ ભાવુક થઈને મુખ્યમંત્રીએ ચૂંટણી પંચ સામે ઉઠાવ્યા સવાલ
- મતદાર યાદી સુધારણાના નામે લોકોના નામ કાઢી નાખવાનો ગંભીર આરોપ
સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (Special Intensive Revision - SIR) પ્રક્રિયા અંગેની સુનાવણી દરમિયાન એક અસામાન્ય અને ઐતિહાસિક દ્રશ્ય જોવા મળ્યું. સામાન્ય રીતે વરિષ્ઠ વકીલો જ કોર્ટમાં દલીલો કરતા હોય છે, પરંતુ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ (Mamata Banerjee) પોતે ચીફ જસ્ટિસ સૂર્યકાંત (CJI Surya Kant) સમક્ષ પક્ષ રજૂ કરવાની પરવાનગી માંગી હતી. કપિલ સિબ્બલ (Kapil Sibal) જેવા દિગ્ગજ વકીલોની હાજરી છતાં મમતા બેનર્જીએ જે દલીલો કરી તેણે કોર્ટરૂમમાં સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
સામાન્ય રીતે મુખ્યમંત્રીઓ વતી દેશના દિગ્ગજ વકીલો દલીલો કરતા હોય છે, પરંતુ મમતા બેનર્જીએ (Mamata Banerjee) તમામ પ્રોટોકોલ અને પરંપરાઓને બાજુ પર રાખીને પોતે જ પશ્ચિમ બંગાળના લોકોનો પક્ષ રજૂ કર્યો હતો. CJI સૂર્યકાંત (CJI Surya Kant) સમક્ષ તેમની આ સીધી અને ધારદાર રજૂઆતે સાબિત કર્યું કે પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી SIR પ્રક્રિયાને તેઓ કેટલી ગંભીરતાથી લઈ રહ્યા છે. આ ઐતિહાસિક પળ માત્ર કાનૂની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ રાજકીય રીતે પણ અત્યંત સૂચક માનવામાં આવી રહી છે.
Mamata Banerjee Supreme Court: જસ્ટિસ સમક્ષ મમતા બેનર્જીની ભાવુક વિનંતી
સુનાવણીની શરૂઆતમાં મમતા બેનર્જીએ અત્યંત ભાવુક સ્વરમાં કહ્યું કે, "તમામ માનનીય ન્યાયાધીશોને મારી વિનંતી છે કે મારી વાત સાંભળવામાં આવે. જ્યારે ન્યાયના દ્વાર પાછળ રડવાની સ્થિતિ સર્જાય છે, ત્યારે મેં અનેકવાર ચૂંટણી પંચ (Election Commission) ને પત્રો લખ્યા છે." આ દરમિયાન તેમની સાથે સાંસદ કલ્યાણ બેનર્જી (Kalyan Banerjee) પણ હાજર હતા.
Addressing the Hon’ble Court, Smt. @mamataofficial placed real-life cases on record, backed by reports from leading newspapers. Clarifying, she stated: “These are not my photographs. These are from reputed newspapers.”
She explained that the SIR is being used almost entirely as… pic.twitter.com/2gaO51NyHT
— All India Trinamool Congress (@AITCofficial) February 4, 2026
CJI સૂર્યકાંતની દરમિયાનગીરી
જ્યારે મુખ્યમંત્રીએ વિગતે વાત શરૂ કરી, ત્યારે ચીફ જસ્ટિસ સૂર્યકાંતે તેમને અટકાવતા યાદ અપાવ્યું કે પશ્ચિમ બંગાળ (West Bengal) રાજ્ય વતી કપિલ સિબ્બલ અને શ્યામ દિવાન (Shyam Divan) જેવા દેશના શ્રેષ્ઠ વકીલો દલીલો કરી રહ્યા છે. CJI એ આશ્વાસન આપ્યું કે કોર્ટ એ બાબત સુનિશ્ચિત કરશે કે કોઈ પણ નિર્દોષ નાગરિક મતાધિકારથી વંચિત ન રહે.
SIR પ્રક્રિયા પર ગંભીર આરોપો
મમતા બેનર્જીએ અખબારોમાં પ્રકાશિત થયેલા ફોટોગ્રાફ્સ (Photographs) રજૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરતા આરોપ લગાવ્યો કે, આ SIR પ્રક્રિયા માત્ર મતદારોના નામ કાઢી નાખવા માટે જ છે, નવા નામ ઉમેરવા માટે નહીં. તેમણે કઠોર સ્વરમાં દાવો કર્યો કે:
ચૂંટણી પૂર્વે પશ્ચિમ બંગાળના લોકોને ઇરાદાપૂર્વક નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
આ ઉત્પીડનને કારણે 100 થી વધુ લોકોના મોત થયા છે અને ઘણા BLO એ આત્મહત્યા કરી છે.
લગ્ન કરીને સાસરે જતી દીકરીઓના નામ એકપક્ષીય રીતે કાઢી નાખવામાં આવી રહ્યા છે.
આધાર કાર્ડ (Aadhaar Card) હોવા છતાં વધારાના દસ્તાવેજો માંગવામાં આવે છે.
‘આસામમાં કેમ નહીં?’
મુખ્યમંત્રીએ સૌથી મોટો પ્રશ્ન એ ઉઠાવ્યો કે જો આ પ્રક્રિયા એટલી જ અનિવાર્ય હોય તો આસામ (Assam) કે અન્ય ઉત્તર ભારતના રાજ્યોમાં તે કેમ કરવામાં આવતી નથી? માત્ર બંગાળમાં જ બે વર્ષનું કામ બે મહિનામાં પૂર્ણ કરી મતદારોને કેમ પરેશાન કરવામાં આવે છે?
આ પણ વાંચો: Anurag Thakur LV Belt : સંસદમાં 80 હજારની બેલ્ટ? વીડિયો જોઈને લોકોએ લીધા આડેહાથ


