Mamata Banerjee Cec : મમતા બેનર્જીનો ગંભીર આરોપ, ચૂંટણી પંચ ભાજપના ઈશારે કામ કરે છે!
દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર સાથેની મુલાકાત બાદ મમતા બેનર્જીએ જે પ્રકારનું નિવેદન આપ્યું છે, તેણે દેશના રાજકીય વાતાવરણને ગરમાવી દીધું છે. ચૂંટણી પંચને સીધું જ ભાજપનું 'IT સેલ' કહીને મમતાએ સંસ્થાની પારદર્શિતા સામે યુદ્ધ છેડ્યું છે. જીવતા લોકોને મૃત બતાવવાની આ રમત પાછળનો અસલી ચહેરો કોણ છે અને સુપ્રીમ કોર્ટમાં પહોંચેલી આ લડાઈ હવે કયું નવું સ્વરૂપ લેશે?
Advertisement
- CEC જ્ઞાનેશ કુમાર સાથેની મુલાકાત બાદ દીદીનો આક્રમક મિજાજ (Mamata Banerjee Cec)
- બંગાળમાં SIR પ્રક્રિયા ભાજપના ઈશારે ચાલતી હોવાનો દાવો
- 15 સભ્યોના પ્રતિનિધિમંડળ સાથે મમતાએ ચૂંટણી પંચ સામે છેડ્યો જંગ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી (Chief Minister) મમતા બેનર્જી (Mamata Banerjee) એ સોમવારે દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર (Gyanesh Kumar) સાથેની મુલાકાત બાદ કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ (Election Commission) પર અત્યાર સુધીનો સૌથી આકરો પ્રહાર કર્યો છે. તેમણે ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવતા તેને 'ભાજપની IT સેલ' (BJP's IT Cell) ગણાવી દીધું છે.

