Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મમતા બેનર્જીનું વિવાદિત નિવેદન ફરી ચર્ચામાં - દુષ્ક્રમનું મુખ્ય કારણ છોકરા-છોકરીઓ વચ્ચે વધતો સંપર્ક

દુષ્કર્મના કેસોમાં વધારા પાછળ યુવાનોનું વધુ સંપર્ક જવાબદાર: મમતા સોશિયલ મીડિયા પર મમતાના 2012ના નિવેદનનો વ્યાપક વિરોધ યુવાનોના વધતા સંપર્કને મમતાએ દુષ્કર્મ માટે ઠેરવ્યું જવાબદાર Rape happens because... : કોલકાતા ડોક્ટર દુષ્કર્મ અને હત્યા (Rape and Murder) કેસે સમગ્ર દેશમાં...
મમતા બેનર્જીનું વિવાદિત નિવેદન ફરી ચર્ચામાં   દુષ્ક્રમનું મુખ્ય કારણ છોકરા છોકરીઓ વચ્ચે વધતો સંપર્ક
Advertisement
  • દુષ્કર્મના કેસોમાં વધારા પાછળ યુવાનોનું વધુ સંપર્ક જવાબદાર: મમતા
  • સોશિયલ મીડિયા પર મમતાના 2012ના નિવેદનનો વ્યાપક વિરોધ
  • યુવાનોના વધતા સંપર્કને મમતાએ દુષ્કર્મ માટે ઠેરવ્યું જવાબદાર

Rape happens because... : કોલકાતા ડોક્ટર દુષ્કર્મ અને હત્યા (Rape and Murder) કેસે સમગ્ર દેશમાં ગુસ્સાનું વાતાવરણ પેદા કર્યું છે. આ ઘટના બાદ દેશભરમાં ભારે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. લોકોમાં ભારે ગુસ્સો છે અને સોશિયલ મીડિયા (Social Media) પર આ ઘટનાનો વ્યાપક વિરોધ જોવા મળી રહ્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (West Bengal Chief Minister Mamata Banerjee) પર કટાક્ષ કરવામાં આવી રહ્યા છે, અને સાથે જ તેમનું 2012નું એક જૂનું નિવેદન ફરીથી ચર્ચાનો વિષય બન્યું છે, જે હાલમાં વાયરલ થઈ રહ્યું છે.

મમતા બેનર્જીનું 2012નું નિવેદન વાયરલ

વર્ષ 2012માં મમતાએ આપેલા નિવેદન મુજબ, દુષ્ક્રમ (Rape) ના કેસોમાં વધારો થવાનો મુખ્ય કારણ છોકરા-છોકરીઓ વચ્ચે વધતો સંપર્ક છે. મમતાએ કહ્યું હતું કે, "અત્યારના યુવાનો ખુલ્લેઆમ વાત કરે છે અને તેનાથી દુષ્કર્મની ઘટનાઓ વધી છે. પહેલા જો કોઈ સ્ત્રી-પુરુષ હાથ પકડીને જોવા મળતા તો પકડાતા અને તેમના માતા-પિતા તેમને ઠપકો આપતા. પરંતુ હવે આ બધું ખૂબ જ સામાન્ય થઈ ગયું છે." મમતાનું આ નિવેદન 2012ના કોલકાતાના પાર્ક સ્ટ્રીટ વિસ્તારમાં થયેલા સામૂહિક દુષ્કર્મના કિસ્સા પર પ્રતિક્રિયા આપતાં આવ્યું હતું, જેમાં તેમણે આ ઘટનાને બનાવટી ગણાવી હતી. મમતાના આ નિવેદનને લઈને લોકોમાં ફરી એકવાર રોષ ભભૂકી ઉઠ્યો છે. આ પ્રથમ વખત નથી જ્યારે નેતાઓએ દુષ્કર્મ જેવા ગંભીર મુદ્દે વિવાદિત નિવેદન આપ્યા હોય. તાજેતરમાં, ઉત્તર પ્રદેશના અયોધ્યામાં એક સગીર સાથે સામૂહિક દુષ્કર્મ (Rape) ના કિસ્સામાં સપાના નેતા મોઇદ ખાનના સંડોવણીને કારણે રાજકીય ગરમાવો સર્જાયો હતો. લખનૌમાં આ મામલે કેટલાક પોસ્ટરો પણ લગાવાયા હતા, જેમાં મુલાયમ સિંહ યાદવના 2014ના વિવાદિત નિવેદન 'છોકરાઓ ભૂલો કરે છે'ની યાદ અપાવી હતી.

Advertisement

Advertisement

મુલાયમનું જુનુ નિવેદન ફરી ચર્ચામાં

અયોધ્યાના દુષ્કર્મ કેસમાં આરોપી મોઇદ ખાનને બચાવવા માટે ભાજપે સમાજવાદી પાર્ટીને નિશાને લીધી છે. દુષ્કર્મના આરોપીઓના DNA ટેસ્ટ અંગે અખિલેશ યાદવના નિવેદન પર પણ વિરોધ પ્રદર્શિત થયો હતો. ભાજપના નેતા શ્વેતા સિંહે લખનૌમાં એક હોર્ડિંગ લગાવ્યું, જેમાં મુલાયમ સિંહના વિવાદિત નિવેદનની યાદ અપાવવાનું ઉદ્દેશ્‍ય હતું. આ હોર્ડિંગમાં મોઈદ ખાનના કેસનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં લખ્યું હતું 'મોઈદ હૈ, ગલતી હો ગઈ હૈ?' વિધાનસભામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના ભાજપના નેતાઓએ પણ આ મામલે સમાજવાદી પાર્ટી પર આક્ષેપ કર્યા છે.

આ પણ વાંચો:  Kolkata Murder Case: નિર્ભયાની માતાનો આક્ષેપ - યોગ્ય કાર્યવાહીની જગ્યાએ ધ્યાન ભટકાવી રહ્યા છે પશ્ચિમ બંગાળના CM

Tags :
Advertisement

.

×