Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Mangaluru Blast Case : મેંગલુરુ પ્રેશર કુકર બ્લાસ્ટના મુખ્ય સૂત્રધારને 10 વર્ષની સખત કેદ

Mangaluru Blast Case : રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ની વિશેષ અદાલતે વર્ષ 2022 ના ચર્ચિત મેંગલુરુ પ્રેશર કુકર બ્લાસ્ટ કેસમાં મોટો ચુકાદો આપ્યો છે. અદાલતે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ISIS ના સભ્ય અને મુખ્ય આરોપી મોહમ્મદ શારિકને દોષિત ઠેરવી 10 વર્ષની સખત કેદની સજા સંભળાવી છે.
mangaluru blast case   મેંગલુરુ પ્રેશર કુકર બ્લાસ્ટના મુખ્ય સૂત્રધારને 10 વર્ષની સખત કેદ
Advertisement
  • Mangaluru Blast Case :  મેંગલુરુ પ્રેશર કુકર બ્લાસ્ટના મુખ્ય આરોપી મોહમ્મદ શારિકને 10 વર્ષની સખત કેદ
  • ISIS સાથે મળીને ભારતમાં IED હુમલા અને આતંક ફેલાવવાનું ઘડ્યું હતું કાવતરું
  • મંદિરને નિશાન બનાવવા જતી વખતે રિક્ષામાં જ બોમ્બ ફાટતા આતંકી પ્લાન થયો હતો નિષ્ફળ
  • નકલી આઈડી અને વારંવાર મોબાઈલ બદલીને પોલીસને હાથતાળી આપતો હતો આતંકી શારિક
  • NIA કોર્ટે જેલની સજાની સાથે આરોપી પર ₹92,000 નો ભારે દંડ પણ ફટકાર્યો

Mangaluru Blast Case : રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ની વિશેષ અદાલતે વર્ષ 2022 ના ચર્ચિત મેંગલુરુ પ્રેશર કુકર બ્લાસ્ટ કેસ (Mangaluru Pressure Cooker Blast Case) માં મોટો ચુકાદો આપ્યો છે. અદાલતે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ISIS ના સભ્ય અને મુખ્ય આરોપી મોહમ્મદ શારિક (Mohammed Sharik)ને દોષિત ઠેરવી 10 વર્ષની સખત કેદ (Rigorous Imprisonment)ની સજા સંભળાવી છે. આ ઉપરાંત, કોર્ટે આરોપી પર ₹92,000 નો દંડ પણ ફટકાર્યો છે.

Mangaluru Blast Case : IED બ્લાસ્ટ દ્વારા આતંક ફેલાવવાનું હતું કાવતરું

NIAની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આરોપી મોહમ્મદ શારિક તેના હેન્ડલર અરાફાત અલી અને સૈયદ યાસીન સાથે મળીને ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનું કામ કરતો હતો. તેનો મુખ્ય ઉદ્દેશ્ય IED હુમલાઓ દ્વારા દેશમાં અંધાધૂંધી અને ભયનો માહોલ પેદા કરવાનો હતો. તે ISIS માટે આતંકવાદી ભંડોળ (Terror Funding) એકઠું કરવામાં પણ સક્રિય હતો.

Advertisement

નકલી ઓળખ અને ડિજિટલ પુરાવાનો કર્યો હતો નાશ

NIA તપાસ અનુસાર આરોપી અત્યંત સાવધાનીપૂર્વક પોતાનું નેટવર્ક ચલાવતો હતો. તેણે છેતરપિંડીથી અનેક નકલી ઓળખ કાર્ડ અને સિમ કાર્ડ મેળવ્યા હતા. તેમજ પોલીસ અને એજન્સીઓથી બચવા માટે તે વારંવાર પોતાના મોબાઈલ ફોન બદલતો હતો. આ ઉપરાંત પોલીસ અને એજન્સીઓથી બચવા માટે તે વારંવાર પોતાના મોબાઈલ ફોન બદલતો હતો. તેમજ મૈસુર (Mysuru)માં એક ગુપ્ત ઠેકાણું બનાવ્યું હતું, જ્યાં તે IED બનાવવા માટેનો કાચો માલ (Raw Material) એકત્ર કરતો હતો.

Advertisement

મંદિરને ટાર્ગેટ કરતા પહેલા જ થયો હતો વિસ્ફોટ

નવેમ્બર 2022 માં, મોહમ્મદ શારિક એક રિક્ષામાં પ્રેશર કુકર આઈઈડી (Pressure Cooker IED) લઈને મેંગલુરુના એક પ્રખ્યાત મંદિરમાં વિસ્ફોટ કરવા જઈ રહ્યો હતો. જોકે, નસીબજોગે આ બોમ્બ નિર્ધારિત સમય પહેલા જ રિક્ષામાં ફાટી ગયો હતો. આ અકસ્માતમાં શારિક પોતે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, જેના કારણે પોલીસને આ આખા મોડ્યુલનો પર્દાફાશ કરવામાં સફળતા મળી હતી.

NIA એ સમગ્ર મોડ્યુલનો પર્દાફાશ કર્યો

શરૂઆતમાં કર્ણાટક પોલીસે તપાસ હાથ ધરી હતી, પરંતુ મામલાની ગંભીરતા જોતા તપાસ NIAને સોંપવામાં આવી હતી. એજન્સીએ મૈસુરના અડ્ડા પર દરોડા પાડીને બોમ્બ બનાવવાની સામગ્રી જપ્ત કરી હતી અને આંતરરાષ્ટ્રીય સ્તરે જોડાયેલા ISIS મોડ્યુલ (ISIS Module)ને તોડી પાડ્યું હતું. હાલમાં NIA આ કેસમાં અન્ય કડીઓ અને સંભવિત મદદગારોની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : Punjab માં ફરી આતંકી કાવતરાની આશંકા, પટિયાલામાં રેલવે ટ્રેક ઉડાવવાનો પ્રયાસ ?

Tags :
Advertisement

.

×