Manipur President Rule: CMએ રાજીનામું આપતા મણિપુરમાં President Rule
- મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ
- ગૃહ મંત્રાલયએ સૂચના બહાર પાડી
- રાજ્યમાં લાંબા સમયથી હિંસા ચાલી રહી છે
Manipur President Rule: કેન્દ્ર સરકારે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ (Manipur President Rule)કરી દીધું છે. ગૃહ મંત્રાલય દ્વારા આ અંગે એક સૂચના પણ બહાર પાડવામાં આવી છે. તમને જણાવી દઈએ કે દેશના ઉત્તર-પૂર્વ ભાગમાં સ્થિત મણિપુર રાજ્યમાં લાંબા સમયથી હિંસા ચાલી રહી છે.ગયા રવિવારે મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે તેમના પદ પરથી રાજીનામું આપ્યું.તેમણે રાજભવન ખાતે રાજ્યપાલ અજય કુમાર ભલ્લાને પોતાનું રાજીનામું સુપરત કર્યું.
નોટિફિકેશનમાં શું કહેવામાં આવ્યું હતું?
ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે"મને એટલે કે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને, મણિપુર રાજ્યના રાજ્યપાલ તરફથી એક અહેવાલ મળ્યો છે. અહેવાલ અને પ્રાપ્ત અન્ય માહિતી પર વિચાર કર્યા પછી મને સંતોષ છે કે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે જેમાં તે રાજ્યનું શાસન ભારતના બંધારણની જોગવાઈઓ અનુસાર ચલાવી શકાતું નથી.તેથીહવે હું બંધારણના અનુચ્છેદ 356 દ્વારા આપવામાં આવેલી સત્તાઓ અને તે માટે મને સક્ષમ બનાવતી અન્ય તમામ સત્તાઓનો ઉપયોગ કરીને આથી જાહેર કરું છું કે હું મણિપુર રાજ્ય સરકારના તમામ કાર્યો અને તે રાજ્યના રાજ્યપાલ દ્વારા સોંપાયેલ અને ઉપયોગમાં લેવામાં આવતી તમામ સત્તાઓ, ભારતના રાષ્ટ્રપતિ તરીકે સંભાળું છું.
આ પણ વાંચો-ઉત્તરપ્રદેશ, બંગાળ, તમિલનાડુ, કર્ણાટક અને પંજાબ, આ 5 રાજ્યો જ્યાં વકફ પાસે સૌથી વધુ મિલકતો?
મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન થયું લાગુ
મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લા અને અર્ધલશ્કરી દળના અધિકારીઓએ આજે રાજભવન ખાતે બેઠક યોજી હતી. આ દરમિયાન, અધિકારીઓએ તેમને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની તૈનાતી અને ઓપરેશનલ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે. આ પહેલા 9 ફેબ્રુઆરીએ રાજ્યના મુખ્યમંત્રી બિરેન સિંહે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. રાજ્યમાં લગભગ બે વર્ષ સુધી ચાલી રહેલી સાંપ્રદાયિક હિંસા બાદ તેમણે આ રાજીનામું આપ્યું છે. આ બાબત તેમજ અન્ય મુદ્દાઓને લઈને રાજ્યમાં તેમની ટીકા થઈ રહી હતી. બિરેન સિંહના રાજીનામા પછી, એવી ચર્ચા હતી કે રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવી શકે છે.
આ પણ વાંચો-પત્ની બીજા કોઈ યુવકના પ્રેમમાં હોય તો પણ પતિ પાસેથી ભરણપોષણ લઈ શકે છે: મધ્યપ્રદેશ હાઈકોર્ટ
તે સસ્પેન્ડેડ એનિમેશન છે : સંબિત પાત્રા
મણિપુર માટે ભારતીય જનતા પાર્ટીના પ્રભારી સંબિત પાત્રાએ રાષ્ટ્રપતિ શાસન અંગે મહત્વપૂર્ણ માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે આ એક સસ્પેન્ડેડ એનિમેશન છે. આનો અર્થ એ થયો કે ભવિષ્યમાં તેમને ફરીથી રાજ્યના મુખ્યમંત્રી બનાવી શકાય છે.
આ પણ વાંચો-વિશ્વનાં 5 એવા દેશ જ્યાં એક પણ ભારતીય નથી, નામ જાણીને જરૂર ચોંકી જશો
હિંસામાં સેંકડો લોકો માર્યા ગયા
મે 2023 થી, ઇમ્ફાલ ખીણમાં રહેતા મેઇતેઈ સમુદાય અને આસપાસના પહાડી વિસ્તારોમાં રહેતા કુકી-જો સમુદાયો વચ્ચે વંશીય હિંસા ફાટી નીકળી. આ હિંસાને કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં 250 થી વધુ લોકો માર્યા ગયા છે અને હજારો લોકો બેઘર બન્યા છે. રાજ્યમાં મોટા પાયે કેન્દ્રીય દળો તૈનાત કરવામાં આવ્યા છે.