મણિપુર : અમિત શાહની અપીલ બાદ પ્રદર્શનકારીઓએ 140 હથિયારો કર્યા સરેન્ડર
હિંસાગ્રસ્ત મણિપુરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અપીલની અસર એક દિવસ બાદથી જ જોવા મળી હતી. મણિપુરના સુરક્ષા સલાહકાર કુલદીપ સિંહે જણાવ્યું કે, શુક્રવારે રાજ્યમાં અલગ-અલગ સ્થળોએ 140 થી વધુ હથિયારો અને 11 મેગેઝીન સરેન્ડર કરવામાં આવ્યા હતા.
મળતી જાણકારી અનુસાર, હથિયારોમાં SLR 29, કાર્બાઈન, એકે, ઈન્સાસ રાઈફલ, ઈન્સાસ એલએમજી, 303 રાઈફલ, 9mm પિસ્તોલ, 32 પિસ્તોલ, M16 રાઈફલ, સ્મોક ગન અને ટીયર ગેસ, લોકલ મેડ પિસ્તોલ, સ્ટન ગન, મોડીફાઈડ રાઈફલ, જેવીપી અને ગ્રેનેડ લોન્ચર સામેલ છે.
પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે, ભારતીય સેના અને આસામ રાઈફલ્સની લગભગ 140 ટુકડીઓ પૂર્વોત્તર રાજ્યમાં સ્થિતિ સામાન્ય બનાવવાનો પ્રયાસ કરી રહી છે. દરેક ટુકડીમાં 10,000 જવાનો છે. આ સિવાય અન્ય અર્ધલશ્કરી દળોના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે.
જોકે અમિત શાહે ચેતવણી પણ આપી હતી કે, રાજ્યમાં ટૂંક સમયમાં સર્ચ શરૂ કરવામાં આવશે. જો કોઈની પાસે હથિયાર હશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. શાહે કહ્યું હતું કે, મણિપુરના મોટાભાગના જિલ્લાઓમાં સ્થિતિ શાંતિપૂર્ણ છે. બદમાશો દ્વારા ખાલી મકાનોમાં ગોળીબાર અથવા આગચંપી કરવાની છૂટાછવાયા બનાવો જોવા મળી રહ્યા છે કારણ કે ઘણી સુરક્ષા એજન્સીઓ હિંસા રોકવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે.
આ પણ વાંચો : કુસ્તીબાજોના સમર્થનમાં આવી 1983ની વર્લ્ડ ચેમ્પિયન ટીમ