Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

manipur : મણિપુરમાં ફરી હિંસા ભડકી! 4 લોકોની ગોળી મારીને હત્યા,5 જિલ્લામાં કરર્ફ્યૂ

manipur : નવા વર્ષના પહેલા જ દિવસે મણિપુર( manipur) માં ફરી એકવાર હિંસા ફાટી નીકળી હતી. સોમવારે સાંજે થૌબલ જિલ્લામાં અજાણ્યા હુમલાખોરો દ્વારા 4 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જ્યારે ફાયરિંગમાં અન્ય 5થી વધુ લોકો ઘાયલ થયા હતા....
manipur    મણિપુરમાં ફરી હિંસા ભડકી  4 લોકોની ગોળી મારીને હત્યા 5 જિલ્લામાં કરર્ફ્યૂ
Advertisement

manipur : નવા વર્ષના પહેલા જ દિવસે મણિપુર( manipur) માં ફરી એકવાર હિંસા ફાટી નીકળી હતી. સોમવારે સાંજે થૌબલ જિલ્લામાં અજાણ્યા હુમલાખોરો દ્વારા 4 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જ્યારે ફાયરિંગમાં અન્ય 5થી વધુ લોકો ઘાયલ થયા હતા. સમગ્ર ઘટનાને પગલે તંત્ર દ્વારા 5 જિલ્લામાં ફરી કર્ફ્યુ લાદી દેવામાં આવ્યા છે.

Advertisement

હુમલાખોરોની ઓળખ થઈ શકી નથી

Advertisement

સમગ્ર મામલે અધિકારીઓએ જણાવ્યું કે, (manipur) હુમલાખોરોની ઓળખ થઈ નથી. અજાણ્યા બંદૂકધારીઓ લિલોંગ ચિંગજાઓ વિસ્તારમાં પહોંચ્યા અને સ્થાનિક લોકોને નિશાન બનાવીને અંધાધૂંધ ગોળીબાર કર્યો. આ દરમિયાન 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે 5 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હુમલા બાદ રોષે ભરાયેલા સ્થાનિકોએ 3 કારને આગ ચાંપી દીધી હતી. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Manipur Violence -ANI

Manipur Violence _ANI

અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ લાદવામાં આવ્યું

મણિપુર (manipur)માં હિંસા ભડક્યા બાદ થૌબલ, ઇમ્ફાલ પૂર્વ અને ઇમ્ફાલ પશ્ચિમ, કાકચિંગ અને બિષ્ણુપુર જિલ્લામાં ફરી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. દરમિયાન મુખ્યમંત્રી એન બિરેન સિંહે હિંસાની નિંદા કરી અને લિલોંગના રહેવાસીઓને શાંતિ જાળવવા અપીલ કરી. તેમણે કહ્યું કે પોલીસ હુમલાખોરોને શોધવામાં વ્યસ્ત છે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ કરવામાં આવશે. તેમણે કહ્યું કે રાજ્યની વર્તમાન સ્થિતિ વિશે કેન્દ્રીય નેતાઓને વાકેફ કરવા માટે એક પ્રતિનિધિમંડળ ટૂંક સમયમાં દિલ્હીની મુલાકાત લેશે.

મણિપુર હિંસામાં અત્યાર સુધીમાં 180થી વધુ લોકોના મોત

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે 3 મેના રોજ મણિપુર(  manipur)માં જાતિય હિંસા ફાટી નીકળ્યા બાદ રાજ્યમાં 180 થી વધુ લોકો માર્યા ગયા છે અને સેંકડો ઘાયલ થયા છે. મેઇતેઇ સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની માંગના વિરોધમાં પહાડી જિલ્લાઓમાં આદિવાસી એકતા કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પછી મણિપુરમાં હિંસા ફાટી નીકળી હતી.

આ પણ વાંચો-રામલલ્લાની મૂર્તિ ફાઈનલ, જાણો કોણે તૈયાર કરી

Tags :
Advertisement

.

×