મનીષ સિસોદિયાની મુશ્કેલી વધી, દિલ્હી હાઈકોર્ટે જામીન અરજી ફગાવી
દિલ્હી સરકારની એક્સાઈઝ પોલિસીમાં કથિત કૌભાંડ મામલે સબંધિત ઈડીના કેસમાં મનીષ સિસોદિયાની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે.
આ સાથે જ કોર્ટે આ જ કેસમાં આમ આદમી પાર્ટીના પૂર્વ સંચાર નિર્દેશક વિજય નાયર, હૈદરાબાદ સ્થિત ઉદ્યોગપતિ અભિષેક બોઈનાપલ્લી, બિનોય બાબુની જામીન અરજીઓ પણ ફગાવી દીધી છે. રાઉઝ એવન્યુ કોર્ટના જામીન નામંજૂર કરવાના નિર્ણયને મનીષ સહિત તમામ આરોપીઓએ પડકાર્યો હતો. હાઈકોર્ટે દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમની અરજીને ફગાવી દેતા કહ્યું કે, મનીષ સિસોદિયા દિલ્હી સરકારમાં પ્રભાવશાળી હોદ્દા પર રહી ચૂક્યા છે જામીન મળવા પર સાક્ષીઓને પ્રભાવિત કરવાની શક્યતાને નકારી શકાય નહીં.
મનીષ સિસોદિયાની ED દ્વારા 9 માર્ચે દિલ્હીની એક્સાઈઝ પોલિસી મામલે કથિત અનિયમિતતા સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ સિસોદિયા ન્યાયિક કસ્ટડીમાં છે. અગાઉ 26 ફેબ્રુઆરીએ સીબીઆઈએ મનીષ સિસોદિયાની દારૂ કૌભાંડમાં તેમની ભૂમિકા અંગે 8 કલાકની પૂછપરછ પછી ધરપકડ કરી હતી. 30 મેના રોજ હાઈકોર્ટે સિસોદિયાને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો.
CBI ના કેસમાં પણ જામીન મળ્યા નથી
દિલ્હી સરકારે 17 નવેમ્બર 2021ના રોજ નીતિનો અમલ કર્યો હતો, પરંતુ ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે સપ્ટેમ્બર 2022ના અંતમાં તેને પાછી ખેંચી લેવામાં આવી હતી. હાઈકોર્ટે સીબીઆઈ કેસમાં 30 મેના રોજ તેમને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. ED દ્વારા 9 માર્ચે તેની ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તે ન્યાયિક કસ્ટડીમાં છે. 2 જૂને કોર્ટે સિસોદિયાની જામીન અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.
મનીષ સિસોદિયાએ આ આધાર પર જામીન માંગ્યા હતા
મનીષ સિસોદિયાએ મલ્ટીપલ સ્ક્લેરોસિસથી પીડિત તેની પત્નીની બગડતી તબિયત સહિત વિવિધ આધારો પર જામીન માંગ્યા છે. ભૂતકાળમાં તેને તેની બીમાર પત્નીને મળવા માટે થોડા કલાકો છૂટ આપવામાં આવી હતી
આપણ વાંચો -શરદ પવાર પોતાની પુત્રી સુપ્રિયાને પાર્ટીમાં આગળ કરી રહ્યા હતા, અજીત સાઇડ-લાઇન કરાઇ રહ્યા હતા