Mann Ki Baat ના 115માં એપિસોડમાં PM Modi એ છોટા ભીમ, મોટુ-પટલુ અને હનુમાનનો ઉલ્લેખ કર્યો
- ભારતે દરેક યુગમાં કેટલાક પડકારોનો સામનો કર્યો છેઃ PM Modi
- PM Modi એ મન કી બાતમાં બે મહાન નાયકોની ચર્ચા કરી
- દેશે તેમની 150મી જન્મજયંતિ ઉજવવાનું નક્કી કર્યું છેઃ PM Modi
Mann Ki Baat: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમ દ્વારા લોકોને સંબોધિત કર્યા છે. નોંધનીય છે કે, મન કી બાતનો આ 115મો એપિસોડ છે. મોદી દર મહિનાના છેલ્લા રવિવારે આ રેડિયો પ્રોગ્રામની મદદથી દેશવાસીઓ સાથે વાત કરે છે. પોતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “ભારતે દરેક યુગમાં કેટલાક પડકારોનો સામનો કર્યો છે. આજે મન કી બાતમાં હું એવા બે મહાન નાયકોની ચર્ચા કરીશ જેમની પાસે હિંમત અને દૂરંદેશી હતી. દેશે તેમની 150મી જન્મજયંતિ ઉજવવાનું નક્કી કર્યું છે. સરદાર પટેલની 150મી જન્મજયંતિ 31મી ઓક્ટોબરથી શરૂ થશે. આ પછી 15 નવેમ્બરથી ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષ શરૂ થશે. આ બંને મહાપુરુષો સામેના પડકારો અલગ-અલગ હતા પરંતુ તેમની દ્રષ્ટિ એક જ હતી.”
પીએમ મોદીએ કહ્યું - ભારત વિશ્વમાં નવી ક્રાંતિ સર્જવાના માર્ગ પર છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કહ્યું કે, “સ્માર્ટફોનથી લઈને સિનેમા સ્ક્રીન સુધી, ગેમિંગ કન્સોલથી લઈને વર્ચ્યુઅલ રિયાલિટી સુધી, એનિમેશન દરેક જગ્યાએ હાજર છે. ભારત એનિમેશનની દુનિયામાં નવી ક્રાંતિ સર્જવાના માર્ગ પર છે. ભારતની ગેમિંગ સ્પેસ પણ ઝડપથી વિસ્તરી રહી છે. ભારતીય રમતો પણ આ દિવસોમાં સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બની રહી છે.” વધુમાં કહ્યું કે, ‘જ્યારે અમે સ્વામી વિવેકાનંદની 150મી જન્મજયંતિ ઉજવી હતી, ત્યારે દેશના યુવાનોએ ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક શક્તિને નવી પરિભાષામાં સમજી હતી કે આપણા મહાપુરુષ છે હાર્યા નથી, બલ્કે, તેમનું જીવન આપણા વર્તમાનને ભવિષ્યનો માર્ગ બતાવે છે.”
આ પણ વાંચો: LAC પર સમજૂતી પર વિદેશ મંત્રીએ કહ્યું કે, ‘સમજૂતી થઈ એનો અર્થ એ નથી કે ભારત અને ચીન વચ્ચે...’
મન કી બાતમાં બિરસા મુંડાની જન્મજયંતિનો પણ ઉલ્લેખ કર્યો
નોંધનીય છે કે, PM મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કહ્યું કે, “જો તમે મને પૂછો કે મારા જીવનની સૌથી યાદગાર પળો કઈ હતી, તો ઘણી ઘટનાઓ યાદ આવે છે. પરંતુ આમાં પણ એક ખાસ ક્ષણ છે. આ તે ક્ષણ હતી જ્યારે ગયા વર્ષે 15મી નવેમ્બરે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ પર હું તેમના જન્મસ્થળ ઝારખંડના ઉલિહાટુ ગામમાં ગયો હતો. આ સફરની મારા પર ભારે અસર પડી. હું દેશનો પહેલો વડાપ્રધાન છું, જેમને આ પવિત્ર ભૂમિની માટીને માથું સ્પર્શવાનું સૌભાગ્ય મળ્યું.”
આ પણ વાંચો: વિમાનમાં બોમ્બની અફવા ફેલાવનારાઓ સામે IT મંત્રાલયની ચેતવણી
વધુમાં વાત કરવામાં આવે તો, PM મોદીએ આગળ કહ્યું, “જો તમે મને પૂછો કે મારા જીવનની સૌથી યાદગાર ક્ષણો કઈ હતી, તો ઘણી ઘટનાઓ યાદ આવે છે. પરંતુ, આમાં પણ એક ક્ષણ છે જે ખૂબ જ ખાસ છે, તે તે ક્ષણ હતી. જ્યારે ગયા વર્ષે 15મી નવેમ્બરે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ પર હું તેમના જન્મસ્થળ ઝારખંડના ઉલિહાટુ ગામમાં ગયો હતો. આ સફરની મારા પર ભારે અસર પડી હતી.
પીએમ મોદીએ ભારતીય નાયકો અને એનિમેશન ક્ષેત્રનો ઉલ્લેખ કર્યો
સૌથી મહત્વની વાત તો એ છે કે, મન કી બાતના 115મા એપિસોડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છોટા ભીમનો પણ ઉલ્લેખ કર્યો કહ્યું, “છોટા ભીમની જેમ અમારી અન્ય એનિમેટેડ શ્રેણી કૃષ્ણા, મોટુ-પટલુ, બાલ હનુમાનના પણ સમગ્ર વિશ્વમાં ચાહકો છે. ભારતીય એનિમેટેડ પાત્રો અને ફિલ્મો તેમની સામગ્રી અને સર્જનાત્મકતાને કારણે સમગ્ર વિશ્વમાં પસંદ કરવામાં આવી રહી છે. ભારત એનિમેશનના ક્ષેત્રમાં ક્રાંતિ લાવવાના માર્ગે છે.”
આ પણ વાંચો: 12 માં ભણતી વિદ્યાર્થિનીએ છલાંગ લગાવીને કરી આત્મહત્યા, જુઓ Video